અમદાવાદ: મનોરંજન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહેલા ‘વાલ્મિકી પિક્ચર્સ’ દ્વારા નિર્મિત લોકપ્રિય શો ‘અમર યોદ્ધા’ એ તાજેતરમાં પ્રતિષ્ઠિત ‘ટ્રુ વર્ટિકલ એવોર્ડ્સ’ માં ‘બેસ્ટ VFX’ (બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ) નો એવોર્ડ જીતીને ગુજરાતી મનોરંજન જગતનું નામ રોશન કર્યું છે. આ એવોર્ડ શોની ટેકનિકલ સદ્ધરતા અને ઉચ્ચ ગુણવત્તાવાળા વિઝ્યુઅલ કન્ટેન્ટ મહત્વપૂર્ણ છે. ‘અમર યોદ્ધા’એ તેની અદભૂત વિઝ્યુઅલ ઈફેક્ટ્સ દ્વારા દર્શકોને એક નવો અને રોમાંચક અનુભવ પૂરો પાડ્યો છે.
આ સિદ્ધિ બદલ ગૌરવ વ્યક્ત કરતા વાલ્મિકી પિક્ચર્સના નિર્માતા ભૌમિક સંપત અને જીનલ બેલાણી એ જણાવ્યું હતું કે ‘અમર યોદ્ધા’ માટે શ્રેષ્ઠ VFX નો એવોર્ડ જીતવો એ ખૂબ જ વિશેષ અનુભવ છે. અત્યાર સુધી એક કલાકાર તરીકે અનેક વખત સ્ટેજ પર સન્માન મેળવ્યું છે, પરંતુ આ વખતે એક ‘પ્રોડ્યુસર’ તરીકે સ્ટેજ પર જઈને એવોર્ડ સ્વીકારવો એ દિલને સ્પર્શી જાય તેવી ક્ષણ છે. આ એવોર્ડ પાછળ સમગ્ર ટીમની અથાગ મહેનત અને કંઇક નવું કરવાની જીદ છુપાયેલી છે, જે આજે સફળ સાબિત થઈ છે.

શોની આ ગૌરવશાળી સફળતા બાદ સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. વાલ્મિકી પિક્ચર્સ આગામી સમયમાં પણ પ્રેક્ષકો માટે આવું જ શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર કન્ટેન્ટ લાવવા માટે કટિબદ્ધ છે. આ સફળતા માત્ર પ્રોડક્શન હાઉસની જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતી ટેકનિકલ ટીમની જીત માનવામાં આવી રહી છે.

More Stories
એક્શન અને ઍડવેન્ચરથી ભરપૂર મલ્ટીસ્ટારર ફિલ્મ ‘ગેટ સેટ ગો’ નું ટીઝર આઉટ! 7મી ઓગસ્ટથી સિનેમાઘરોમાં મચશે ધૂમ
ગુજરાતી સિનેમાની પ્રથમ ફોક-થ્રિલર ‘કડકનાથ’ મસ્ટ-વોચ ફિલ્મ : બોલિવૂડની ‘વેલકમ ટુ ધ જંગલ’ ની સામે દર્શકોએ આ ગુજરાતી કન્ટેન્ટને વધાવ્યું
ગૌશાળામાં પ્રથમ વખત યોજાશે શંકરાચાર્યના ચાતુર્માસ, પથમેડામાં 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ભવ્ય આયોજન