December 23, 2024

ફિલ્મ “ઉડન છૂ”નું ટીઝર લોન્ચ : રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા સુસજ્જ

દેવેન ભોજાણી, પ્રાચી શાહ પંડ્યા, આર્જવ ત્રિવેદી, આરોહી પટેલ જેવા ખ્યાતનામ અને પ્રતિભાશાળી કલાકારોનો કાફલો ધરાવતી ફિલ્મ “ઉડન છૂ”નું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. ટીઝરમાં આર્જવ ત્રિવેદી “વર” અને આરોહી પટેલ “વધૂ” તરીકે નજરે પડી રહ્યાં છે. અનીશ શાહ દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ પ્રેમ, કોમેડી અને ડ્રામાને એક અપરંપરાગત મેરેજ-થીમ આધારિત એન્ટરટેઇન્મેન્ટ પેકેજમાં મિશ્રિત કરવાનું વચન આપે છે.

 નવેમ્બર ફિલ્મ્સ અને ઇન્દિરા મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના પ્રોડ્યુસર્સ છે  રાહુલ બાદલ, જય શાહ તથા અનીશ શાહ. “અનોખા પ્રયાસોની અનોખી સફર એટલે ઉડન છૂ”- આ લાઈન ઘણું બધું સસ્પેન્સ ક્રિએટ કરે છે અને ફિલ્મના પોસ્ટર લોન્ચને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યા બાદ ટીઝર જોઈને દર્શકોમાં ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી છે.

વેડિંગ બેકડ્રોપ સાથે સેટ કરેલી, આ ફિલ્મ ઉતાર-ચઢાવ, હાસ્ય અને આંસુ અને આવી ઉજવણી સાથે આવતા અનોખા અનુભવોને સાર્થક કરશે. સંપૂર્ણ પારિવારિક મનોરંજક ફિલ્મમાં બીજું શું હશે તે જાણવા સૌ કોઈ ઉત્સુક છે.

ફિલ્મનું ટીઝર લગ્નના પોશાકમાં સજ્જ આર્જવ ત્રિવેદી અને આરોહી પટેલના એક દ્રશ્ય સાથે શરૂ થાય છે, જે આનંદદાયક છતાં પડકારજનક વેડિંગ જર્નીનો સંકેત આપે છે. ફિલ્મની વાર્તા હૃદયસ્પર્શી ક્ષણો, કોમેડી અને ડ્રામાથી ભરપૂર હોવાનું વચન આપે છે, જે તેને સંપૂર્ણ મનોરંજન પેકેજ બનાવે છે.

જે લોકોને વેડિંગ આધારિત ફિલ્મો જોવી ગમે છે તેમન માટે આ ફિલ્મ મસ્ટ- વોચ બની રહેશે, જેમાં હાસ્ય, કોમેડી અને ઈમોશન્સ દરેકનો સમન્વય છે. ઉલ્લેખનીય છે છે દેવેન ભોજાણી, પ્રાચી શાહ પંડ્યા, આર્જવ ત્રિવેદી, આરોહી પટેલ પ્રથમવાર એક સાથે આવી રહ્યાં છે તેથી ફિલ્મ અંગે ઘણી આશાઓ સેવાઈ રહી છે.