October 14, 2025

છોરિયાઁ ચલી ગાઁવના નિશ્ચિત સ્પર્ધો મળો એ 11 છોરિયાઁને જે ગ્રામિણ ભારતના સૌથી મુશ્કેલ પડકારો પર જવા તૈયાર છે

મનોરંજન, સોશિયલ મીડિયા તથા ફેશનની દુનિયાની 11 પ્રતિભાશાળી મહિલાઓ તેમના જીવનની સરળતાને પાછળી છોડીને એક સીધું સાદુ ગ્રામિણ જીવન જીવવા માટે આગળ વધશે ત્યારે શું થશે? ઝી ટીવીનો આગામી શો છોરિયાઁ ચલી ગાઁવ આનો જવાબ આપવા તૈયાર છે! આ શોમાં એ જોવામાં આવશે કે, આ સેલિબ્રિટી ગ્રામ્ય જીવનને કઈ રીતે સ્વિકારશે, કેવા રોજિંદા પડકારોનો સામનો કરશે, ટાસ્ક પફોર્મ કરશે તથા તેઓ જે નિયમિત લક્ઝરી જીવન જીવી રહી છે, તેના વગર કઈ રીતે જીવી શકશે. નાટક, સંબંધો, સ્પર્ધા તથા ઘણા બધા અનઅપેક્ષિત વણાંકોથી ભરપૂર રહેશે, કેમકે આ મહિલાઓ શહેરની ચમકદમક છોડીને આવી છે. જોતા રહો, છોરિયાઁ ચલી ગાઁવ, જેનું પ્રીમિયર જોવા મળશે 3જી ઓગસ્ટ રાત્રે 9 વાગે અને પ્રસારિત થશે, દરરોજ રાત્રે 9.30 ફક્ત ઝી ટીવી પર!

આ રહ્યું ફાઈનલ સ્પર્ધકોનું લિસ્ટ, તો ચાલો કઈ મહિલાઓ આ ગામડાનો અનુભવ કરવા તૈયાર છે, તેના પર એક ઝડપી નજર નાખીએ:

નામ- અનિતા હસનંદાની:

https://www.instagram.com/anitahassanandani/?hl=en

અનિતા હસનંદાનીએ સેલિબ્રેટેડ ભારતીય અભિનેત્રી છએ, જે ટેલિવિઝન, ફિલ્મ્સ, ઓટીટી પ્લેટફોર્મ તથા રિયાલિટી શો વચ્ચેના તેના સરળ પરિવર્તન માટે જાણિતી છે. છેલ્લા બે દાયકાની તેની કારકીર્દી દરમિયાન તેને સૌપ્રથમ તો, લોકપ્રિય સિરિયલો દ્વારા લોકોના દિલ જીત્યા. ત્યારબાદ, તેને ક્રિષ્ના કોટેજ, કુછ તો હૈં, રાગીની એમએમએસ ટુ તથા તેલુગુ ફિલ્મ નેનુન્નાનુ જેવી હિટ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. અનિતા વૈવિધ્યસભર ભાષા અને ફોર્મેટમાં કાર્યરત છે, જેને લીધે તે ઇન્ડસ્ટ્રીની વર્સેટાઈલ તથા જાણિતો ચહેરો બની ગઈ છે.

નામ- ઐશ્વર્યા ખરે:

https://www.instagram.com/aishwarya_khare/?hl=en

ઐશ્વર્યા ખરે, ભારતીય ટેલિવિઝનની સૌથી ઝડપી આગળ વધતી પ્રતિભામાંની એક બની ગઈ છે. ભોપાલની ઐશ્વર્યાએ 2014માં તેની કારકીર્દીની શરૂઆત કરી હતી અને તેના સુંદર પફોર્મન્સથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા. એક તાલિમબદ્ધ થીએટર કલાકાર તથા ભૂતપૂર્વ બ્યુટી પેજન્ટ વિજેતા ઐશ્વર્યા ઝી ટીવીના ભાગ્યલક્ષ્મીમાં લક્ષ્મી ઓબેરોયના પાત્રથી ઘર-ઘરમાં જાણિતી બની છે. પહેલી વખત રિયાલિટી ટેલિવિઝનની દુનિયામાં પ્રવેશી રહેલી ઐશ્વર્યા, તેના વતનથી નજીક જ શૂટ કરવામાં આવેલી છોરિયાઁ ચલી ગાઁવને પ્રસ્તુત થતો જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

ઐશ્વર્યા ખરે ઝડપથી ભારતીય ટેલિવિઝનની સૌથી આશાસ્પદ પ્રતિભાઓમાંની એક બની ગઈ છે.

