November 20, 2025

જીતો (JITO)  અમદાવાદ લેડીઝ વિંગ દ્વારા ‘ટી ટોક્સ & ટ્રાયમ્ફ્સ’  વિષય પર ટોક શૉ નું આયોજન

  • ટી-કલ્ચર, હેલ્થ અને લાઈફસ્ટાઈલ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી

અમદાવાદ, 18 નવેમ્બર 2025 – જીતો  અમદાવાદ લેડીઝ વિંગ દ્વારા “ટી ટોક્સ & ટ્રાયમ્ફ્સ” નામે એક વિશેષ ટોક શૉ યોજવામાં આવ્યો હતો, જેમાં ટી-કલ્ચર, હેલ્થ અને લાઈફસ્ટાઈલ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શક્ષમ સ્કીલ ડેવલપમેન્ટ વિભાગ અંતર્ગત યોજાયો હતો.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સેજલ પ્રવીણ પુરોહિત, ફાઉન્ડર – સેવન સ્પ્રિંગ દ્વારા સંચાલિત વિશેષ સેશન હતું. તેમણે ચાની રચના, તેની વિવિધ પ્રક્રિયા અને શરીર પર પડતા સકારાત્મક પ્રભાવો વિશે વિસ્તૃત સમજાણું આપ્યું. ચા કેવી રીતે માત્ર એક બેવરેજ નહીં પરંતુ માઈન્ડફુલ ઇન્ડલ્જન્સ બની શકે તે અંગે પણ તેમણે રસપ્રદ માહિતી આપી.  આ કાર્યક્રમમાં “ચા” અંગે વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમ કે એક મહિલાના સ્વાસ્થ્ય અનુસાર કઈ ચા અનુકૂળ છે, તે દિવસમાં કેટલી વાર લેવી  જોઈએ અને “ચા” ને લઈને  મહિલાઓના હેલ્થ, વેલનેસ અને લાઈફસ્ટાઈલ વિષે જાગૃત કરવાનો અને એકબીજાથી શીખવાની મંચ ઉભી કરવાનો હતો. સભ્યોની ઉત્સાહભરી હાજરીથી કાર્યક્રમને વિશેષ સફળતા મળી.

આયોજક ટીમમાં અનુજા શાહ (ચેરપર્સન), અમી હપાણી (ચીફ સેક્રેટરી), એકતા જૈન (કન્વીનર – શક્ષમ), તેમજ જીતો અમદાવાદ ચેપ્ટરના રાજીવ છાજેર (ચેરમેન) અને ડૉ. જૈનિક વકિલ (ચીફ સેક્રેટરી)નો વિશેષ સહયોગ રહ્યો હતો.

કાર્યક્રમ અંગે જીતો (JITO) અમદાવાદ લેડીઝ વિંગના ચેરપર્સન અનુજા શાહે જણાવ્યું કે, “Tea Talks & Triumphs જેવી પહેલ મહિલાઓને માત્ર જ્ઞાન પૂરું પાડતી નથી, પરંતુ તેમની અંદર સ્વ–સંભાળ, સ્વાસ્થ્ય અને પોઝિટિવ લાઈફસ્ટાઇલની સમજણ વધારે મજબૂત બનાવે છે. જીતો સાથે જોડાયેલી મહિલાઓ સતત શીખવા અને આગળ વધવા આતુર રહે છે – આવા સેશન તેમની વ્યક્તિગત અને વ્યાવસાયિક જિંદગી બંનેમાં સશક્તિકરણનો પાયો બને છે. આ કાર્યક્રમ દ્વારા અમે મહિલાઓને એક નવી દૃષ્ટિ, એક નવો અનુભવ અને એક મજબૂત સપોર્ટ સિસ્ટમ આપવા સક્ષમ બન્યાં છીએ.”

સાથે જ JPoint ના ચેરમેન નિતિન જૈન દ્વારા ડાયસન, ગ્રોહેર સહિતના અદ્ભુત બ્રાન્ડ્સ સાથે અનેક બલ્ક ડિલ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી સભ્યોને વિશેષ લાભ મળી રહે. ઉપરાંત, કાર્યક્રમમાં કુલ 11 લકી ડ્રૉ ગિફ્ટ્સ પણ રાખવામાં આવ્યા હતા, જેને લઈને સભ્યોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સેશન બાદ સંગીતભર્યા વાતાવરણમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાજર સભ્યોએ પરસ્પર સંવાદ, નેટવર્કિંગ અને ફૂડ કલ્ચરની મજાની ક્ષણો માણી. આ કાર્યક્રમ રાજકૃપા, એલજે કોલેજ રોડ, મકરબા ખાતે યોજવામાં આવ્યો હતો. જીતોની ટીમ એ એન્યુઅલ ગિફ્ટ પાર્ટનર તરીકે શર્લી જ્વેલ્સ, આ કાર્યક્રમના ગિફ્ટ સ્પોન્સર તરીકે કેન્ડી નેઇલ્સ  અને એચઓસી ફૂડના સહયોગ માટે તેમનો આભાર વ્યક્ત કર્યો.