October 15, 2025

ટ્વિંકલ પટેલનો શોખીનો સપનોથી સજ્જ નવા ઇનિંગ્સની શરૂઆત: અમદાવાદમાં “ફ્લોરિયનહુરેલ હેર કોટ્યુર એન્ડ સ્પા”નું ભવ્ય ઉદ્ઘાટન

  • ગુજરાતમાં પ્રથમ AI આધારિત બ્યુટી અને વેલનેસ લાવતો લક્ઝરી સલૂન અને સ્પા

અમદાવાદ, 6 ઑગસ્ટ, 2025 – મુંબઈમાં પોતાના ફ્લેગશિપ સલૂનના ભવ્ય સફળતા બાદ અને ટેક્નોલોજી આધારિત વેલનેસ સર્વિસીઝ લોન્ચ પછી, સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ ફ્લોરિયન હ્યુરેલ હવે ગુજરાતમાં ભવ્ય શરૂઆત કરવા માટે તૈયાર છે.. અમદાવાદમાં પ્રથમ વખત ફ્લોરિયન હ્યુરલ હેર કોચર એન્ડ સ્પા 6 ઑગસ્ટથી શરૂ થયું છે,જે ભારતના સૌથી ગતિશીલ અને ઝડપથી વિકસતા બજારોમાંના એકમાં બ્રાન્ડના વિસ્તરણને ચિહ્નિત કરે છે. આ હેર કોચરનું પ્રખ્યાત ગુજરાતી અભિનેત્રી અને ઈનફ્લુએન્સર ટ્વિન્કલ પટેલ દ્વારા સંચાલન કરવામાં આવશે. ઉદ્ધાટન પ્રસંગે ફ્લોરિયન હ્યુરેલ, ટ્વિન્કલ પટેલ ઉપરાંત સુપ્રસિદ્ધ બૉલીવુડ અભિનેત્રી વાણી કપૂર ઉપસ્થિત રહ્યાં હતા.

સિંધુ ભવન રોડ પાસે 7,500 ચોરસ ફૂટમાં ફેલાયેલું, ફ્લોરિયન હ્યુરેલ હેર કોચર એન્ડ સ્પા હવે અમદાવાદમાં સુંદરતા અને સુખાકારીને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યું છે. તે એક એવી જગ્યા છે જ્યાં વર્લ્ડ- ક્લાસ સર્વિસીઝ, કટિંગ- એજ ટેક્નોલોજી અને લકઝરી એક્સપિરિયન્સ એકસાથે આવે છે. પરંતુ આ સલૂનની ભવ્યતા પાછળ એક ગાઢ વિચાર રહેલો છે – તે માત્ર એક સુંદરતાનું કેન્દ્ર નથી, પરંતુ એક એવું સ્થળ છે જ્યાં જુસ્સો અને શક્યતાઓ એકસાથે ખીલે છે. અહીં, દરેક સ્ટાઈલિશને ઇન્ટરનેશનલ ટ્રેનિંગ, મીનિંગફુલ એક્સપિરિયન્સ અને વિકાસની તકો આપવામાં આવે છે. ટીમના સભ્યોએ મુંબઈના ફ્લેગશિપ સ્ટોરમાં મેળવેલી કુશળતા અને અનુભવને અમદાવાદ લાવ્યા છે, જે ફ્લોરિયન હ્યુરેલના શિક્ષણ અને શ્રેષ્ઠતાના વારસાને આ નવા શહેરમાં આગળ લઈ જાય છે. પ્રતિભાને ઓળખવી, તેનું પાલન કરવું અને પ્લેટફોર્મ આપવું એ ફ્લોરિયન હ્યુરેલ હેર કોચર એન્ડ સ્પાની સાચી ઓળખ છે.

આ લોન્ચ પ્રસંગે બોલતા, ફ્લોરિયન હ્યુરેલ સલોન્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ચેરમેન શ્રી ફ્લોરિયન હ્યુરેલે જણાવ્યું હતું કે, “અમદાવાદ શહેરમાં અમારા પ્રથમ પ્રીમિયમ ફ્લોરિયન હ્યુરેલ હેર કોચર અને સ્પાની શરૂઆત પર હું ખૂબ આનંદ અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ કસ્ટમાઇઝ્ડ એટમોસ્ફિયર અમારા ઉચ્ચ તાલીમ પામેલા સેવા નિષ્ણાત દ્વારા દેખરેખ હેઠળ હેર, બ્યુટી અને વેલનેસ પ્રોડક્ટ્સ અને સર્વિસીઝની વિશાળ શ્રેણી દ્વારા બ્યુટી, લકઝરી અને રજુવિનેશનનો અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરવા માટે રચાયેલ છે.

ટ્વિંકલ પટેલે જણાવ્યું કે તેઓ ખૂબ ઉત્સાહિત છે કે આ પ્રકારનો વિશ્વસ્તરિય અનુભવ હવે અમદાવાદમાં ઉપલબ્ધ છે, જ્યાં દરેક વિઝીટરને ખાસ લાગણી થાય એ રીતે સર્વિસમાં ધ્યાન આપવામાં આવશે. અદ્યતન ટેક્નોલોજી, શાંતિમય વાતાવરણ અને કસ્ટમાઇઝ્ડ ટ્રીટમેન્ટ્સ અહીંના વિશેષ પાસાં છે.

