ગુજરાતમાં ચાલી રહેલા “કર્જામુક્તિ અભિયાન” હેઠળ હજારો લોકોએ પોતાના કર્જમાંથી મુક્તિ મેળવવા માટે અરજી કરી છે. 2022ના જુલાઇ મહિનાથી શરૂ થયેલું આ અભિયાન હવે રાજ્યભરમાં વ્યાપક બની ગયું છે અને અત્યાર સુધીમાં ગુજરાતભરના આશરે 1.5 લાખથી વધુ લોકોએ પોતાના કર્જ માફી માટે અરજી કરી છે. આ અભિયાનના આયોજકો એ આજે અમદાવાદ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે જે લોકોએ કર્જમુક્તિ માટે ફોર્મ ભર્યા છે, તેમને 31 ઓક્ટોબર 2025ના રોજ સવારે 9 વાગ્યે અમદાવાદના રિવરફ્રન્ટ મેદાન ખાતે કર્જમુક્તિ પ્રમાણપત્ર આપવામાં આવશે.
પ્રમાણપત્ર મેળવ્યા પછી અરજદારો તે પુરાવો પોતાની બેંક, રિકવરી એજન્ટ, સાહૂકાર અથવા સંબંધિત સંસ્થાને આપી શકશે જેથી તેઓની કર્જમુક્તિ પ્રક્રિયા વધુ સરળ બને. આ પ્રમાણપત્ર સાથે અરજદારો પોતાના કર્જ સંબંધી દસ્તાવેજોને પણ રજૂ કરી શકશે.
શાહનવાઝ ચૌધરી એ જણાવ્યું કે “જ્યારે મોટા ઉદ્યોગપતિઓને અને ઉદ્યોગધંધાવાળાઓને કર્જ રાહત આપવામાં આવે છે, ત્યારે સામાન્ય નાગરિકોને કેમ નહીં? નોટબંધી, GST અને લોકડાઉનના કારણે અનેક નાના વેપારીઓ અને મધ્યમ વર્ગના લોકો આર્થિક સંકટમાં ફસાયા છે, તેથી આવા લોકોના લોન માફ થવા જોઈએ. જે વ્યક્તિએ લોન લીધું હતું પરંતુ હવે જીવિત નથી, તેમના પરિવારને ઘર, જમીન કે સંપત્તિમાંથી બહાર ન કાઢવામાં આવે. જો લોન માફી શક્ય ન હોય તો ઓછામાં ઓછું લોનના વ્યાજમાંથી રાહત આપવામાં આવે.”
વધુમાં તેઓ એ જણાવ્યું હતું કે, “કર્જામુક્તિ અભિયાન એ એક જનહિતની ચળવળ છે, જેનો હેતુ છે કે સામાન્ય માણસને કર્જના બોજમાંથી બહાર લાવવામાં મદદ મળે. જો ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાની રાહત મળી શકે છે તો સામાન્ય જનતાને રાહત કેમ નહીં? આ કોઈ રાજકીય અથવા સરકારી અભિયાન નથી, પરંતુ જનહિત માટેનો એક સામૂહિક પ્રયાસ છે જે લોકોના આર્થિક પુનર્જીવન માટે સમર્પિત છે.”
કર્જામુક્તિ અભિયાનમાં જોડાવા ઇચ્છુક લોકો www.karzmuktbharat.co.in પર સંપર્ક કરી શકે છે. અભિયાન સંપૂર્ણપણે નિશુલ્ક છે. કર્જામુક્તિ ગુજરાત હેડ ઓફિસ, શ્રી કૃષ્ણા સેન્ટર,મીઠાખળી સિક્સ રોડ પાસે, નવરંગપુરા, અમદાવાદ ખાતે સ્થિત છે.

More Stories
બોલીવુડના સ્ટાર્સ વચ્ચે ગુજરાતનો અવાજ : ફિલ્મફેર 2025માં અમદાવાદની પ્રિયા સરૈયાએ બેકસ્ટેજ એન્કર તરીકે આપ્યો પોતાનો જાદુઈ અવાજ
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સીટી, ગાંધીનગર ખાતે જીઆઈ એક્સેલન્સ એવોર્ડ્સ – ગુજરાત ચેપ્ટર અને પેનલ ડિસ્કશન યોજાયું
બડોદરા ગ્રામ પંચાયત ચૂંટણી ખાતે રીનાબા પુષ્પરાજસિંહ ઝાલાની ભવ્ય જીત