October 16, 2025

“JITO  લેડીઝ વિંગ”ની નવી ટીમની ઇન્સ્ટોલેશન સેરેમની ભવ્ય રીતે યોજાઈ

અમદાવાદ: JITO (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) લેડીઝ વિંગના આ વર્ષના અધ્યાયની શરૂઆત એક ભવ્ય સમારંભ સાથે થઈ. વર્ષ 2025-26 માટે JLW ( JITO લેડીઝ વિંગ)ના ચેરપર્સન શ્રીમતી અનુજા શાહ અને તેમની નવી ટીમના ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન 15મી ઓક્ટોબર, 2025ના રોજ જેડ બેન્કવેટ ખાતે કરવામાં આવ્યું હતું.

આયોજિત સેરેમનીમાં શ્રી રાજીવ છાજર (ચેરમેન, JITO અમદાવાદ ચેપ્ટરના ચેરમેન) ના નેતૃત્વ હેઠળ JITO લેડીઝ વિંગના ચેરપર્સન શ્રીમતી અનુજા શાહ અને તેમની કમિટી ટીમ તરીકે રેણુ છાજર (JLW સિનિયર વાઇસ ચેરપર્સન),  અમી હાપાણી (JLW ચીફ સેક્રેટરી) અને ધ્રુમા શાહ (JLW ટ્રેઝરર), વાઇસ ચેરપર્સન તરીકે અર્ચિતા શાહ , સારિકા સંઘવી અને નીતા રૂપાણી તેમજ  જોઈન્ટ સેક્રેટરી તરીકે ભાવિકા જૈન અને હેમાંગી શાહ સાથે જોઈન્ટ ટ્રેઝરરમાં તમન્ના શાહ અને પલક શાહ  એ પદભાર સંભાળ્યો.

JITO લેડીઝ વિંગ સતત મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતા તરફ પ્રયાણશીલ છે. વિંગમાં આજે 750થી વધુ સભ્યો જોડાયેલા છે, જે મળીને સમાજમાં મહિલાઓની પ્રગતિ માટે કાર્યરત છે. વિંગ દ્વારા JITO ના મહિલા સભ્યો માટે બિઝનેસ ડેવલોપમેન્ટ, સ્કિલ ડેવલોપમેન્ટ અને સર્વિસ  ક્ષેત્રે વિવિધ પહેલો હાથ ધરવામાં આવે છે. આ મંચ મહિલાઓને તેમની પ્રતિભાને વધુ આગળ લાવવા માટે દિશાનિર્દેશ આપે છે અને તેમને વ્યાવસાયિક રીતે વિકાસ કરવા માટે પ્રેરણા આપે છે.

આગામી સમયમાં વિંગ દ્વારા મહિલાઓ તથા ગૃહિણીઓની કુશળતા વિકસાવવા માટે વિવિધ એક્ઝિબિશન અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત, જે જૈન મહિલાઓ પોતાના પતિ અથવા પરિવારના સભ્યના વ્યવસાયમાં સહયોગ આપે છે, તેમની માટે વિંગ  માર્કેટિંગ અને નેટવર્કિંગ સપોર્ટ પૂરો પાડે છે.

વિંગ મહિલાઓને પોતાના પ્રોડક્ટ્સ અને સેવાઓ સીધા ગ્રાહકો સુધી પહોંચાડવા માટે B2C ઇવેન્ટ્સનું પણ આયોજન કરે છે. આ રીતે, JITO લેડીઝ વિંગ મહિલાઓના આત્મવિશ્વાસને મજબૂત બનાવવાની અને સમાજમાં તેમની ભૂમિકાને વધુ પ્રતિષ્ઠિત બનાવવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે.

આ નવી ટીમના નેતૃત્વ હેઠળ JITO લેડીઝ વિંગ મહિલાઓ માટે વધુ ઈનોવેટિવ અને ઈમ્પેક્ટફુલ પહેલો હાથ ધરવા પ્રતિબદ્ધ છે. વ્યવસાયિક માર્ગદર્શન, નેટવર્ક બિલ્ડિંગ, ફાઇનાન્સિયલ લિટરેસી વર્કશોપ્સ તથા સોશિયલ વેલફેર પ્રોજેક્ટ્સ દ્વારા વિંગ મહિલાઓને માત્ર આર્થિક રીતે જ નહીં પરંતુ સામાજિક રીતે પણ સશક્ત બનાવવા માટે કાર્ય કરશે. મહિલા સભ્યોને એક પ્લેટફોર્મ મળી રહે, જ્યાં તેઓ વિચાર, અનુભવ અને તકની આપલે કરી શકે એ જ આ નવા અધ્યાયનું વિઝન છે.

JITO લેડીઝ વિંગ, અમદાવાદ એ મહિલાઓની શક્તિ, સમર્પણ અને સફળતાનું પ્રતીક કહી શકાય.