30 જૂન, 2024 | ભારત | જાપાન: ઈન્ટરનેશનલ સોલર અલાયન્સ (ISA) 3-4 જુલાઈ 2025 દરમિયાન જાપાનના ઓસાકામાં વર્લ્ડ એક્સ્પો 2025 ખાતે તેની મુખ્ય પહેલ – CEO કોકસ અને ઈન્ટરનેશનલ સોલર ફેસ્ટિવલ (ISF) – ની આગામી એડિશન્સનું આયોજન કરશે.આ પ્લેટફોર્મ ગ્લોબલ સોલર ટ્રાન્ઝિશનને આગળ વધારવા અને પ્રદેશોમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે વૈશ્વિક નેતાઓ, નવીનતાઓ, નીતિ નિર્માતાઓ અને કોમ્યુનિટી ચેમ્પિયન્સને એકસાથે લાવશે.
2024 માં શરૂ કરાયેલ, CEO કોકસ અને ઇન્ટરનેશનલ સોલર ફેસ્ટિવલ (ISF) સોલર એનર્જી ડિપ્લોયમેન્ટ અને ઈનોવેશનના ભવિષ્યને આકાર આપતા મુખ્ય પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યા છે.
“CEO કોકસ અને ઇન્ટરનેશનલ સોલાર ફેસ્ટિવલ ફક્ત ISA ના મુખ્ય પહેલ નથી – તે ડાયનામિક, પબ્લિક- પ્રાઈવેટ કોલેબોરેશન, યુથ લીડ ઇનોવેશન્સ અને ટ્રાન્સ્ફોર્મેટિવ સોલર એક્શન માટે વૈશ્વિક સંમેલનો છે. મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી (એમએનઆરઈ)ના સહયોગથી વર્લ્ડ એક્સ્પો 2025 માં તેમનું આયોજન કરીને, ISA સોલર મુવમેન્ટને એમ્બિશનથી એક્શનમાં પરિવર્તિત કરવાની તેની પ્રતિબદ્ધતાને વધુ ગાઢ બનાવી રહ્યું છે. જ્યારે ભારતની પ્રગતિ ગ્લોબલ સાઉથ માટે એક શક્તિશાળી રોલ મોડેલ પ્રદાન કરે છે – એપ્રિલ 2025 સુધીમાં 224 GW નવીનીકરણીય ક્ષમતા સુધી પહોંચવું, જેમાં સૌર ઊર્જાથી 108 GWનો સમાવેશ થાય છે – આ પ્લેટફોર્મ વૈશ્વિક ગતિ વિશે છે જે ભારત, જાપાન અને ISA ના 124 સભ્ય દેશોને સ્ટોરીઝ શેર કરીને, ભાગીદારી બનાવીને અને રોજગાર આધારિત સૌર વૃદ્ધિને સક્ષમ કરીને એકસાથે લાવે છે,” ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના ડિરેક્ટર જનરલ શ્રી આશિષ ખન્નાએ જણાવ્યું હતું.
-2025 સીઈઓ કોકસનો વિષય છે – “સૌર ઉર્જાનું ભવિષ્ય ગઢવું – સસ્ટેનેબલ એશિયા માટે ઇન્ડિયા- જાપાન ઇનોવેશન્સ”. આ સંમેલન ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટ, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન્સ અને ક્લીન એનર્જી ઈનોવેશન્સમાં નવી તકો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ભારત-જાપાન સોલર ઇન્ડસ્ટ્રી રાઉન્ડટેબલ હશે, જે બેટરી સ્ટોરેજ, ગ્રીન હાઇડ્રોજન અને સૌર ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં સહયોગ માટેની શક્યતાઓ પર ચર્ચા કરશે – જે 2030 સુધીમાં 500 GW નવીનીકરણીય ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાના ભારતના લક્ષ્યને સમર્થન આપે છે. ઓસાકા એડિશન જૂનમાં બ્રસેલ્સમાં યોજાયેલી પ્રથમ 2025 સીઈઓ કોકસ રાઉન્ડટેબલ પર આધારિત છે, જ્યાં વૈશ્વિક સૌર મૂલ્ય શૃંખલાઓને વૈવિધ્યીકરણ અને મજબૂત બનાવવાના સંદર્ભમાં યુરોપની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
ઇન્ટરનેશનલ સોલર ફેસ્ટિવલ : ઈમ્પૅક્ટ અને ઇનોવેશનની સ્ટોરીઝ
દ્વિતીય ઈન્ટરનેશનલ સોલર ફેસ્ટિવલમાં
સૌર ઉર્જા દ્વારા જીવનમાં પરિવર્તન લાવનારા યુવાનો, ઉદ્યોગસાહસિકો અને સમુદાયોની પ્રેરણાદાયી સૌર યાત્રાઓ પર પ્રકાશ પાડવામાં આવશે. આ મહોત્સવના મુખ્ય આકર્ષણો આ પ્રમાણે રહેશે:
યંગ જી લિમિટલેસ : લીડિંગ ધ સોલર ટેકઓવર- સૌર ઉર્જાના ભવિષ્યની પુનઃકલ્પના કરતા યુવા ગેમ ચેન્જર્સ અને ટેક પ્રભાવકોને દર્શાવતું એક ખાસ સત્ર.
દાસ્તાન- એ – આફતાબ (સ્ટોરી ઓફ સન)- એક મનમોહક સાંસ્કૃતિક પ્રદર્શન જે આપણા સહિયારા સૌર વારસા અને સૂર્યના સાર્વત્રિક મહત્વની ઉજવણી કરશે.
