- અમદાવાદના ઔડા ઓડિટોરિયમ ખાતે દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ (DMFT) દ્વારા નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીઝ (NASSCOM) અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ના સંયુક્ત પ્રયાસોથી આ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ: અમદાવાદમાં “દેવાંગ મહેતા આઇટી એવોર્ડ્સ 2025” તથા “મેવરિક ઇફેક્ટ AI ચેલેન્જ 2025″નું આયોજન કરાયું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ સ્વ. દેવાંગ મહેતાના વારસાને માન આપવા માટે આયોજિત કરવામાં આવે છે, જે એકદૂરદર્શી લીડર હતા. અમદાવાદના ઔડા ઓડિટોરિયમ ખાતે દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ (DMFT) દ્વારા નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીઝ (NASSCOM) અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ના સંયુક્ત પ્રયાસોથી આ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવાંગ મહેતાની જન્મજયંતિ પર દર વર્ષે આયોજિત, તેઓ તેમના વારસાની ઉજવણી કરે છે અને ભારતમાં IT નેતાઓની આગામી પેઢીને પ્રેરણા આપે છે.આ સાથે જ દેવાંગ મેહતા મેમોરિયલ લેક્ચર 2025નું આયોજન કરાયું હતું કરાયું હતું, જેના મુખ્ય વક્તા ડૉ.આનંદ દેશપાંડે હતા. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી,ગવર્મેન્ટ ઓફ ગુજરાત તથા ગુજરાત ઇન્ફોર્મેશન લિમિટેડ (અ ગવર્મેન્ટ ઓફ ગુજરાત કંપની)ના સહયોગથી આયોજિત આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય ગુજરાતમાં ઈજનેરો માટે ટેલેન્ટ પૂલ બનાવવાનો અને ભાવિ મેરીટોરીયસ વિદ્યાર્થીઓને ઉદ્યોગ સમક્ષ પ્રદર્શિત કરવાનો, કૌશલ્યના અંતરનું મૂલ્યાંકન કરવાનો અને પ્રદેશના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટેકો આપવાનો છે. આ પ્રતિષ્ઠિત દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સની 13મી આવૃત્તિ છે, જે ગુજરાતના આઈટી ક્ષેત્રની અનન્ય યુવા પ્રતિભાને ઓળખવા અને પ્રોત્સાહિત કરવા માટે રચાયેલ પ્લેટફોર્મ છે. આ વર્ષે, ઇવેન્ટમાં જબરજસ્ત ભાગીદારી જોવા મળી હતી. શ્રી હરીશ મહેતા (મેનેજિંગ ટ્રસ્ટી, દેવાંગ મેહતા ફાઉન્ડેશન ટ્રસ્ટ) (ઓનવર્ડ ટેક્નોલોજીસ લિમિટેડના સ્થાપક, નાસ્કોમના સહ-સ્થાપક અને ધ મેવેરિક ઇફેક્ટના લેખક), એ માહિતી આપી હતી કે, આ એક એવું પ્લેટફોર્મ છે જે IT ક્ષેત્રમાં અનોખીપ્રતિભાઓને ઓળખવા અને પ્રોત્સાહિત કરવા માટે રચાયેલ છે. શ્રી પ્રણવ પંડ્યા (કો- ફાઉન્ડર અને ચેરમેન, દેવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી લિમિટેડ (DEV IT), ઈમિજિયેટ પાસ્ટ ચેરમેન & ઓનરરી ડાયરેક્ટર ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ અને સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (GESIA આઇટી એસોશિએશન)ની વિશેષ ઉપસ્થિતિ રહી. ઉલ્લેખનીય છે કે,શ્રીમતી કૈલાશબેન ઠાકર એ દેવાંગ મેહતા ફાઉન્ડેશન ટ્રસ્ટ મનેજિંગ ટ્રસ્ટી છે અને શ્રી જૈમિન શાહ એ દેવાંગ મેહતા ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી છે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ. આનંદ દેશપાંડે (ફાઉન્ડર, ચેરેમન & એમડી- પરસિસ્ટન્સ સિસ્ટમ્સ), ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડૉ. રાજુલ ગજ્જર, વાઈસ ચાન્સેલર , ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટી), સ્પેશિયલ ગેસ્ટ તરીકે શ્રી મિતુલ પટેલ (સીઈઓ, વાધવાની ફાઉન્ડેશન) ઉપસ્થિત રહ્યાં હતા.GTU અને નોન-GTU IT એન્જિનિયરિંગ કોલેજોના આશરે 1000 ટોપર્સનું સ્ટેજ પર સન્માન કરવામાં આવ્યું હતું.

દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સની 13મી આવૃત્તિને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો. જેમાં ગુજરાતની 41 કોલેજો/યુનિવર્સિટી તરફથી 225 પ્રોજેક્ટ્સ પ્રાપ્ત થયા હતા. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને સુરેન્દ્રનગર સહિતના મુખ્ય શહેરોના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે પોતાની એન્ટ્રીઓ સબમિટ કરી હતી. આમાંથી14 પ્રોજેક્ટ્સ જ્યુરી દ્વારા અંતિમ મૂલ્યાંકન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટીમોને વ્યક્તિગત પ્રેઝન્ટેશન માટે અમદાવાદ બોલાવવામાં આવી હતી અને અંતે જ્યુરીએ નીચેના વિજેતાઓની ઘોષણા કરી .
દેવાંગ મહેતા આઇટી પુરસ્કાર વિજેતાઓ:- આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા – વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જીનિયરિંગ કોલેજ, ચાંદખેડાના વિદ્યાર્થીઓ ચૌહાણ તીર્થ, પ્રજાપતિ ઝીલ, યતિશકુમાર ગાંધી અને રિશી ચૌહાણ હતા અને તેમના પ્રોજેક્ટનું નામ ધ હાઈ વોલ્ટેજ ડિટેક્ટિંગ હેલ્મેટ વીથ ઓડિયો & એલઈડી ઈલ્યુમિનેશન હતું. દ્વિતીય વિજેતા બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના વિદ્યાર્થી મરાઠે ધ્રુવ વિજય હતા અને તેમના પ્રોજેક્ટનું નામ ઉર્જા : રિચાર્જિંગ જંકશન ફોર ઓટોમેટિવ ઈવીએસ બેઝડ ઓન ડબલ્યુપીટી સિસ્ટમ હતું. તૃતીય વિજેતા એલ.ડી. કોલેજ ઓફ એન્જીનિયરિંગના વિદ્યાર્થીઓ પરિધી કર્મકર, તનય ચતુર્વેદી, નંદિની શર્મા હતા. તેમના પ્રોજેક્ટનું નામ એઆઈ પાવર્ડ ડ્રોન ફોર પ્રેસિશન ક્રોપ મોનિટરિંગ (ગરુડા) હતું. અને દરેક ટીમને 1 લાખ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવી.
દેવાંગ મહેતા IT એવોર્ડ્સ 2025 ની સાથે સાથે, દેવાંગ મેહતા ફાઉન્ડેશન અને GTU એ શ્રી હરીશ મહેતાના સહયોગથી મેવરિક ઇફેક્ટ AI ચેલેન્જ 2025 નું આયોજન કર્યું હતું. મેવેરિક ઇફેક્ટ એઆઈ ચેલેન્જ શ્રી હરીશ મહેતા દ્વારા લખાયેલ બેસ્ટ સેલિંગ પુસ્તક ધ મેવેરિક ઇફેક્ટથી પ્રેરિત છે. આ ચેલેન્જ વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ ઉકેલવા, નવીનતા, નેતૃત્વ અને ટેક પ્રતિભાની આગામી પેઢીમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે એઆઈની શક્તિનું અન્વેષણ કરવા પ્રોત્સાહિત કરે છે.કુલ 80 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો અને જ્યુરીએ ફાઇનલ રાઉન્ડ માટે 22 પ્રોજેક્ટને શોર્ટલિસ્ટ કર્યું. ફાઇનલ પ્રેઝન્ટેશન માટે તમામ 22 ટીમોને અમદાવાદ ખાતે બોલાવવામાં આવી હતી.

