July 6, 2025

ડેડા” – જ્યાં દરેક પિતા જોઈ શકે છે પોતાનું પ્રતિબિંબ

ગૌરવ પાસવાલાએ એક પિતાની અંદરની ઉથલપાથલ – ભય, નિર્દોષ પ્રેમ અને મૂંઝવણને અત્યંત અસરકારક રીતે ઝળકાવ્યા છે. તેમની પરફોર્મન્સ ફિલ્મની આત્મા બની જાય છે. હેલી શાહ ભાવુક દ્રશ્યોમાં ખૂબ જ સંવેદનશીલ અભિનય કરે છે અને તેમની સ્ક્રીન પ્રેઝન્સ ધ્યાન ખેંચે છે. સહાયક પાત્રોમાં હિતેન તેજવાણી, મેહુલ બુચ અને સોનાલી દેસાઈ પણ પોતાના પાત્રોને નિભાવવામાં સંપૂર્ણ સહારાબળ પૂરું પાડે છે.

અખિલ (ગૌરવ પાસવાલા) અને ખુશી (હેલી શાહ) દંપતિની દુનિયા તૂટી પડે છે જ્યારે ખુશીની હાઈ રિસ્ક પ્રેગ્નન્સી માટે તાત્કાલિક મોટા નાણાંની જરૂરિયાત ઉભી થાય છે. ફિલ્મ તેમના આ ફાઇનાન્સિયલ તથા ભાવનાત્મક સંઘર્ષની છે – એક એવી યાત્રા જે આપણા બધાને ક્યાંક ને ક્યાંક ટચ કરે છે.

ફિલ્મનું બેકગ્રાઉન્ડ સ્કોર દ્રશ્યોની ભાવનાત્મક અસરને વધારવાનું કામ કરે છે. ફિલ્મના દૃશ્ય સજ્જાવટ અને સંવાદ લેખન સાદગી સાથે અસરકારકતાનો સમતોલ સંતુલન જાળવે છે.

“ડેડા” માત્ર એક પિતાની વાર્તા નથી – તે એક એવા સંબંધની વાત છે, જ્યાં પ્રેમ નિ:શબ્દ હોય છે, પણ અસીમ ઊંડો હોય છે. આ ફિલ્મ પિતા તરીકેની દરેક વ્યક્તિને પોતાનું પ્રતિબિંબ દેખાડે છે. એક લાગણીસભર અને વિચારતા બનાવતી ફિલ્મ તરીકે “ડેડા” ચોક્કસ જોવા લાયક છે.

રેટિંગ :- (3.5/5)