નવી દિલ્હી, 12 જાન્યુઆરી, 2026: ઓટોમોટિવ સર્વિસ અને આફ્ટરમાર્કેટ ઉદ્યોગ માટેનું ભારતનું આંતરરાષ્ટ્રીય ટ્રેડ ફેર, ACMA Automechanika New Delhi 2026′, આગામી 5 થી 7 ફેબ્રુઆરી 2026 દરમિયાન યશોભૂમિ (IICC), દ્વારકા ખાતે યોજાશે. આ વખતે 19 દેશોના 800 થી વધુ પ્રદર્શકોની ભાગીદારી સાથે આ એક્ઝિબિશન તેની અત્યાર સુધીની સૌથી મોટી એડિશન બનવા જઈ રહ્યું છે.
આ એક્સ્પાન્ડેડ એડિશન ઇન્ડસ્ટ્રીની મજબૂત ગતિશીલતાના બેકડ્રોપમાં આવી રહી છે. ભારતના ઓટોમોટિવ કમ્પોનન્ટ ઉદ્યોગે છેલ્લા એક વર્ષમાં નિકાસમાં 8% ની વૃદ્ધિ નોંધાવી છે, જ્યારે નાણાકીય વર્ષ 2025 માં સ્થાનિક આફ્ટરમાર્કેટમાં 6% નો વધારો થયો છે. આ વૃદ્ધિ પાછળ વાહનોની વધતી જતી આયુ (જૂના વાહનોની સંખ્યા), સર્વિસ નેટવર્કનું વધી રહેલું વ્યાપારીકરણ અને ડિજિટલ તેમજ ‘ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર’ ચેનલોનો વધતો જતો ઉપયોગ મુખ્ય કારણો છે. 2026 ની આ એડિશનનો વ્યાપ, ભારતને ‘સોર્સિંગ હબ’ અને ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા ‘આફ્ટરમાર્કેટ’ એમ બંને રીતે જોવામાં વધી રહેલા વૈશ્વિક રસને પ્રતિબિંબિત કરે છે.
50,000 થી વધુ ગ્રોસ સ્ક્વેર મીટર વિસ્તારમાં ફેલાયેલું આ એક્ઝિબિશન 3,000 થી વધુ બ્રાન્ડ્સને એક મંચ પર લાવશે, જેમાં 285 પ્રથમ વખત ભાગ લેનાર ફર્સ્ટ- ટાઈમ એક્ઝિબિટર્સનો પણ સમાવેશ થાય છે. આ એક્ઝિબિશનમાં આફ્ટરમાર્કેટના તમામ પાસાઓને આવરી લેવામાં આવશે, જેમાં ઓટોમોટિવ કમ્પોનન્ટ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને સિસ્ટમ્સ, રિપેર અને મેન્ટેનન્સ, ડાયગ્નોસ્ટિક્સ, બોડી અને પેઈન્ટ, એક્સેસરીઝ અને કાર કેરની સાથે ઉભરતી મોબિલિટી અને સર્વિસ ટેકનોલોજીનો સમાવેશ થાય છે.
આ એક્ઝિબિશનમાં આંતરરાષ્ટ્રીય સહભાગિતા હેઠળ ચીન, જર્મની, ઈરાન, હોંગકોંગ, શ્રીલંકા અને તાઈવાન જેવા દેશોના પ્રદર્શકો અને કન્ટ્રી પેવેલિયન્સ જોવા મળશે. આ સહભાગિતા દર્શાવે છે કે આફ્ટરમાર્કેટ ઉત્પાદનો માટે ભારત ‘સોર્સિંગ બેઝ’ અને ‘કન્ઝમ્પશન માર્કેટ’ એમ બંને રીતે વૈશ્વિક સ્તરે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ઇન્ટરનેશનલ એક્ઝિબિટર્સમાં GMB, AutoTuner (FR Team International), Horse Powertrain Solutions, Teknorot Otomotiv, Cinbar Otomotiv, Horpol, અને નાગાનો ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ એન્કરેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન જેવી જાણીતી કંપનીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એક વિશેષ ‘વર્કશોપ પેવેલિયન’ પણ તૈયાર કરવામાં આવશે જે ખાસ કરીને ડાયગ્નોસ્ટિક્સ, સર્વિસ ઇક્વિપમેન્ટ અને આગામી પેઢીની આફ્ટરમાર્કેટ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે.

More Stories
દિનેશ હોલ, અમદાવાદ ખાતે સ્મરણિય સાંસ્કૃતિક સંધ્યા
ગુજરાત મીડિયા એવોર્ડ્સ (GMA) 2026 માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ
કચ્છના રણમાં સર્જાશે ઇતિહાસ: ભારતમાં પ્રથમ વખત 50 ટોયોટા હાઈલક્સ ગાડીઓનો વિશાળ કોન્વોય ‘રોડ ટુ હેવન’ ગજવશે