અમદાવાદ / ગુજરાત : સત્ય ઘટનાથી પ્રેરિત ગુજરાતી ફિલ્મ ‘જીવ’ નું પ્રભાવશાળી ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું, જેને દર્શકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ટ્રેલર ફિલ્મની ભાવનાત્મકતા, માનવતા અને જીવજાત પ્રત્યેની કરુણાને સુંદર રીતે રજૂ કરે છે અને ફિલ્મ માટેની અપેક્ષાઓને વધુ ઉંચી કરે છે.
વિવાન ફિલ્મ્સ એલએલપી દ્વારા નિર્મિત અને જીગર કાપડીના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મ 12 ડિસેમ્બરે રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રોડ્યુસર નીરવ મેહતા અને વિક્કી મેહતા છે.
ટ્રેલરમાં ધર્મેન્દ્ર ગોહિલના ગાઢ અભિનયની ઝલક ખાસ ધ્યાન ખેંચે છે. તેમના સાથે સની પંચોલી, શ્રદ્ધા ડાંગર, યતીન કાર્યકર અને હેમાંગ શાહ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડે છે. ટ્રેલરની શરૂઆતમાં એક હૃદયસ્પર્શી ડાયલોગ છે કે, “આ મૂંગા પ્રાણીઓનો શું વાંક? એટલો જ કે તેમનામાં જીવ છે પણ બોલવા માટે જીભ નથી ઉપાડી શકતા?…..”. એક માનવી અને મૂંગા પ્રાણી વચ્ચેનો નિઃસ્વાર્થ પ્રેમ આ ફિલ્મમાં જોવા મળશે.
ટ્રેલર અનુસાર કહાનીનું કેન્દ્રિય પાત્ર વેલજીભાઈ મહેતા છે જેઓ એક એવા મહાન વ્યક્તિ જેઓએ તેમનું સમગ્ર જીવન પ્રાણીઓની સેવા અને સંભાળ માટે સમર્પિત કર્યું હતું. ફિલ્મનું ટ્રેલર મનુષ્ય અને મૌન જીવજાત વચ્ચેના અદ્રશ્ય લાગણીના બંધનને સ્પર્શક રીતે દર્શાવે છે. વેલજીભાઇ એટલકે એક એવો ‘જીવ’ જે બીજા લાખો જીવોનો આધાર બન્યો. માણસાઈનો પરચો આપતી આ જીવ ફિલ્મ તમને ગર્વ કરાવશે.
ફિલ્મના નિર્માતાઓએ ટ્રેલર લોન્ચ પ્રસંગે જણાવ્યું કે, “‘જીવ’ માત્ર એક ફિલ્મ નથી, એ માનવતા, સહાનુભૂતિ અને જીવદયા તરફ દોરી જતો એક મજબૂત સંદેશ છે. ટ્રેલર દર્શકોને ફિલ્મની આત્મા સાથે જોડવાનું પ્રથમ પગથિયું છે, અને અમને વિશ્વાસ છે કે આ કહાની દરેક હૃદયને સ્પર્શશે.”
‘જીવ’ નું ટ્રેલર હવે યુટ્યૂબ સહિત તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
ટ્રેલર લિંક- https://www.youtube.com/watch?v=X_FnQoizqXU

More Stories
ગુજરાતી ફિલ્મ ‘જીવ’ 12 ડિસેમ્બરે થશે રિલીઝ
જીવદયાના મહામૂલા સંદેશ સાથે ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પ્રમોશન શરૂ, જૈન ધર્મના આચાર્ય તથા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજસાહેબ ના આશીર્વાદ લીધા
જીવદયાના મહામૂલા સંદેશ સાથે ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પ્રમોશન શરૂ, જૈન આચાર્ય મહાશ્રમણજીના આશીર્વાદ લીધા