December 23, 2024

ડૉ. મિતાલી નાગ (આર્ક ઇવેન્ટ્સ) દ્વારા મોહમ્મદ રફી સાહેબની ૩૧ જુલાઇએ મરણતિથિ નિમીત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું

ભારત ના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મહાન ગાયક કલાકાર મોહમ્મદ રફી સાહેબની ૩૧ જુલાઇએ મરણતિથિ આવી રહી છે તેથી રફી સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શહેરની ગણ્યામાન્ય વર્સેટાઇલ સિંગર ડૉ. મિતાલી નાગ (આર્ક ઇવેન્ટ્સ)એ ભવ્ય શ્રદ્ધાંજલિ સંગીત કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં કર્યું હતું, જેમાં તેમને જાણીતા ગાયક ચિરાગ દેસાઇ એ સાથ આપ્યો હતો જેમાં બન્નેએ મળી ને રફી સાહેબ ના સોલો તથા યુગલ ગીતો પ્રસ્તુત કરી હાજર શ્રોતાઓ ને અભિભૂત કારી દીધા હતા.

 ભાવવિભોર આ પ્રસ્તુતિમાં મોટી સંખ્યામાં શહેરની નામાંકિત હસ્તીઓ તથા સંગીત પ્રેમીઓએ હાજર રહી કાર્યક્રમને દિલથી વખાણ્યો હતો અને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉમેશ માખીજાજી કે જેઓ એ વિશ્વનું પ્રથમ રફી મંદિર બનાવ્યું છે અને રફી પ્રેમી તરીકે જાણીતા છે તે હાજર રહ્યા હતા તે સિવાય એચ બી કાપડિયા સ્કૂલના  સર્વેસર્વા મુક્તક કાપડિયાજી તેમની પત્ની સાથે તથા બીજા જાણીતા કલાકારો તથા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તથા બધાએ દિલથી રફી સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે યોગેશ ભટ્ટજીએ સેવા આપી હતી.