અમદાવાદ, 6 એપ્રિલ 2025: માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા શ્રી કામનાથ મહાદેવ મંદિર, નવરંગપુરા, અમદાવાદ ખાતે સંગીતમય સુન્દરકાંડ પાઠ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ રામ નવમી નિમિત્તે વિશેષ રીતે યોજાયો હતો, જેમાં ભક્તિભાવથી ઓતપ્રોત ભક્તોએ ભાગ લીધો.

શ્રી ધવલકુમાર ના માર્ગદર્શન હેઠળ આ પાઠનો આરંભ સવારે ૯:૩૦ થી ૧૨:૦૦ કલાકે થયો અને ભક્તિસંગીત સાથે સમાપ્ત થયો. ભક્તોએ સંગીતમય સુન્દરકાંડના મર્મસ્પર્શી પાઠનો આનંદ માણ્યો અને ભગવાન શ્રીરામજી અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરી.
આ પવિત્ર પ્રસંગે અનેક ભક્તો ઉપસ્થિત રહ્યા અને પવિત્ર સૂરોમાં તન્મય થયા. માનસ સત્સંગ ટ્રસ્ટ ના પ્રયત્નોથી આવા સત્સંગ પ્રવૃતિઓ ભવિષ્યમાં પણ યોજાશે, જેથી ભક્તજનો ધર્મ અને ભક્તિ સાથે જોડાઈ શકે.
શ્રી ધવલકુમાર, વિશ્વવિખ્યાત સુન્દરકાંડ પઠક અને રામકથા વાચક, તેમના ભાવવાહી અવાજ અને સંગીતના સમન્વયથી ભક્તજનોને એક અનન્ય આધ્યાત્મિક અનુભૂતિ કરાવી. તેમના મર્મસ્પર્શી પઠન દ્વારા સમગ્ર મંદિર પરિસર ભક્તિમય અને દિવ્ય ઉર્જાથી ગુંજી ઉઠ્યું.
આ પાઠ દરમ્યાન ભક્તોએ સુન્દરકાંડના તાત્વિક સંદેશો, હનુમાનજીની ભક્તિ અને શક્તિ, તેમજ ભગવાન રામના જીવનનાં પવિત્ર તત્વો ને સમજવાનો લાભ મેળવ્યો. માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં પણ આવા સત્સંગોનું આયોજન કરવામાં આવશે, જેથી ભક્તો ધર્મ અને ભક્તિ સાથે જોડાઈ શકે.
આ પ્રસંગે શ્રી હનુમાનપ્રગટ્ય મહોત્સવ-2025 ની પણ મહિમા વણી લેવામાં આવી. આગામી 12 એપ્રિલ, 2025 ના રોજ શ્રી રાધે ફાર્મ, અમદાવાદ ખાતે ભવ્ય મહોત્સવ યોજાવાનો છે, જેમાં ભક્તજનો માટે સંગીતમય સુન્દરકાંડ પાઠ સહિત અનેક ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમો યોજાશે. માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વિશિષ્ટ કાર્યક્રમમાં શ્રી ધવલકુમાર, વિશ્વવિખ્યાત સુન્દરકાંડ સાધક, રામકથા વાચક દ્વારા પાઠ થશે.
ભક્તજનોને આ મહોત્સવમાં જોડાવવા માટે આગ્રહભરી આમંત્રણ છે. વધુ માહિતી માટે માનસ સત્સંગ યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને www.manassatsang.org ની મુલાકાત લો. રોજબરોજના અપડેટ જોવા માટે ફોલો કરો : dhvalakumar_manas_satsang
🔸 જય શ્રીરામ 🔸
More Stories
મહાવિદ્યા ખાતે ત્રિદિવસીય “તંત્રવાસ્તુ એડવાન્સ વર્કશોપ”નું આયોજન કરાયું
અમદાવાદનો Dolby Atmos(ડોલ્બી એટમોસ) મ્યુઝિક સ્ટુડિયો આર્ટિસ્ટ્સ અને ક્રિએટર્સ માટેનો માર્ગ ખોલે છે
બિઝનેસ ઓપરેશનમાં એઆઈ ટુલ્સ અને બિઝનેસ એનાલિસ્ટની ભૂમિકાના એકીકરણ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું