December 23, 2024

અપ્સરા આઈસ્ક્રીમ્સ દ્વારા તેની 53મી વર્ષગાંઠ ના ભાગ રૂપે મુસ્કાન પહેલ લોન્ચ કરવામાં આવશે

લોકોના ચહેરા પર આનંદ અને સ્મિત લાવવાના પ્રયાસરૂપે અપ્સરા આઈસ્ક્રીમ્સ આજે 78માં સ્વતંત્રતા દિવસના અવસરે તેની 53મી વર્ષગાંઠ પર મુસ્કાન નામની એક અનોખી પહેલ ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ

આ પ્રસંગે અપ્સરા આઈસ્ક્રીમ્સના સ્થાપક ભાગીદાર શ્રી નેમચંદ શાહનું કહેવું છે કે , “મુસ્કાનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના વિવિધ વર્ગોમાં આનંદ લાવવાનો અને અમારી 53મી વર્ષગાંઠની ઉજવણી કરવાનો છે. લોન્ચિંગ 15મી ઓગસ્ટે, 78મા સ્વતંત્રતા દિવસ પર થશે જે આપણા બધા માટે ખૂબ જ ગર્વની વાત છે. અમે તેમના ચહેરા પર સ્મિત જોઈને અને તેમના દિવસને યાદગાર બનાવવા માટે ખરેખર ઉત્સાહિત અને રોમાંચિત છીએ. અમે ખરેખર સમાજને પાછું આપવા અને તેમના જીવનમાં ખુશીઓ ઉમેરવામાં માનીએ છીએ.”

અપ્સરા આઇસક્રીમ્સ, પાંચ દાયકા કરતાં વધુ સમયથી બજારમાં હાજરી ધરાવતી એક સ્થાપિત અને વિશ્વસનીય બ્રાન્ડ છે, જે શરૂઆતથી જ તેમના ગ્રાહકોને પ્રીમિયમ ગુણવત્તાયુક્ત આઈસ્ક્રીમ પ્રદાન કરે છે.

તેની 53મી વર્ષગાંઠના ભાગરૂપે, અપ્સરા આઇસક્રીમ્સ ભારતના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે એક અનોખી પહેલ ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જે ખરેખર તમામ ભારતીયો માટે ગર્વની વાત છે. આ ખુશીઓની શરૂઆત 15મી ઓગસ્ટે મુંબઈ અને પુણેમાં શરૂ કરવામાં આવશે અને તબક્કાવાર અન્ય શહેરોમાં હાથ ધરવામાં આવશે.

 આ મુસ્કાન ભાગ રૂપે , કંપની 53,000 (આઈસ્ક્રીમ)નું વિતરણ કરવા માંગે છે  જે આશરે ૪ ટન જેટલું થાય છે. મુસ્કાન પહેલ ભારતના 9 રાજ્યો અને 25 શહેરોને આવરી લેશે. આ આઈસ્ક્રીમનું વિતરણ વિવિધ NGO’, અનાથાશ્રમો, વૃદ્ધાશ્રમો અને સરકારી અને બિન-સરકારી ક્ષેત્રોમાં વિવિધ ફાઉન્ડેશનોમાં કરવામાં આવશે.

કંપની નો હેતુ સૌના ચહેરા પર સ્મિત લાવવાનો અને આનંદનો એક સ્કૂપ આપવાનો છે. આ મુસ્કાન પહેલ સ્વતંત્રતા દિવસના આવા શુભ અવસર પર સૌના જીવનમાં મધુરતા લાવવાનો પણ છે.

NGO અને લાયન ઇન્ટરનેશનલ, લીઓ ઇન્ટરનેશનલ, લીઓ કલબ ઓફ અંધેરી અચીવર્સ, રોટરેક્ટ કલબ, શ્રી નિત્યાનંદ એડ્યુકેશન ટ્રસ્ટ, જેવી અગ્રણી સામાજિક સંસ્થાઓ પણ આ પહેલનો ભાગ હશે.

અપ્સરા આઇસક્રીમ્સના મેનેજિંગ પાર્ટનર શ્રી. કેયુર શાહે તેમના મંતવ્યો શેર કરતાં જણાવ્યું કે, “સમગ્ર મુસ્કાન પહેલ હેઠળ સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચવાનો અમારો ઉદેશ્ય છે. તે ખૂબ જ ગર્વની વાત છે કે આપણે 78માં સ્વતંત્રતા દિવસના અવસર પર આપણી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આ પહેલનો હેતુ જરૂરિયાતમંદ લોકોમાં આનંદ અને સ્મિત ફેલાવવાનો છે, જે સામાજિક જવાબદારી પ્રત્યે અપ્સરાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મુસ્કાન પહેલ દ્વારા, અપ્સરા આઇસક્રીમ્સ ઘણા લોકોની સુખાકારી અને આનંદમાં યોગદાન આપીને તેની વર્ષગાંઠની પ્રશંસા કરે છે.”” તેમણે વધુમાં કહ્યું, “અમે ભારતના 25 શહેરોને આવરી લેતી મુસ્કાન પહેલની રાહ જોઈ રહ્યા છીએ. આ અવસર પર અમે અમારા તમામ ગ્રાહકો, ભાગીદારો, કર્મચારીઓ અને મુખ્ય હિતધારકોને વર્ષોથી તેમના અતૂટ સમર્થન માટે આભાર માનવા માંગીએ છીએ. હું અમારા તમામ ફ્રેન્ચાઇઝ ભાગીદારો અને સંસ્થાઓનો પણ આભાર માનું છું કે જેઓ આ પહેલને ભવ્ય સફળ બનાવવામાં અમારી મદદ કરવા ભાગીદાર બન્યા છે. મને વિશ્વાસ છે કે આ મુસ્કાન પહેલનો  પ્રયાસ નિશ્ચિતપણે આશાની કિરણ જગાડશે ”