October 14, 2025

રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટીનો  21મો સમારોહ યોજાયો

અમદાવાદ : રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટીનો 21મો સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને ગુજરાત ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફીયા અને સાણંદ વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન નિગમ ચૌધરી ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે અને ઇન્ડક્શન ઓફિસર આસિસ્ટન્ટ ગવર્નર રોટેરિયન વિસ્મિક શાહ હાજર રહ્યા હતા. રોટરી મેજેસ્ટી પ્રમુખ ગુણવંત ઢોલરીયા, સેક્રેટરી પ્રદીપ તિવારી અને બોર્ડ મેમ્બરે શપથ લઇ પોતાના હોદ્દા પ્રમાણે આવનારા સમયમાં સેવાકીય કામ કરશું એની ખાતરી આપી હતી. આ પ્રસંગે 34 નવા સભ્યોને મેજેસ્ટી ક્લબમાં જોડવામાં આવ્યા હતા.