નામઅંજુમ ફકિહ:

https://www.instagram.com/nzoomfakih/?hl=en

અંજુમ ફકિહનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગીરીમાં થયો છે. તે એક બોલ્ડ અને સંકળાયેલી અભિનેત્રી છે, જેમના નિખાલસ વ્યક્તિત્વ તથા ભાવનાત્મક અભિનયથી ઘણા ચાહકો ઉભા કર્યા છે. તે ઝી ટીવીના કુંડલી ભાગ્યમાં સૃષ્ટિ અરોરાનું પાત્ર કરતી જોવા મળી હતી, જ્યાં તે એક ઉગ્ર સ્વતંત્ર મહિલાનું પાત્ર ભજવતી હતી. સ્ક્રીન પર અને બહાર તેને દિલ પર હાથ રાખવા માટે જાણિતી અંજુમ પાસે રિયાલિટી ટેલિવિઝનનો અનુભવ છે અને તે ગ્રામિણ જીવનના ભાવનાત્મક તથા શારીરિક પડકારનો સામનો કરવા માટે તૈયાર છે.

નામ- ક્રિષ્ના શ્રોફ:

https://www.instagram.com/kishushroff/?hl=en


ક્રિષ્ના શ્રોફ એ એક ફિટનેસ આંત્રપ્રિન્યોર, એમએમએ પ્રમોટર, ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર તથા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તે જેકી શ્રોફની દિકરી તથા બોલિવૂડના એક્શન અભિનેતા ટાઈગર શ્રોફની બહેન છે, તેને મેટ્રિક્સ ફાઈટ નાઇટ (એમએફએન) દ્વારા ભારતમાં મિક્સ્ડ માર્શલ આર્ટ્સની પહેલ કરીને પોતાની ઓળખ બનાવી છે. તેની ધીરજ તથા શિસ્ત માટે જાણિતી ક્રિષ્ના છોરિયાઁ ચલી ગાઁવમાં તેની રમતની ભાવના લઈને આવી છે.

નામ- રેખા સુખેજા:

https://www.instagram.com/rehasukheja/?hl=en

હૈદ્રાબાદની રેહા સુખજા એક સફળ મોડેલ અને અભિનેત્રી છે. ફેમિના મિસ ઇન્ડિયા 2010ની ફાઈનાલિસ્ટ છે, તેને ફિલ્મોમાં આવતા પહેલા ફેશનની દુનિયામાં પોતાની સુંદરતા તથા સંતોલનથી પોતાનું નામ બનાવ્યું છે. રેહાને બ્લોકબસ્ટર મૂવી ‘જવાન’માં તેની ભૂમિકા માટે દેશવ્યાપી ઓળખ મળી હતી, જ્યાં તેની સરળ સ્ક્રીનની હાજરીએ ખૂબ જ વખાણ મેળવ્યા છે.

નામ- રમીત સાંધુ:

https://www.instagram.com/rameet_sandhu/?hl=en \

યુકેમાં જન્મેલી, રમીત સંધુ એક બ્રિટિશ-ભારતીય અભિનેત્રી, ગાયિકા અને મોડેલ છે. તેને પોતાની અભિનયની યાત્રા શરૂ કરી અને તેને અભિયનમાં તેની વૈવિધ્યતાસભર ભૂમિકા તથા શૈલીઓ સાથે અનુકૂળતા સાધવાની ક્ષમતા દર્શાવવામાં આવી હતી. ભારતમાં તેને 2017માં પંજાબી ફિલ્મ માહી એનઆરઆઇમાં તેની ભૂમિકાથી તેને પ્રસિદ્ધી મળી હતી, જેમાં તે હાર્ડી સંધુ સાથે અભિયન કર્યો હતો. અભિનય ઉપરાંત રમીત એક પ્રતિભાશાળી ગાયિકા પણ છે, જે તેના પરંપરાગત પંજાબી વાઈબ્સને આધુનિક બિટ્સ સાથે સંયોજન કરે છે, જે તેને ખૂબ જ પ્રતિભાશાળી કલાકાર બનાવે છે.

