અમદાવાદ : ગુજરાતી સિનેમાને નવી દિશા આપતી થ્રિલર ફિલ્મ “શસ્ત્ર” ૧લી મે ૨૦૨૫, એટલે કે ગુજરાત સ્થાપના દિનના પાવન પ્રસંગે રિલીઝ થવાની છે. ફિલ્મનું ટેગલાઈન છે – “You will be hacked!”, જે દર્શકોમાં ઊંડું કૌતૂહલ જગાડી રહ્યું છે.
આ ફિલ્મ ડિજિટલ યુગમાં વધતા જઈ રહેલા સાઈબર ક્રાઇમ અને હેકિંગ જેવા ગંભીર અને પ્રાસંગિક વિષયને કેન્દ્રમાં રાખે છે. ટેક્નોલોજી જ્યાં જીવન સરળ બનાવે છે, ત્યાં જ તેનો ખતરાવાળો પાસો પણ વ્યક્ત કરવો જરૂરી છે – અને “શસ્ત્ર” એ જ સંદેશ આપે છે.

ફિલ્મના મુખ્ય કલાકારો ચેતન ધનાણી, પુજા જોષી, હેમિન ત્રિવેદી અને પ્રિયલ ભટ્ટ એ ફિલ્મ અંગે માહિતી શેર કરી. તેઓએ ફિલ્મની વિષય વસ્તુ સાથે ટેક્નોલોજી અને સાયબર સિક્યુરિટીની અગત્યતા અંગે પણ ચર્ચા કરી.
શસ્ત્ર માત્ર એક ફિલ્મ નહીં, પણ એ આપણને આજના ડિજિટલ યુગમાં સતર્ક રહેવા માટેનો સંદેશ આપે છે.
ફિલ્મના દિગ્દર્શક છે કર્તવ્ય શાહ, લેખન કર્યુ છે ભાર્ગવ ત્રિવેદી અને નિર્માતાઓમાં છે અજય પટેલ, દિત જે પટેલ, અશોક પટેલ અને પિયુષ પટેલ. દિત જે પટેલનું ક્રિએટિવ દિગ્દર્શન ફિલ્મને આગવી ઓળખ આપે છે. સારેગામા ગુજરાતી મ્યુઝિક લેબલ દ્વારા સંગીત આપવામાં આવ્યું છે.

“શસ્ત્ર” એક થ્રિલર છે, એક ચેતવણી છે અને એક નવી દિશા તરફ ગુજરાતી સિનેમાની ઉત્સાહજનક આગળવાઢ છે. ખાસ કરીને યુવા પેઢી માટે આ ફિલ્મ એક મજબૂત સંદેશ લઈને આવી રહી છે.
તો તૈયાર રહો – કેમ કે “શસ્ત્ર” તમને હેક કરવા આવી રહી છે – ૧લી મે, ૨૦૨૫એ તમારી નજીકના સિનેમાઘરમાં!
ટ્રેલર લિંક : https://www.youtube.com/watch?v=C2aMLRioxE4

More Stories
‘દ્વાન પ્રોડક્શન’ની નવી ગુજરાતી ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર એનાઉન્સમેન્ટ, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૭ના રોજ થશે રિલીઝ
સુપરહિટ ગુજરાતી રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘કરરસનદાસ પે એન્ડ યુઝ’ ૨૨ ઓક્ટોબરથી જોજો (JOJO) એપ પર સ્ટ્રીમ થશે
વિનોદ કાપરીની પુરસ્કાર વિજેતા હિમાલયન પ્રેમકથા ‘પાયર’નું ટ્રેલર ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ; ફિલ્મ 30 ઑક્ટોબરે હિન્દી અને મલયાલમ ભાષામાં સિનેમાઘરોમાં થશે રિલીઝ