December 23, 2024

7 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ  ફિલ્મ “કાલે લગન છે!?!”નું સોન્ગ “લગન લૉલીપોપ” રિલીઝ કરાયું

સોન્ગ લિંક  : https://www.youtube.com/watch?v=Oao19ud7cCQ

ગુજરાત : 7 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!”નું ટ્રેલર રિલીઝ કર્યા બાદ ફિલ્મનું સોન્ગ “કાલે લગન છે !?!”નું પાર્ટી સોન્ગ “લગન લૉલીપોપ” તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. પ્રખ્યાત સિંગર ઉમેશ બારોટના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ આ સોન્ગ પરફેક્ટ વેડિંગ સોન્ગ સાબિત થઇ શકશે. આ સોન્ગમાં દીવ જેવાં રમણીય સ્થળને પણ બતાવવામાં આવ્યું છે. સિંગર ઉમેશ બારોટ પણ આ સોન્ગમાં નજરે પડે છે. આ સોન્ગ કોમેડીનું એક્સ્ટ્રા ફ્લેવર ઉમેરે છે.

 કોમેડી, ડ્રામા અને રોમેન્ટિક સ્ટોરી લાઈન ધરાવતી આ ફિલ્મમાં પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું.. આ ફૂલ- ઓન ફેમિલી એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ છે જે સામાન્ય કોમેડીથી કાંઈક હટકે અને સસ્પેન્સથી ભરપૂર છે. એચજીપિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના પ્રોડ્યુસર હરેશ પટેલ, રુચિત પટેલ અને સંજય દેસાઈ છે. ફિલ્મના લેખક અને ડિરેક્ટર અત્યંત પ્રતિભાશાળી હુમાયૂન મકરાણી છે. ઉલ્લેખનીય છે કે પૂજા અને પરીક્ષિતની જોડી “હું અને તું” પછી ફરી એકવાર સાથે આવી રહી છે.

“કાલે લગન છે !?!” ફિલ્મમાં પરીક્ષિત અને પૂજા ઉપરાંત અનુરાગ પ્રપન્ના, દીપિકા રાવલ, પૂજા મિસ્ત્રી, મીર હનીફ, મેહુલ વ્યાસ, મૌલિક પાઠક અને ઉમેશ બારાત વગેરે કલાકારો પણ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડશે.

ફિલ્મની સ્ટોરીલાઈનની વાત કરીએ તો ફિલ્મમાં ‘એનોય્ડ આયુષ’ ની જર્ની બતાવવામાં આવી છે જેને દીવ જતી વખતે એક છોકરી ઈશિકાને મળે છે, જ્યાં રહસ્યમય ખુલાસાઓ તેને તેના પ્લાન બદલવા માટે ફરજ પાડે છે અને દરેક ટ્વિસ્ટ દર્શકોને રમૂજ પ્રદાન કરશે. ટ્રેલરમાં પણ પરીક્ષિત અને પૂજા સાથે કારમાં મુસાફરી કરતાં જોવા મળે છે. તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી જોવા દર્શકો આતુર છે.

ફિલ્મ 7 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.