અમદાવાદ, 7 જુલાઈ 2025: ગુજરાતી ફિલ્મ જગતમાં એક નવું પાનું ઉમેરતી અને રાષ્ટ્રીય ચેતનાને આધુનિક દૃષ્ટિકોણ સાથે રજૂ કરતી ફિલ્મ ‘વિશ્વગુરુ’નું ઓફિશિયલ ટીઝર આજે જાહેર કરવામાં આવ્યું છે. ટીઝર એક શક્તિશાળી સંદેશ સાથે પ્રારંભ થાય છે – “રાષ્ટ્ર સામે ઊભા થયેલા આંતરિક દુશ્મનો સામેનો ચેતનાત્મક સંઘર્ષ”, જે દર્શાવે છે કે ફિલ્મ માત્ર એક દ્રશ્યરમ્ય અનુભવ નથી, પણ વિચારશીલ વ્યક્તિત્વોની અંદર ઉથલપાથલ મચાવનાર મજબૂત વિષય છે.
સુક્રિત પ્રોડક્શન અને સ્વસ્તિક મોશન પિક્ચર્સ પ્રોડક્શનની સહયોગી રજૂઆત તરીકે આવેલી આ ફિલ્મનું દિગ્દર્શન શૈલેષ બોઘાણી અને અતુલ સોનારએ સંભાળ્યું છે. નિર્માતા તરીકે સતીશ પટેલ અને ફિલ્મના લેખક તરીકે કીર્તિભાઈ અને અતુલ સોનીના યોગદાનથી ફિલ્મ તૈયાર થઈ છે.
ફિલ્મમાં ગૌરવ પાસવાલા, કૃષ્ણ ભરદ્વાજ, મુકેશ ખન્ના, મકરંદ શુક્લ, શ્રદ્ધા ડાંગર, સોનુ ચંદ્રપાલ, હિના જયકિશન, રાજીવ મહેતા, ધર્મેશ વ્યાસ, જાની ભાવિની, ચેતન દૈયા, સોનાલી લેલે અને કુરૂષ દેબૂ સહિત અનેક જાણીતા અને પ્રતિભાશાળી કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મના સંગીત ક્ષેત્રે મેહુલ સુરતીએ સંગીત આપ્યું છે આ સાથે આનંદી જોશી અને હરિ ઓમ ગઢવીએ ગીતોને અવાજ આપ્યો છે. ગીતના શબ્દો પાર્થ તર્પારાના છે અને સંપાદન સંજય સંકલાએ કર્યું છે. ફિલ્મના અન્ય ટેક્નિકલ પાસાઓમાં પ્રતીક શાહ, શશી પટેલ, જસ્ટિન જોઝ, યશ દાર્જી અને મર્યન સ્ટુડિયોનો સમાવેશ થાય છે.
ટીઝર હાલમાં યૂટ્યુબ અને સોશિયલ મીડિયા પર રિલીઝ થતાં જ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ટીઝરના વિઝ્યુઅલ અને થિમ ફિલ્મ માટે દ્રઢ પાયાની તૈયારી દર્શાવે છે. ફિલ્મ એક એવી કહાની રજૂ કરે છે જ્યાં ધાર્મિક, રાજકીય અને માનવ મૂલ્યો વચ્ચે એક આંતરિક સંઘર્ષ ઊભો થાય છે – અને દરેક પાત્ર પોતાનાં સ્વરૂપે સાચું લાગે છે.
વિશ્વગુરુ માત્ર એક ફિલ્મ નથી, તે ભારતના વિશ્વગુરુ બનવાના વિઝનને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરતી એક દૃષ્ટિ છે. ફિલ્મના ટીઝરે દર્શકોમાં જિજ્ઞાસા જગાવી છે અને હવે ફિલ્મના સંપૂર્ણ પ્રકાશન તરફ કાઉન્ટડાઉન શરૂ થયો છે.
More Stories
શ્રદ્ધા ડાંગરનો સંસ્કાર ભર્યો અવતાર ‘ચિત્રા’ રૂપે, વિશ્વગુરુ 1 ઓગસ્ટે થશે રિલીઝ
ધીરજ, ધર્મ અને દેશ માટે સમર્પિત: મચ- અવેઇટેડ ફિલ્મ “વિશ્વગુરુ”માં કૃષ્ણ ભારદ્વાજ “રુદ્ર”ની ભૂમિકામાં
બહુ પ્રતિક્ષિત સોશિયલ કોમેડી ગુજરાતી ફિલ્મ “મહારાણી” નું ટીઝર થયું રિલીઝ