July 6, 2025

એસુસ રાજકોટમાં એક્સક્લુઝિવ સ્ટોર લોન્ચ કરીને સમગ્ર ભારતમાં રિટેલ વ્યૂહરચનાને મજબૂત બનાવે છે

રાજકોટ- 2 જૂલાઇ, 2025 : દેશભરમાં બ્રાન્ડના રિટેલ ફૂટપ્રિન્ટને મજબૂત બનાવવાના એક પગલા તરીકે, એસુસ  ઇન્ડિયા, તાઇવાનની ટેક જાયન્ટ કંપનીએ આજે રાજકોટમાં એક એક્સક્લુઝિવ સ્ટોર લોન્ચ કરવાની ઘોષણા કરી. આ નવો વિશિષ્ટ સ્ટોર 218.5 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને વિવોબુક, ઝેનબુક, રિપબ્લિક ઓફ ગેમર્સ (ROG) લેપટોપ્સ, ગેમિંગ ડેસ્કટોપ્સ, ઓલ-ઇન-વન ડેસ્કટોપ્સ અને એસેસરીઝ જેવી એસુસ  ફ્લેગશિપ પ્રોડક્ટ્સ સહિત ઇલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટર હાર્ડવેરની વ્યાપક શ્રેણીને હોસ્ટ કરવા માટે તૈયાર છે. આ બ્રાન્ડનો રાજકોટમાં આવેલો ત્રીજો એક્સક્લુઝિવ સ્ટોર છે જેનો ઉદ્દેશ્ય ગુજરાતમાં બ્રાન્ડની હાજરીને મજબૂત બનાવવાનો છે.

વિસ્તરણ વિશે વાત કરતા, એસુસ  ઇન્ડિયાના પીસી અને ગેમિંગ બિઝનેસના નેશનલ સેલ્સ મેનેજર, જિગ્નેશ ભાવસારે જણાવ્યું હતું કે, “અમે ભારતમાં અમારા રિટેલ ફૂટપ્રિન્ટના વિસ્તરણની જાહેરાત કરવા આતુર છીએ. રાજકોટ અમારા માટે એક મુખ્ય બજાર છે અને શહેરમાં નવા બ્રાન્ડ સ્ટોરનું ઉદ્ઘાટન અમારા લેટેસ્ટ ઇનોવેશનના અનોખા અનુભવ સાથે દેશના વિવિધ વિસ્તારોના ગ્રાહકોને સશક્ત બનાવવાની દિશામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. રિટેલ વિસ્તરણ અભિગમના વિચાર સાથે, અમે અમારા યુઝર્સ માટે વધુ ઈન્ટરેક્શન અને નવા ટચપોઇન્ટ્સ બનાવવાનું ચાલુ રાખીશું.”

નવા રિટેલ સ્ટોરનું એડ્રેસ : દુકાન નં. 3, સિટી એમ્પાયર, રોયલ પાર્ક મેઈન રોડ, યુનિવર્સિટી રોડ કોર્નર, રાજકોટ -360005 (ગુજરાત)