અમદાવાદ, સપ્ટેમ્બર, 2025 : ક્વોન્ટમ એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ (ક્વોન્ટમ એએમસી) એ આજે અમદાવાદમાં તેની હાજરી દર્શાવતા એક નવા ચેપ્ટરની શરૂઆતની જાહેરાત કરી છે, જે ભારતના સૌથી ગતિશીલ નાણાકીય કેન્દ્રોમાંના એકમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવે છે.
આ પ્રસંગે બોલતા, ક્વોન્ટમ એએમસીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સીમંત શુક્લાએ જણાવ્યું હતું કે, “ગુજરાત આજે ભારતની મ્યુચ્યુઅલ ફંડ સંપત્તિના લગભગ 8.8%નું પ્રતિનિધિત્વ કરે છે, જે ઓગસ્ટ 2025 સુધીમાં આશરે રૂ. 5.50 લાખ કરોડની એયુએમ છે – જે રાજ્યની ગ્રોઇન્ગ ફાઇનાન્શિયલ સોફિસ્ટિકેશન અને ઈન્વેસ્ટર પાર્ટીસીપેશનનું સ્પષ્ટ સૂચક છે. ગુજરાતનું આજે એયુએમ 2009 માં ભારતના કુલ એયુએમ જેટલું જ છે. અમદાવાદ એક મુખ્ય આર્થિક એન્જિન તરીકે સેવા આપી રહ્યું છે – ગુજરાતના જીડીપી માં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે અને મજબૂત વ્યવસાય, છૂટક અને એચએનઆઈ નેટવર્ક દ્વારા સમર્થિત છે – અહીં અમારું નવું વ્યવસાય કેન્દ્ર જોડાણને વધુ ગાઢ બનાવવા, સારી સેવા પ્રદાન કરવા અને સમૃદ્ધ રોકાણકારોની સંભાવનાનો ઉપયોગ કરવા માટે એક વ્યૂહાત્મક પગલું છે.
ક્વોન્ટમ એએમસીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર ચિરાગ મહેતાએ ઉમેર્યું, “એક ગુજરાતી તરીકે, હું આ બજાર સાથે ગાઢ જોડાણ અનુભવું છું. ગુજરાત હંમેશા તેની નાણાકીય સમજદારી અને ઉદ્યોગસાહસિક ઊર્જા માટે જાણીતું રહ્યું છે – જે ગુણો ક્વોન્ટમ ખાતે અમારી ફિલસૂફી સાથે મજબૂત રીતે સુસંગત છે. અમદાવાદમાં અમારી હાજરી સાથે, અમે પારદર્શક, શિસ્તબદ્ધ અને લાંબા ગાળાના રોકાણ ઉકેલો સાથે અહીં રોકાણકારોને વધુ સશક્ત બનાવવાનો ઉદ્દેશ્ય રાખીએ છીએ.”

ગુજરાત, અને ખાસ કરીને અમદાવાદ, ઐતિહાસિક રીતે ભારતના આર્થિક અને ઉદ્યોગસાહસિક વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવ્યું છે. વ્યવસાય અને રોકાણની તેની ઊંડા મૂળવાળી સંસ્કૃતિ માટે જાણીતું, ગુજરાત દેશમાં સૌથી વધુ હાઉસહોલ્ડ સેવિંગ રેટ્સ ધરાવે છે અને ઇક્વિટી અને મૂડી બજાર ઉત્પાદનો માટે ગાઢ રૂચિ છે. વર્ષોથી, રાજ્ય નાણાકીય સેવાઓ માટે એક સમૃદ્ધ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે, જે ઝડપથી વિકસતા રોકાણકારોના આધાર દ્વારા સમર્થિત છે જે ભારતની આર્થિક પ્રગતિમાં જાગૃત અને ભાગ લેવા આતુર છે.
ગુજરાત રાજ્યમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં સતત વૃદ્ધિ જોવા મળી છે. ઓગસ્ટ 2025 સુધીમાં, ગુજરાતની મ્યુચ્યુઅલ ફંડ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) આશરે રૂ.5.50 લાખ કરોડ હતી, જે AUM ની દ્રષ્ટિએ ભારતના ટોચના ત્રણ રાજ્યોમાંનું એક બનાવે છે. ગુજરાત દેશના કુલ મ્યુચ્યુઅલ ફંડ AUM માં લગભગ 8.8% ફાળો આપે છે – એક મોટો હિસ્સો જે વિતરણ, ઈન્વેસ્ટર આઉટરીચ અને એડવાઈઝર નેટવર્ક માટે રાજ્યના મહત્વ પર ભાર મૂકે છે.
આ વિસ્તરણ સાથે, ક્વોન્ટમ એએમસીનો ઉદ્દેશ્ય ગુજરાતમાં વધતી જતી મ્યુચ્યુઅલ ફંડ ઇકોસિસ્ટમમાં યોગદાન આપવાનો છે, જેથી વધુ રોકાણકારો સરળ, પારદર્શક અને અસરકારક રોકાણ ઉકેલો દ્વારા તેમના નાણાકીય લક્ષ્યો પ્રાપ્ત કરી શકે.
More Stories
અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF) ના ઉદ્ઘાટનમાં કલા, સાહિત્ય અને સંસ્કૃતિનો સંગમ
“લિટરેચર અને સિનેમા” ના સંગમ સાથે અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 10મી ભવ્ય એડિશન 11-12 ઓક્ટોબરે યોજાશે
આઇકોનિકે અમદાવાદના સિંધુ ભવન રોડ ખાતે ફ્લેગશિપ સ્ટોરનું અનાવરણ કર્યું – પ્રીમિયમ ફેશન એક્સ્પીરિયન્સીસમાં એક નવો બેન્ચમાર્ક