અમદાવાદ: અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા ૭૮વર્ષીય વૃદ્ધા તારાબેન પ્રભુદયાલ ગુપ્તા ૩૦માર્ચથી રહસ્યમય સંજોગોમાં લાપતા થયા છે. આ અંગે તેમના પુત્રએ રામોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તારાબેન ૩૦/૦૩/૨૦૨૬ના રોજ રાત્રે આશરે નવ વાગ્યાના સુમારે તેમના ન્યુમણિનગર સ્થિત નિવાસ સ્થાનેથી તેમના મોટા પુત્ર રાજેન્દ્રભાઈના ઘરે પૂજામાં જવાનું કહીને નીકળ્યા હતા. જોકે, તેઓ મોટા પુત્રના ઘરે પહોંચ્યા નહોતા અને ત્યારથી તેમની કોઈ ભાળ મળી નથી. પરિવારજનોએ આસપાસના વિસ્તારો અને સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા આખરે પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો છે.
ગુમ થનાર તારાબેનનું શારીરિક વર્ણન જોઈએ તો, તેઓ મધ્યમ બાંધાના અને ઘઉં વર્ણના છે. તેમની ઊંચાઈ આશરે સાડા પાંચ ફૂટ જેટલી છે. ઘરેથી નીકળતી વખતે તેમણે લાલ રંગની સાડી પહેરેલી હતી. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકાર છે. રામોલ પોલીસે આ મામલે ગુમ થયાની નોંધ કરી વધુત પાસ હાથ ધરી છે. જો કોઈ પણ નાગરિકને આ વૃદ્ધા વિશે કોઈ પણ પ્રકારની જાણકારી મળે તો તાત્કાલિક રામોલ પોલીસ સ્ટેશન અથવા પરિવારનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
આશિષ ગુપ્તા – 9898569350, રાજેન્દ્ર ગુપ્તા – 9427205197

More Stories
અમદાવાદના શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે ડૉ. પંડિત કાશીનાથ મિશ્રા દ્વારા કલ્કિ અવતારના પ્રાગટ્ય પાછળના સત્ય વિશે વિગતવાર ચર્ચા કરાઈ
અમદાવાદમાં 30મી માર્ચે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અને ભવ્ય કવિ સંમેલનનું ભવ્ય આયોજન
હિન્દી શો ‘અમર યોદ્ધા’ એ ‘ટ્રુ વર્ટિકલ એવોર્ડ્સ’માં ‘બેસ્ટ VFX’નો એવોર્ડ મેળવ્યો