March 12, 2025

હીરો મોટોકોર્પ દ્વારા સુરતમાં એક દિવસમાં 250 ડેસ્ટિની 125 સ્કૂટરોની મેગા ડિલિવરી

મોટરસાઈકલો અને સ્કૂટરોની દુનિયાની સૌથી વિશાળ ઉત્પાદક હીરો મોટોકોર્પ દ્વારા સુરતમાં ડેસ્ટિની 125 સ્કૂટરોની મેગા ડિલિવરીની ઘોષણા કરવામાં આવી છે. એક દિવસમાં 250 ડેસ્ટિની 125 સ્કૂટર ગ્રાહકોને સોંપવામાં આવ્યાં હતાં, જે બ્રાન્ડમાં ગ્રાહકો દ્વારા મુકાતો ઊંડો વિશ્વાસ અને વિશ્વસનીયતા વધુ મજબૂત બનાવે છે.

નવી ડેસ્ટિની 125 માટે અદભુત પ્રતિસાદ કંપનીની ગ્રાહકો માટે ઈનોવેશન, વેલ્યુ અને અસમાંતર રાઈડિંગ અનુભવ પ્રત્યે કંપનીની કટિબદ્ધતાનો દાખલો છે. સ્ટાઈલ, કન્વિનિયન્સ અને એડવાન્સ્ડ ટેકનોલોજીનું પ્રતીક ડેસ્ટિની 125 સ્કૂટરે ગ્રાહકોનાં મન જીતવાનું ચાલુ રાખ્યું છે.

નવી ડેસ્ટિની 125 પ્રતિકલાક 59 કિમીની સેગમેન્ટમાં અવ્વલ માઈલેજ, ઉદાર લેગરૂમ અને મોકળાશભર્યા ફ્લોરબોર્ડ સાથે પરિવારો માટે આદર્શ પસંદગી છે. ડેસ્ટિની 125 લાંબી સીટ પણ ધરાવે છે, જે રાઈડર માટે આરામદાયક અને એર્ગોનોમિક અનુભવની ખાતરી રાખે છે.

સ્માર્ટર, સ્મૂધર અને વધુ કિફાયતી રાઈડ પ્રદાન કરવા માટે ઘડવામાં આવેલા સ્કૂટરમાં નવું ડિજિટલ સ્પીડોમીટર, 190મીમી ફ્રન્ટ ડિસ્ક બ્રેક, અપગ્રેડેડ 12/ 12 પ્લેટફોર્મ અને વ્યાપક રિયર વ્હીલનો સમાવેશ થાય છે. તેમાં બહેતર કાર્યક્ષમતા માટે હીરોની ઈનોવેટિવ i3S (આઈડલ સ્ટોપ- સ્ટાર્ટ સિસ્ટમ) ટેકનોલોજી પણ છે. વિચારપૂર્વક તૈયાર કરવામાં આવેલી સીટ બેકરેસ્ટ કમ્ફર્ટમાં ઉમેરો કરીને ઉત્કૃષ્ટ રાઈડિંગ અનુભવની ખાતરી રાખે છે.

નવી ડેસ્ટિની 125 30 પેટન્ટ એપ્લિકેશન્સ અને ઉદ્યોગ અવ્વલ વિશિષ્ટતાઓ, જેમ કે, ઈલ્યુમિનિટેડ સ્ટાર્ટ સ્વિચ અને ઓટો- કેન્સલ વિંકર્સ સાથે ઈનોવેશન માટે હીરો મોટોકોર્પની સમર્પિતતા દર્શાવે છે, જે રાઈડરની સુધારિત સુવિધા અને સુરક્ષાની ખાતરી રાખે છે.

નવી હીરો ડેસ્ટિની 125 ત્રણ વેરિયન્ટ્સમાં મળશેઃ

  • ડેસ્ટિની 125 VX – Rs. 80,450
  • ડેસ્ટિની 125 ZX – Rs. 89,300
  • ડેસ્ટિની 125 ZX+ – Rs. 90,300 (દિલ્હીમાં આરંભિક એક્સ- શોરૂમ કિંમત)