December 23, 2024

“કાલે લગન છે !?!” દર્શકોના દિલ પર કરશે રાજ

ગુજરાત : દિવાળીના તહેવાર પર રિલીઝ થયેલી બૉલીવુડ ફિલ્મો “સિંઘમ અગેન” અને “ભૂલ ભુલૈયા 3” એ દર્શકોને નારાજ કર્યા છે ત્યારે 7 નવેમ્બરે રિલીઝ થઈ રહેલી આપડી ગુજરાતી ફિલ્મ “કાલે લગન છે !?!” થકી દર્શકોની અપેક્ષાઓ વધી ગઈ છે. “સિંઘમ અગેન” અને “ભૂલ ભુલૈયા 3” માં મોટી સ્ટારકાસ્ટ હોવા છત્તાં  દર્શકોને પસંદ નથી પડી રહી. પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયા સ્ટારર  “કાલે લગન છે !?!” દર્શકોના દિલ પર રાજ કરવા માટે તૈયાર છે. તહેવારો બાદ લગ્નની મોસમ શરૂ થશે ત્યારે આ ગુજરાતી ફિલ્મ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઈનર સાબિત થશે.  આ ફૂલ- ઓન ફેમિલી એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ છે જે સામાન્ય કોમેડીથી કાંઈક હટકે અને સસ્પેન્સથી ભરપૂર છે. એચજીપિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના પ્રોડ્યુસર હરેશ પટેલ, રુચિત પટેલ અને સંજય દેસાઈ છે. ફિલ્મના લેખક અને ડિરેક્ટર અત્યંત પ્રતિભાશાળી હુમાયૂન મકરાણી છે. ફિલ્મનું ભવ્ય પ્રીમિયર મુંબઈ અને અમદાવાદ એમ બંને જગ્યાએ યોજાયું હતું અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણાં ખ્યાતનામ કલાકારોએ આ ફિલ્મ નિહાળી. તેમણે નવા કોન્સેપ્ટ સાથેની સિચ્યુએશનલ કોમેડીથી ભરપૂર આ ફિલ્મને ઘણી વખાણી છે અને દર્શકોને આ ફિલ્મ જોવા અંગે આગ્રહ પણ કર્યો છે.

કાલે લગન છે મૂવી ફિલ્મ હિતેન કુમાર, હિતુ કનોડિયા, મોના થીબા, શેખર શુક્લા, સંદીપ પટેલ, રાજ અનડકટ, આંચલ શાહ, દેવેન્દ્ર મહેતા, કાજલ અને અન્ય ઘણા સેલિબ્રિટીઓએ જોઈ અને વખાણી હતી જેમને તે એક સંપૂર્ણ પારિવારિક મનોરંજન ફિલ્મ લાગી.

સૂત્રો તરફથી મળેલ માહિતી અનુસાર રીલ લાઈફમાં એટલે કે “કાલે લગન છે !?!”માં પૂજા અને પરીક્ષિત લગ્નના તાંતણે બંધાશે અને રિયલ લાઈફમાં અભિનેત્રી પૂજા જોશી મલ્હાર ઠાકર સાથે લગ્ન કરવા જઈ રહી છે.

“કાલે લગન છે !?!” ફિલ્મમાં પરીક્ષિત અને પૂજા ઉપરાંત અનુરાગ પ્રપન્ના, દીપિકા રાવલ, પૂજા મિસ્ત્રી, મીર હનીફ, મેહુલ વ્યાસ, મૌલિક પાઠક અને ઉમેશ બારોટ વગેરે કલાકારો પણ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડશે.

આ એક અલગ જોનરની ફિલ્મ છે, જેમાં એક છોકરો દિવ એક લગ્નામાં જવા માટે નીકળ્યો છે, ત્યાં તેને રસ્તામાં એક છોકરી મળે છે. જે સુંદર છોકરીને જોઈને તેને લિફ્ટ આપવામાં આવે છે, તે પાછળથી બંદૂકની અણીએ છોકરાને કિડનેપ કરી લે છે. આમ આ સસ્પેન્સ અને સિચ્યુએશનલ કોમેડીથી ભરેલી રોડ ટ્રિપની સ્ટોરી છે.

આ લગન મિસ કરશો થી અફસોસ રહી જશે, Bookmyshow અને Paytm મૂવીઝે પ્રેક્ષકોમાં સારી એવી ધૂમ મચાવી  છે, હમણાં જ તમારી ટિકિટ બુક કરો!