નવી દિલ્હીમાં (સપ્ટેમ્બર 2024) ફેસ્ટિવલની પ્રથમ એડિશન એ હજારો લોકોને આકર્ષ્યા અને આ કાર્યક્રમમાં સૌર ઉર્જા કેવી રીતે જીવનમાં પરિવર્તન લાવી શકે છે, સપનાઓને શક્તિ આપી શકે છે અને સમુદાયોને સશક્ત બનાવી શકે છે તે દર્શાવવામાં આવ્યું હતું. આ ઉજવણી ચાર મુખ્ય થીમ્સ પર કેન્દ્રિત હતી: યુથ એન્ગેજમેન્ટ, જેન્ડર ઇનકલ્યુઝન, એન્ટ્રેપ્રિનિયોરશિપ જી પ્રાઇવેટ સેક્ટર એન્ગેજમેન્ટ, અને કોમ્યુનિટી એમ્પાવર્મેન્ટ. તેનો ઉદ્દેશ્ય એવા અવાજોને એક પ્લેટફોર્મ આપવાનો હતો જે ઘણીવાર સાંભળવામાં આવતા નથી, અને સૌર ઊર્જાને મહત્વાકાંક્ષી અને સુલભ વિકલ્પ બનાવવા માટે યુવાનો અને નવીનતાવાદીઓની ઊર્જાનો ઉપયોગ કરવાનો હતો.
ગ્લોબલ સોલર કોલેબોરેશનનો વિસ્તાર :
આ બંને મંચો હવે વાર્ષિક વૈશ્વિક કાર્યક્રમો તરીકે સ્થાપિત થઈ રહ્યા છે જેનો હેતુ સૌર ઉર્જા, નીતિ સંવાદ અને રોકાણ ગતિશીલતાને પ્રોત્સાહન આપવાનો છે. 2025 માં આફ્રિકા, એશિયા-પેસિફિક અને લેટિન અમેરિકા અને કેરેબિયન પ્રદેશોમાં CEO કોકસ રાઉન્ડટેબલ્સ પણ યોજવાનું આયોજન છે. આ વૈશ્વિક પ્લેટફોર્મ પર ચિંતન કરતાં, શ્રી ખન્નાએ કહ્યું: “સીઈઓ કોકસ અને ઈન્ટરનેશનલ સોલર ફેસ્ટિવલ ફક્ત કાર્યક્રમો નથી – તે એક આંદોલન છે. તેઓ એ માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે સૌર ઉર્જા રાષ્ટ્રોને જોડી શકે છે, જીવન બદલી શકે છે અને આપણને જે સસ્ટેનેબલ ભવિષ્યની ખૂબ જરૂર છે તેને વેગ આપી શકે છે. નેતૃત્વ, નવીનતા અને યુવા નેતૃત્વના પ્રયાસો દ્વારા, આપણે સૌર ઉર્જાથી ચાલતી આવતીકાલનું નિર્માણ કરી રહ્યા છીએ જેની આજે દુનિયાને જરૂર છે. અમે ઓસાકામાં આ સહિયારી યાત્રાનો ભાગ બનવા માટે ઇકોસિસ્ટમના તમામ હિસ્સેદારોને આમંત્રણ આપીએ છીએ.”
ઈવેન્ટ ડિટેઈલ્સ :
સીઈઓ કોકસ : સૌર ઉર્જાનું ભવિષ્ય ગઢવું – સસ્ટેનેબલ એશિયા માટે ઈન્ડિયા જાપાન ઈનોવેશન્સ
3 જૂલાઈ 2025 | ભારત પેવિલિયન, વર્લ્ડ એક્સ્પો 2025
ઈન્ટરનેશનલ સોલર ફેસ્ટિવલ
4 જૂલાઈ, 2025 | ભારત પેવિલિયન, વર્લ્ડ એક્સ્પો 2025
આઇએસએ સરકારી પ્રતિનિધિઓ, ઉદ્યોગ નેતાઓ, નવીનતાઓ, નાણાકીય સંસ્થાઓ, યુવા સંગઠનો અને નાગરિક સમાજના સભ્યોની ભાગીદારીનું સ્વાગત કરે છે.
બ્યુરો ઇન્ટરનેશનલ ડેસ એક્સપોઝિશન (BIE) દ્વારા આયોજિત વર્લ્ડ એક્સ્પો 2025, હાલમાં 13 એપ્રિલથી 13 ઓક્ટોબર 2025 દરમિયાન જાપાનના ઓસાકામાં યોજાવાનું છે. તેનો વિષય છે: “આપણા જીવન માટે ભવિષ્યના સમાજને આકાર આપવો”. આ એક્સ્પો ત્રણ પેટા થીમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે: જીવનનું રક્ષણ કરવું, જીવનને સશક્ત બનાવવું અને જીવનને જોડવું. આ એક્સ્પો નવીનતા, સહયોગ અને પરિવર્તનશીલ ઉકેલો માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે જે વધુ સારા ભવિષ્યના નિર્માણનો માર્ગ મોકળો કરે છે. આશરે 28 મિલિયન મુલાકાતીઓની અપેક્ષિત હાજરી સાથે, એક્સ્પો ભવિષ્યના સમાજો માટે વિચાર અને કાર્યને ઉત્પ્રેરક કરતી એક ઐતિહાસિક આયોજન બની ગયું છે.
More Stories