- સંસ્થાના મુખ્ય સંપાદક ઉમેશ જયંતીલાલ જોબનપુત્રના નેતૃત્વ હેઠળ “વડપ્રદ ટૂડે”એ પોતાના પ્રારંભથી જ જવાબદાર પત્રકારિતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે
વડોદરા, 16 એપ્રિલ 2025: ગુજરાતના લોકપ્રિય અને વિશ્વસનીય સ્થાનિક સમાચારપત્ર “વડપ્રદ ટૂડે” એ આજે સફળતાના 10 વર્ષપૂર્ણ કરીને ગૌરવપૂર્વક 11માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે વડોદરામાં એક ભવ્ય “ગેટ ટુ ગેધર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 200 લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહમાં સમાચારપત્રના વાચકો, સ્થાનીક નેતાઓ, વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો અને “વડપ્રદ ટૂડે”ના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સંસ્થાના મુખ્ય સંપાદક ઉમેશ જયંતીલાલ જોબનપુત્રના નેતૃત્વ હેઠળ “વડપ્રદ ટૂડે”એ પોતાના પ્રારંભથી જ જવાબદાર પત્રકારિતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વડપ્રદ ટૂડે હાલમાં ગુજરાતના 18 જિલ્લાઓમાં પ્રસિદ્ધ થાય છે અને તેની વ્યાપકતા સતત વધતી રહી છે.પત્રકારિતાના આ મજબૂત સ્તંભ માટે માધ્ય ગુજરાતમાં દાહોદથી લઈને ડેડીયાપાડા સુધી કુલ 30 સભ્યોની પ્રતિબદ્ધ ટીમ કાર્યરત છે, જે દિવસ-રાત મહેનત કરીને સમાચારો વાચકો સુધી પહોંચાડે છે.

આ પ્રસંગે સંસ્થાના મુખ્ય સંપાદક ઉમેશ જયંતીલાલ જોબનપુત્ર જણાવ્યું હતું કે, “આ સફર આસાન નહોતી, પણ વાચકોના પ્રેમ અને અમારા સ્ટાફની નિષ્ઠા સાથે આજે અમે આ ઐતિહાસિક મંચે ઉભા છીએ. હવે 11મું વર્ષ એક નવા જુસ્સા અને નવી દૃષ્ટિ સાથે શરૂ કરીએ છીએ.”
વડપ્રદ ટુડેના નામ પાછળ પણ એક ઐતિહાસિક સંદર્ભ છે. જ્યારે વડોદરા નગરી અસ્તિત્વમાં આવી હતી ત્યારે તેને ‘વટપ્રદ’ તરીકે ઓળખવામાં આવતી હતી. ત્યાંથી પ્રેરણા લઈને અમે અમારા સમાચારપત્રનું નામ ‘વડપ્રદ ટુડે’ રાખ્યું છે. અમે શરૂઆતથી જ નક્કી કર્યું હતું કે ગામડાંઓને પ્રાધાન્ય આપવું, ત્યાંના લોકોની સમસ્યાઓને વાચા આપવી અને તેમની વાતને મુખ્યધારામાં લાવવી એ જ અમારું ધ્યેય રહેશે. આજના દિવસે પણ એ જ સિદ્ધાંતના આધારે અમે આગળ વધવાની પ્રતિબદ્ધતા દર્શાવીએ છીએ.
વડપ્રદ ટૂડે હવે વધુ વિસ્તરણ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ લઈને આગળ વધશે.
વડોદરા નગરી અસ્તિત્વમાં આવી ત્યારે તે વટપ્રદ કહેવાતી હતી અને તેના પરથી અમે વડપ્રદ નામ પાડ્યું. અમે નક્કી કર્યું હતું કે ગામડાંઓને પ્રાધાન્ય આપવું. ગામડાના લોકો ની સમસ્યાઓને વાચા આપવી અને એ જ સિદ્ધાંતના આધારે અમે આગળ વધતાં રહીશું.
More Stories
ગુજરાત પ્રજાપતિ સમાજનો “શતાબ્દી મહોત્સવ” 13 એપ્રિલ – રવિવારના રોજ શ્રી ભાગવત વિધાપીઠ, સોલા, અમદાવાદ ખાતે યોજાશે
બાળકોમાં સાહસવૃત્તિ વધે અને પોતાની પ્રતિભા બહાર લાવે તે માટે અગ્રેસર છે અમદાવાદના સાહસિક શિક્ષિકા અર્પિતા ત્રિવેદી
મહિલા ટેકનિશિયને ધારાસભ્યના ઘરમાં લગાવ્યું સ્માર્ટ મીટર, કહ્યું માતા-પિતાએ દીકરીઓ પ્રત્યેનો અભિગમ બદલવો જોઈએ