નામ- સુરભી મેહરા તથા સમૃદ્ધિ મેહરા:

https://www.instagram.com/surabhi.samriddhi/?hl=en

સુરભી અને સમૃદ્ધિ મેહરા, ચિંકી-મિંકી તરીકે જાણિતી જોડિયા બહેનો છે, તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ, કન્ટેન્ટ ક્રિએટર્સ તથા ટેલિવિઝન પર્સનાલિટી છે. નોઇડા, ઉત્તરપ્રદેશની આ બંને બહેનો તેમની સિંક્રોનાઇઝ્ડ કોમેડી એક્ટસ તથા કેટલાક રિયાલીટી શોમાં હાજરથી પ્રસિદ્ધ થઈ છે. તેમના મજબુત સંબંધો, સિંક્રોનાઇઝ્ડ મસ્તીઓ તથા તેને સંબંધિત હાસ્યએ તેમને ઝેન ઝી માટે આઇકોન બનાવ્યા છે.

નામ- એરિકા પેકડર્ડ:

https://www.instagram.com/erikapackard/?hl=en


એરિકા પેકર્ડ એ સ્પોટલાઈટ માટે જરા પણ અજાણી નથી. બોલિવૂડથી પ્રસિદ્ધ ગેવિન પેકર્ડની પુત્રી છે, તે એક સફળ મોડેલ, ફેશનિસ્ટા તથા રિયાલિટી ટેલિવિઝન પર્સનાલિટી તરીકે પોતાનો રસ્તો બનાવ્યો છે. તેના ઉત્સાહી વાતાવરણ, ઉગ્ર રનવે વૉક તથા આકર્ષક સુવિધાઓ સાથે, એરિકા ટોચના ડિઝાઇનર્સ માટે વૉક કરી ચૂકી છે અને મુખ્ય ફેશન ઝુંબેશોમાં ભાગ લીધો હતો. તને અગાઉ રિયાલિટી શોમાં પણ દેખાઈ હતી, જ્યાં તેને તેના અનફિલ્ટર, બોલ્ડ વ્યક્તિત્વથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા.

નામ- સુમુખી સુરેશ:

https://www.instagram.com/sumukhisuresh/?hl=en


સુમુખી સુરેશ પ્રતિભાનું પાવરહાઉસ, હાસ્ય કલાકાર, લેખિકા, અભિનેત્રી તથા વાર્તાકાર છે. ઓટીટી પ્લેટફોર્મ માટે વિવેચકો દ્વારા વખાણાયેલી પુષ્પવલ્લીમાં અભિનય કરવા તથા તેનું નિર્માણ કરવા માટે જાણિતી, સુમુખીએ કોમિકિસ્તાનમાં માર્ગદર્શક અને ન્યાયાધીશની ભૂમિકા પણ ભજવી હતી, જે એક શો છે, જેણે ભારતીય સ્ટેન્ડ-અપને નવવ્યાખ્યાયિત કર્યું હતું. તેને તાજેતરમાં એક લોકપ્રિય ઓટીટી શો, ધ રોયલ્સમાં જોવા મળી હતી, જેમાં તેની અભિનેત્રી તરીકેની વૈવિધ્યતા વધુ દર્શાવવામાં આવી હતી. અત્યંત હોશિયાર તથા બુદ્ધિશાળી હોવાને લીધે તે ઘણી વખત ભારતીય કન્ટેન્ટ ક્ષેત્રમાં સૌથી રમુજી અને મૌલિક અવાજોમાંની એક તરીકે તેને વખાણવામાં આવી છે.

નામ- ડોલી જાવેદ:

https://www.instagram.com/_dollyjaved/?hl=en

ઉત્તર પ્રદેશના લખનૌની રહેવાસી તથા પ્રસિદ્ધ સોશિયલ મીડિયા પર્સનાલિટી ઉર્ફી જાવેદની નાની બહેન ડોલી જાવેદ એ ડિજિટલ ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. તેને એક લોકપ્રિય ડિજિટલ રિયાલિટી શોમાં ભાગ લઈને જિત્યો છે, જેના લીધે તેને દર્શકોનો ખૂબ જ પ્રેમ તથા ઓળખ મેળવી છે. તે તેના સંબંધિત સોશિયલ મીડિયા કન્ટેન્ટ માટે પણ જાણિતી છે, જેમાં લાઈફસ્ટાઈલ વિડીયોઝ તથા કેઝ્યુઅલ સ્ટાઈલ પોસ્ટ્સનો પણ સમાવેશ થાય છે.