સુપ્રસિદ્ધ બૉલીવુડ અભિનેત્રી વાણી કપૂર જણાવે છે કે, “ફ્લોરિયન હ્યુરલના હાથમાં મેજિક છે. તેઓ હંમેશા કોઈપણ સેલિબ્રિટીના લૂકને અલગ લેવલ પર લઇ જાય છે. અમદાવાદ માટે તેઓ જે અનુભવ લઈને આવ્યા છે, તે ખરેખર ખાસ છે. મને ખુશી છે કે હવે અહીંના લોકોને પણ તેનો ફાયદો મળશે. અમદાવાદે જે એનર્જી, વાઈબ અને ઈકોનોમિક  બતાવ્યો છે, એ તેમને આ લક્ઝરી ડિઝર્વિંગ બનાવે છે.”

અમદાવાદમાં એઆઈ-પાવર્ડ ટ્રીટમેન્ટ :

આ ક્ષેત્રમાં સૌપ્રથમ, ન્યૂહેર કોચર અને સ્પા AI સ્કેલ્પ અને સ્કિન એનાલિસિસ રજૂ કરે છે, જે ડેટા-આધારિત ડાયગ્નોસ્ટિક્સનો ઉપયોગ કરે છે, જે ઓઇલીનેસ, ડેન્ડ્રફ અને ડ્રાયનેસથી લઈને પિગમેન્ટેશન અને સેન્સિટિવિટી સુધીની સ્કેલ્પ અને  સ્કિન કન્સર્નને સેકન્ડોમાં ઓળખે છે. પરિણામો વ્યક્તિગત જરૂરિયાતો અનુસાર સારવારને ચોક્કસ રીતે તૈયાર કરવામાં મદદ કરે છે, ઝડપી અને વધુ અસરકારક પરિણામો પ્રદાન કરે છે.

મુખ્ય ઓફરોમાં શામેલ છે:

AI-પાવર્ડ કોરિયન સ્કેલ્પ ટ્રીટમેન્ટ્સ: એક મલ્ટી – સ્ટેપ રિચ્યુઅલ કે જે  એશિયન ઇસ્ટર્ન હીલિંગને આધુનિક નિદાન સાથે મિશ્રિત કરે છે. આ ટ્રીટમેન્ટમાં વ્યક્તિગત AI સ્કેલ્પ એનાલિસિસ, સાઉન્ડ થેરાપી, એરોમાથેરાપી, હાઈ- ફ્રિક્વન્સી સિમ્યુલેશન, રેડ લાઇટ થેરાપી અને નોરિશિંગ શેમ્પૂ અને રેસ્ટ્રોટેટિવ માસ્કનો સમાવેશ થાય છે જે તમારા સ્કેલ્પને તાજગી આપે છે અને તમારા મનને શાંત રાખે છે.

AI-ઇન્ટિગ્રેટેડ હાઇડ્રાફેશિયલ: આ અદ્યતન ફેશિયલ એક્સફોલિયેશન, ડીપ હાઇડ્રેશન, મેસો ઇન્ફ્યુઝન અને રેડિયો ફ્રીક્વન્સી ટાઇટનિંગને જોડે છે. AI સ્કિન એનાલિસિસ દ્વારા ઉન્નત, તે ફક્ત એક જ સેશનમાં ઈન્સ્ટન્ટ રેડિયન્સ, સ્મૂથર ટેક્સ્ચર અને વિઝિબલ રેજુવેનેશન પ્રદાન કરે છે.

થેરાપ્યુટિક મસાજ એક્સપિરિયન્સ

હોટ સ્ટોન મસાજ: સ્નાયુઓના તણાવને ઓછો કરવા અને ડીપ રિલેક્સેશનને પ્રોત્સાહન આપવા માટે હોટ સ્ટોન મસાજનો ઉપયોગ થાય છે.

બામ્બૂ મસાજ – એવા લોકો માટે રચાયેલ છે જેઓ ઈન્ટેન્સ બોડીવર્કનો આનંદ માણે છે, રક્ત પરિભ્રમણને પ્રોત્સાહન આપે છે અને સ્નાયુઓને ઝડપી પુનઃપ્રાપ્તિ આપે છે.

રોઝ પેટલ સાથે કપલ મસાજ – એક લક્ઝરિયસ એસ્કેપ જેમાં સ્ટીમ, સૂધિંગ અને પ્રાઇવેટ સ્પા સેટિંગમાં સિરીન કનેક્શનનો સમાવેશ થાય છે.

પોતાની ઇનોવેટિવ ઓફરો, લક્ઝરી ડિઝાઇન અને એક્સપર્ટ ટીમ સાથે, ફ્લોરિયન હ્યુરેલ હેર કોચર એન્ડ સ્પા અમદાવાદનું બ્યુટી, હેર અને હોલિસ્ટિક વેલનેસ માટે સૌથી વધુ માંગવામાં આવતું સ્થળ બનવા માટે તૈયાર છે.