January 27, 2026

ATIRA એ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી

અમદાવાદમાં આવેલી ATIRA સંસ્થામાં ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ભારતના ૭૭માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સંસ્થાના કેમ્પસમાં અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં ATIRAના  ડિરેક્ટર શ્રી પ્રગ્નેશ શાહ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને ત્યારબાદ સૌએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાયું હતું.

આ પ્રસંગે અધિકારીઓએ દેશના વિકાસમાં સંસ્થાના યોગદાન વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે ATIRA નવી ટેકનોલોજી દ્વારા કાપડ ઉદ્યોગને મજબૂત માટે સતત કાર્યરત રહેશે. આ કાર્યક્રમથી સ્ટાફમાં દેશભક્તિ અને એકતાની ભાવના સ્પષ્ટ જોવા મળી હતી.