અમદાવાદ : શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, અમદાવાદ દ્વારા સામાજિક એકતા અને યુવાનોના ઉત્સાહને વધારવા માટે “દરજી પ્રીમિયર લીગ (DPL-12)” ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ તાજેતરમાં જ સાયન્સ સિટી પાસે આવેલા વી-9 ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમત દ્વારા સમાજની એકતાને વધુ મજબૂત બનાવવાનો હતો. આ ટુર્નામેન્ટમાં ટોટલ 8 ટીમ એ ભાગ લીધો હતો, જેમાં પેન્થર ટીમ વિજેતા બની હતી અને વોરિયર્સ ટીમ રનર-અપ રહી હતી.
દરજી ક્રિકેટ કમિટીના સભ્યો – વિમલ ગોહેલ, હિરેન વાઘેલા, હરેશભાઈ હીંગોળ, હેમીન ચૌહાણ, દ્વિજેન ગોહેલ અને સંજય ગોહેલ – દ્વારા તમામ ખેલાડીઓ, વોલન્ટિયર્સ અને સ્પોન્સર્સનો આ ટુર્નામેન્ટને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જ્ઞાતિના અનેક અગ્રણીઓએ ઉદારતાપૂર્વક સહયોગ આપ્યો હતો. જેમાં ખેલાડીઓ માટે ટી-શર્ટનો સહયોગ સ્વ. મનસુખભાઈ ગભરુભાઈ પીઠડીયા પરિવાર દ્વારા અને તમામ આકર્ષક ટ્રોફીઓ મનોજભાઈ બંસીભાઈ વાઘેલા (YOM Group of Companies) દ્વારા પૂરી પાડવામાં આવી હતી. રમતવીરોના ઉત્સાહ વધારવા માટે દલસુખભાઈ ગભરુભાઇ પીઠડીયાએ મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર અને બેસ્ટ બેટ્સમેનને રોકડ પુરસ્કાર તેમજ કેપ આપી નવાજ્યા હતા. આ ઉપરાંત, ફાઇનલ જીતનારી ટીમના ખેલાડીઓ માટેસમાજના ઘણાં દાતાશ્રીઓ એ રોકડ રકમનું ઈનામ આપીને પ્રોત્સાહન વધાર્યું.
આ ટુર્નામેન્ટમાં સમગ્ર સમાજના ભાઈઓ-બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમના ઉત્સાહથી મેદાન જીવંત બન્યું હતું. દરેક મેચમાં ખેલાડીઓએ શાનદાર સ્પોર્ટ્સમેનશિપ અને રમતનું પ્રદર્શન કર્યું હતું. સમગ્ર ઈવેન્ટની ફોટોગ્રાફી મયંકભાઈ રમેશભાઈ વાઘેલા (MAK Photography) દ્વારા કરવામાં આવી હતી.

More Stories
એતિહાદ એરવેઝનો ઇતિહાસ: AirlineRatings.com ગ્લોબલ સેફ્ટી રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવનાર પ્રથમ ગલ્ફ કેરિયર
ACMA Automechanika New Delhi 2026: 19 દેશોના 800 થી વધુ એક્ઝિબિટર્સ સાથે અત્યાર સુધીની સૌથી મોટી એડિશન યોજાશે
દિનેશ હોલ, અમદાવાદ ખાતે સ્મરણિય સાંસ્કૃતિક સંધ્યા