અમદાવાદ : ભારતના પ્રતિષ્ઠિત ગ્રોથ એવોર્ડ્સ – 2025માં “સેતુ મીડિયા મેનેજમેન્ટ પ્રા. લિ.”એ ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. અમદાવાદ માં YMCA ઈન્ટરનેશનલ સેન્ટરમાં યોજાયેલા આ ભવ્ય એવોર્ડ શોમાં કંપનીને “બેસ્ટ પીઆર એજન્સી ઑફ ગુજરાત”નો પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.

સેતુ મીડિયા મેનેજમેન્ટ પ્રા. લિ. ઘણાં વર્ષોથી પીઆર ક્ષેત્રે નવીનતા, વ્યાવસાયિકતા અને પ્રભાવશાળી કેમ્પેઈન્સ માટે જાણીતી રહી છે. કંપનીએ અનેક રાષ્ટ્રીય અને પ્રાદેશિક બ્રાન્ડ્સ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સ્ટાર્ટઅપ્સ, કોર્પોરેટ્સ અને સામાજિક સંસ્થાઓ સાથે કામ કરી સફળ પ્રોજેક્ટ્સને આકાર આપ્યા છે. તેમના સ્ટ્રેટેજિક અભિગમ અને કન્ટેન્ટ ડ્રિવન કેમ્પેઈન્સને કારણે ક્લાયન્ટ્સ વચ્ચે મજબૂત વિશ્વાસ ઉભો થયો છે.
આ પ્રસંગે કંપનીના ડાયરેક્ટર્સ રાજેશ હિંગુ તથા વર્ષા હિંગુએ જણાવ્યું હતું કે, “આ એવોર્ડ અમારી ટીમની મહેનત, ક્રિએટિવિટી અને ક્લાયન્ટના વિશ્વાસનું પરિણામ છે. ગુજરાતમાં પીઆર ઇન્ડસ્ટ્રીને વધુ ઊંચાઈએ લઈ જવાની અમારી પ્રતિબદ્ધતા આ એવોર્ડ દ્વારા વધુ મજબૂત બની છે. આગળ પણ અમે નવા વિચાર, ડિજિટલ અપગ્રેડેશન અને ઈનોવેશન દ્વારા ઇન્ડસ્ટ્રીમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા રહીશું.”
ગ્રોથ એવોર્ડ્સ 2025માં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ઉદ્યોગસાહસિકો અને પ્રોફેશનલ્સની સિદ્ધિઓને સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠિત સન્માન સેતુ મીડિયા મેનેજમેન્ટ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થયું છે.

More Stories
એતિહાદ એરવેઝનો ઇતિહાસ: AirlineRatings.com ગ્લોબલ સેફ્ટી રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવનાર પ્રથમ ગલ્ફ કેરિયર
ACMA Automechanika New Delhi 2026: 19 દેશોના 800 થી વધુ એક્ઝિબિટર્સ સાથે અત્યાર સુધીની સૌથી મોટી એડિશન યોજાશે
દિનેશ હોલ, અમદાવાદ ખાતે સ્મરણિય સાંસ્કૃતિક સંધ્યા