10 જાન્યુઆરીએ અમદાવાદથી ‘કચ્છ રણ ઉત્સવ હાઈલક્સ એક્સપિડિશન’નો ભવ્ય પ્રારંભ, 50 ગાડીઓ રચશે ઇતિહાસ
Or
ગુજરાતના પ્રવાસનને વૈશ્વિક ઓળખ આપવા 50 હાઈલક્સ સવારોની 1500 કિમીની મેગા સફારી
- ૧૫૦૦ કિમીની સાહસિક સફર: અમદાવાદના ‘ક્લબ ૦૭’ થી ૧૦ જાન્યુઆરીએ થશે પ્રસ્થાન
- ‘રોડ ટુ હેવન’, વ્હાઇટ રણઅને ‘ભુજ કેન્યોન’ જેવા અદભૂત સ્થળોએ પ્રવાસ ખેડીને કચ્છના પર્યટનને વૈશ્વિક ઓળખ આપવાનો પ્રયાસ
અમદાવાદ : સાહસ અને પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય લખવા જઈ રહી છે નોમાડ હિલક્સ અને ‘રાધે ટૂરિઝમ’. 10 જાન્યુઆરીના રોજ અમદાવાદના ક્લબ 07 (Club 07) થી વહેલી સવારે 6:00 કલાકે એક ભવ્ય એક્સપિડિશનનો પ્રારંભ થયો. આ કાર્યક્રમનું નામ છે ‘કચ્છ રણ ઉત્સવ હાઈલક્સ એક્સપિડિશન’ (Kutchh Rann Utsav Hilux Expedition). આ ભવ્ય આયોજનના સૂત્રધાર નોમાડ હિલક્સ ગ્રુપ અને નારણ ગઢવી (રાધે ટૂરિઝમ) છે, જેઓ છેલ્લા 8 વર્ષથી કચ્છના પ્રવાસન ક્ષેત્રે સક્રિય છે. તેઓ અત્યાર સુધીમાં 10,000 થી વધુ લોકોને કચ્છની સફર કરાવી ચૂક્યા છે અને બાઈકર્સ, આર્ટિસ્ટ તેમજ ફોટોગ્રાફી જેવી વિશેષ ઇવેન્ટ્સના મેનેજમેન્ટમાં મહારત ધરાવે છે.
ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત 50 જેટલી ટોયોટા હાઈલક્સ (Toyota Hilux) ગાડીઓ એકસાથે 1500 કિલોમીટર લાંબી સફર ખેડશે. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ ભારતભરના હાઈલક્સ માલિકોને એકઠા કરી, તેમને કચ્છની સંસ્કૃતિ અને ભૌગોલિક વિવિધતાનો એક અવિસ્મરણીય અનુભવ આપવાનો છે. આ કોઈ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ નથી, પરંતુ સાચા અર્થમાં ‘આનંદ’ અને ‘એડવેન્ચર’નો મિલાપ છે.
આ ભવ્ય આયોજન અંગે ઉત્સાહ વ્યક્ત કરતા રાધે ટૂરિઝમના સ્થાપક નારણ ગઢવીએ જણાવ્યું હતું કે, “આ માત્ર એક ગાડીઓનો કાફલો નથી, પરંતુ કચ્છની અસ્મિતા અને સાહસનો સંગમ છે. અમારો ઉદ્દેશ્ય છે કે સમગ્ર ભારતમાંથી આવતા હાઈલક્સ માલિકો કચ્છના સફેદ રણ અને ‘રોડ ટુ હેવન’ની સુંદરતાને પોતાની આંખે નિહાળે અને ગુજરાતના પ્રવાસનનો પ્રસાર વિશ્વભરમાં કરે. અમે સુરક્ષા અને શિસ્ત સાથે એક એવો ઈતિહાસ રચવા જઈ રહ્યા છીએ જે પ્રવાસન જગતમાં લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.”
આ એક્સપિડિશન ખાસ કરીને કચ્છના ગૌરવ સમાન ‘રોડ ટુ હેવન’ વ્હાઇટ રણ અને ‘ભુજ કેન્યોન’ જેવા સ્થળો પરથી પસાર થશે. આ સ્થળોની પસંદગી પાછળનો ઉદ્દેશ્ય અખિલ ભારતીય ટ્રાવેલ કોમ્યુનિટી સુધી ગુજરાત અને કચ્છના અદભૂત પ્રવાસન સ્થળોની જાણકારી પહોંચાડવાનો છે.
આટલા મોટા પાયે યોજાનારા આયોજનમાં સુરક્ષાની વિશેષ તકેદારી રાખવામાં આવી છે: 8 માર્શલ ટીમ અને 4 ટ્રાફિક મેનેજમેન્ટ ટીમ સમગ્ર રુટ પર કાર્યરત રહેશે., કોઈપણ ટેકનિકલ ખામી માટે 2 બેકઅપ વાહનો અને તાત્કાલિક સારવાર માટે મેડિકલ ટીમ તૈનાત રહેશે., સરહદી વિસ્તારો જેમ કે ‘લાસ્ટ વેસ્ટ પોઈન્ટ ઓફ ઈન્ડિયા’ (કોટેશ્વર/લખપત) ખાતે શિસ્તબદ્ધ રીતે મુલાકાત લેવામાં આવશે.
પ્રવાસીઓ ધોળાવીરા ખાતે આયોજિત કાઈટ ફેસ્ટિવલ (પતંગોત્સવ) માં સહભાગી થશે અને સફેદ રણની રોમાંચક સફારીનો આનંદ માણશે. આ ઇવેન્ટનો મુખ્ય સંદેશ “કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા” ના સૂત્રને ચરિતાર્થ કરવાનો છે.

More Stories
ACMA Automechanika New Delhi 2026: 19 દેશોના 800 થી વધુ એક્ઝિબિટર્સ સાથે અત્યાર સુધીની સૌથી મોટી એડિશન યોજાશે
દિનેશ હોલ, અમદાવાદ ખાતે સ્મરણિય સાંસ્કૃતિક સંધ્યા
ગુજરાત મીડિયા એવોર્ડ્સ (GMA) 2026 માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