મેવરિક ઇફેક્ટ એઆઈ ચેલેન્જ 2025 :- આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા – નિરમા યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ ભવ્યા વસાવડા, આર્યન દાવરા, આરુષ શ્રોત્રિય, રેયાન શાહ, અભિનવ દીક્ષિત રહ્યાં હતા અને તેમના પ્રોજેક્ટનું નામ એઆઈ ફોર સસ્ટેનેબલ અર્બન & રૂરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું. દ્વિતીય વિજેતા ન્યૂ એલજે ઈન્સ્ટિયૂટ ઓફ એન્જીનીયરીંગ & ટેક્નોલોજીના વિદ્યાર્થીઓ યાદવ કુલદીપસિંહ મહેશ, મહેતા વત્સલ, પોપટ તીર્થ, કલાલ વેદાંત રહ્યાં હતા અને તેમના પ્રોજેક્ટનું નામ એઆઈ ફોર ડિજિટલ લિટરસી & સ્કિલ ડેવલોપમેન્ટ હતું. તૃતીય વિજેતા છોટુભાઈ ગોપાલભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓ સિણોજીયા શનિ, મીટ સાપરીયા, પલ પટેલ, ટીશા પટેલ રહ્યાં હતા અને તેમના પ્રોજેક્ટનું નામ એઆઈ ફોર સોશિયલ કૉઝીઝ & એથિકલ ઈનોવેશન હતું. પ્રથમ વિજેતાને રૂ. 1,00,000, દ્વિતીય વિજેતાને રૂ. 90,000 અને તૃતીય વિજેતાને રૂ. 80,000 ઈનામી રકમ આપવામાં આવી.
દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ આઈટી એવોર્ડના વિજેતાઓની પસંદગી તેમના પ્રોજેક્ટના બહુવિધ પરિમાણોમાં વ્યાપક મૂલ્યાંકનના આધારે કરવામાં આવ્યું. મુખ્ય માપદંડોમાં મૌલિકતા, નવીન અભિગમ, સ્થાયી સામાજિક પ્રભાવની સંભાવના, અમલીકરણની શક્યતા, માપનીયતા અને અસરકારક રજૂઆત અને સંચાર કૌશલ્યનો સમાવેશ થાય છે. મેવેરિક ચેલેન્જ માટે, વિદ્યાર્થીઓને વાસ્તવિક-વિશ્વની પાંચ સમસ્યાઓ આપવામાં આવી હતી, જેમાંથી તેઓએ સમસ્યાનું નિવેદન પસંદ કરવું અને AI-સંબંધિત ઉકેલ પ્રદાન કરવાની જરૂર હતી. જ્યુરીનું મૂલ્યાંકન નીચેના માપદંડો પર આધારિત હતું: સમસ્યા નિવેદનની સુસંગતતા, નવીનતા અને ટેક્નિકલ ઇનોવેશન, તકનીકી ચોકસાઈ, અમલીકરણની ગુણવત્તા, માપનીયતા અને અસર અને પ્રસ્તુતિ.
જ્યુરીનું મૂલ્યાંકન આ માપદંડો પર આધારિત હતા: રેલવન્સ,સમસ્યા નિવેદનની નવીનતા અને સર્જનાત્મકતા,ટેકનિકલ એક્યુરસી, ઇમ્પ્લિમેન્ટેશન ક્વાલિટી, સ્કેલબિલિટી અને ઈમ્પૅક્ટ અનેડ પ્રેઝેન્ટેશન. દેવાંગ મહેતા આઇટી એવોર્ડ્સના સહભાગીઓને ઇન્ડસ્ટ્રીના માર્ગદર્શકો સુધી પહોંચ, આઇટી ઇકોસિસ્ટમનો સંપર્ક અને પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર માન્યતા મળે છે. આ કાર્યક્રમ દેવાંગ મહેતાના વારસાનું સન્માન કરે છે, જે ભારતના આઇટી વિકાસમાં મુખ્ય વ્યક્તિ છે, જે વિદ્યાર્થીઓને અસરકારક કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપે છે. મેવેરિક ઇફેક્ટ એઆઈ ચેલેન્જના વિજેતાઓને આઇટી ઉદ્યોગના નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મળશે, રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત આઇટી સંમેલનની મુલાકાત લેશે, પુરસ્કારો અને ટ્રોફી મળશે, ભાગીદારી પ્રમાણપત્રો પ્રાપ્ત થશે, જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ તરફથી ઇન્ક્યુબેશન અને સાહસ સહાય માટે એક ખાસ પત્ર પ્રાપ્ત થશે.
More Stories
રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટીનો 21મો સમારોહ યોજાયો
યુફોરિયા ચેપ્ટર. પાર્થ એ પોતાના હેક્ઝાઈમર્સિવ™ અનુભવથી અમદાવાદને કર્યું મંત્રમુગ્ધ
અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF) ના ઉદ્ઘાટનમાં કલા, સાહિત્ય અને સંસ્કૃતિનો સંગમ