- રાષ્ટ્રીય સ્તરના આંતર-યુનિવર્સિટી રમતોત્સવની ઉત્સાહભરી શરૂઆત.
- વિજેતા ટીમોને કુલ ૧૦ લાખ રૂપિયાના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે
- વિવિધ રાજ્યોની ૮૦થી વધુ યુનિવર્સિટીઓની ૫૨૫ જેટલી ટીમોના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થી ખેલાડીઓ કુલ ૧૫ ઇન્ડોર તથા આઉટડોર રમતોમાં પોતાની પ્રતિભા રજૂ કરશે
જાન્યુઆરી,2026,ઇન્ડસ યુનિવર્સિટી, અમદાવાદ ખાતે આજે રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત આંતર-યુનિવર્સિટી રમતોત્સવ “ઇન્ડસ કપ 2K26” નો ભવ્ય રીતે ઉત્સાહસભર વાતાવરણમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.૦૫ થી ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાનાર આ ઇન્ડસ કપ સ્પર્ધાની શરૂઆત રંગબેરંગી અને ઊર્જાભર્યા ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ હતી..
યુનિવર્સિટીના પ્રાંગણમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં પ્રેસિડેનશિયલ સેક્રેટરિયેટ ડૉ. નાગેશ ભંડારી પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓમાં રમતગમત દ્વારા શિસ્ત, ટીમવર્ક અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસે તે બાબત પર ભાર મૂક્યો હતો.તેમણે વિદ્યાર્થીઓને પોતાના જીવનના અનુભવો દ્વારા પ્રેરણા આપતા કહ્યું કે સંઘર્ષ અને અડગ મનોબળ જ સફળતાની સાચી ચાવી છે.
ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઇન્ડસ કપ 2K26 જેકેટનું સત્તાવાર અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે થયું અને ત્યારબાદ રમતોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓની શરૂઆત કરવામાં આવી હતી.

ઇન્ડસ કપ 2K26માં દેશભરના વિવિધ રાજ્યોની ૮૦થી વધુ યુનિવર્સિટીઓની ૫૨૫ જેટલી ટીમો ભાગ લઈ રહી છે. આ રમતોત્સવ અંતર્ગત કુલ ૧૫ ઇન્ડોર તથા આઉટડોર રમતો યોજાશે, જેમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થી ખેલાડીઓ પોતાની પ્રતિભા રજૂ કરશે. વિજેતા ટીમોને કુલ ૧૦ લાખ રૂપિયાના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
ઉદ્ઘાટન સમારોહે યુનિવર્સિટી પરિસરમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ, એકતા અને સહકારનો માહોલ સર્જ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે ‘ઇન્ડસ કપ’ રમતોત્સવ માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ તે ટીમવર્ક, પ્રતિભા અને ખેલદિલીનું પ્રતીક છે, જે વિદ્યાર્થીઓમાં સ્વસ્થ સ્પર્ધા અને રમતગમતની ભાવનાને પ્રોત્સાહન આપે છે.ઇન્ડસ કપ 2K26 યુનિવર્સિટી સ્તરની રમતગમત માટે એક મહત્વપૂર્ણ મંચ બની રહેલ છે અને યુવા ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરવાની ઉત્તમ તક પૂરી પાડી રહેલ છે..
આ સમારોહમાં ઇન્ડસ પરિવારના ડૉ. નાગેશ ભંડારીની સાથે સાથે ડો. રીતુ ભંડારી (પ્રેસિડેનશિયલ સેક્રેટરિયેટ),ડો.સંદીપ ચક્રવર્તી (વાઈસ ચાન્સેલર- એક્જીયુટીવ પ્રેસીડન્ટ), ડૉ. આર.કે. સિંહ (રજીસ્ટ્રાર), ડૉ. સુકેતુ જાની (ડેપ્યુટી રજીસ્ટ્રાર), ડૉ. કેતન લખતરિયા (ડીન – iSAC), , પ્રો. રૂચિત સોની અને પ્રો. જયપાલસિંહ રાણા (ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી – ઇન્ડસ કપ) ,ફેકલ્ટી મેમ્બર્સ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

More Stories
પ્રીમિયર સ્કુલ્સ એક્ઝિબિશનની 22મી એડિશન : અમદાવાદમાં આ વર્ષે પણ ભારતની ટોપ લાઈન સ્કૂલ્સ સાથે આવી ગયું છે 2 દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન
અનંત નેશનલ યુનિવર્સિટીમાં 7મો દીક્ષાંત સમારોહ: ડૉ. શ્રીધર વેમ્બુ મુખ્ય અતિથિ
ઇન્ડસ યુનિવર્સિટીનો 10મો દીક્ષાંત સમારોહ યોજાયો