અમદાવાદનું “જીવા હરિ ફાઉન્ડેશન” વર્ષ 2021થી કાર્યરત છે અને તેઓ બાળકો અને મહિલાઓના વેલફેર માટે કામ કરે છે. ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પ્રિયંકા કાલાના નેતૃત્વ હેઠળ ઘણી મહિલાઓ આત્મનિર્ભર બની છે. 8મી માર્ચે ઈન્ટરનેશનલ વુમન્સ ડેના ભાગરૂપે “જીવા હરિ ફાઉન્ડેશન” દ્વારા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં 800 મહિલાઓની રેલી નીકાળવામાં આવી હતી. આ રેલીનો ઉદ્દેશ્ય મહિલાઓ આત્મનિર્ભર બને તે માટેનો હતો.
પ્રેસિડેન્ટ પ્રિયંકા કાલા જણાવે છે કે, “અમે 100 જેટલી બહેનોને પોતાના રોજગાર અને કામ માટેની ઉપયોગી ચીજવસ્તુઓ પ્રદાન કરી હતી. અમે સરકાર તરફથી મળતી ગરીબ મેળાની કીટ પણ જરૂરિયાતમંદ મહિલાઓને મળી રહે તે માટે કાર્ય કરીએ છીએ. આ રેલીથી અમે ઇચ્છીએ છીએ કે વધુ ને વધુ મહિલાઓ જાગૃત થાય અને અમારી સાથે જોડાય.”
ઉલ્લેખનીય છે કે, “જીવા હરિ ફાઉન્ડેશન” દ્વારા અત્યાર સુધી 2000 બહેનોને સિલાઈ કામની તાલીમ, 800 બહેનોને બ્યુટી પાર્લર કોર્સની તાલીમ, 200 બહેનોને શિક્ષણ, 1200 બહેનોને લોનનો લાભ આપ્યો છે. આર્થિક રીતે નબળા અને પછાત વર્ગને પણ ખૂબ લાભ મળ્યો. ઉપરાંત, મહિલાઓ દરેક તહેવાર પણ હળીમળીને ઉજવે છે.

આવનાર સમયમાં “જીવા હરિ ફાઉન્ડેશન” દ્વારા સ્ત્રીઓને મોનોપોઝમાં કાઉન્સેલિંગની સુવિધા તથા માસિક દરમિયાન દરેક વિસ્તારમાં સેનેટરી પેડ્સની વ્યવસ્થા વગેરે અંગે કામગીરી કરવામાં આવશે.
વિશ્વના ઘણા દેશો મહિલાઓના અધિકારો , સમાનતા અને તેમના યોગદાનને માન આપવા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરે છે. આ દિવસની ઉજવણીનો હેતુ સમાજમાં મહિલાઓની ભૂમિકાને સ્વીકારવાનો અને તેમને આગળ વધવાની પ્રેરણા આપવાનો છે. તો આવો આપડે સૌ મળી ને આપડી આસપાસની સ્ત્રીઓનું સન્માન કરીને આ ઉજવણી કરીએ.
More Stories
મહાવિદ્યા ખાતે ત્રિદિવસીય “તંત્રવાસ્તુ એડવાન્સ વર્કશોપ”નું આયોજન કરાયું
અમદાવાદનો Dolby Atmos(ડોલ્બી એટમોસ) મ્યુઝિક સ્ટુડિયો આર્ટિસ્ટ્સ અને ક્રિએટર્સ માટેનો માર્ગ ખોલે છે
બિઝનેસ ઓપરેશનમાં એઆઈ ટુલ્સ અને બિઝનેસ એનાલિસ્ટની ભૂમિકાના એકીકરણ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું