- વડરાજ સિમેન્ટ લિમિટેડ (ન્યુવોકો વિસ્ટાસ કોર્પ લિ.ની પેટાકંપની)ની 6 એમએમટીપીએ સ્થાપિત ક્ષમતામાંથી લીમલા, સુરત ખાતે 2 એમએમટીપીએ ગ્રાઇન્ડિંગ ક્ષમતાનું ઉદ્ઘાટન કરીને ન્યુવોકો એ ગુજરાતમાં પ્રવેશ કર્યો.
- પશ્ચિમ ક્ષેત્રમાં ન્યુવોકો ની હાજરી મજબૂત થઈ; કચ્છ ખાતેની તેની ક્લિંકર સુવિધાને પૂરક બનાવશે.
- નાણાકીય વર્ષ 2028 (FY2028) સુધીમાં એકીકૃત સિમેન્ટ ક્ષમતા 35 એમએમટીપીએ સુધી પહોંચશે.
ગુજરાત, 11 જુલાઈ, 2026: ભારતની અગ્રણી બિલ્ડિંગ મટીરીયલ કંપની, ન્યુવોકો વિસ્ટાસ કોર્પ લિ. એ વડરાજ સિમેન્ટ લિમિટેડ ના મુખ્ય ઉત્પાદન એકમોમાંના એક એવા ગુજરાતના સુરતમાં તેના લીમલા સિમેન્ટ પ્લાન્ટ નું ઉદ્ઘાટન કર્યું છે. આ ઉદ્ઘાટન ન્યુવોકો દ્વારા વડરાજ સિમેન્ટ લિમિટેડના વ્યૂહાત્મક સંપાદન અને પુનઃજીવિતકરણમાં એક નિર્ણાયક સીમાચિહ્નરૂપ છે, જે પશ્ચિમ ભારતના બજારમાં કંપનીના વિસ્તરણને વધુ મજબૂત બનાવે છે. કંપનીએ જૂન 2025 માં રૂ. 1,800 કરોડની ચૂકવણી કરીને વડરાજ સિમેન્ટ લિમિટેડ નું સંપાદન પૂર્ણ કર્યું હતું, જે કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ હેઠળ ચાલી રહી હતી. વડરાજ સિમેન્ટની અસ્કયામતોમાં કચ્છ અને લીમલા, સુરત ખાતે અનુક્રમે એક ક્લિંકર યુનિટ અને એક ગ્રાઇન્ડિંગ યુનિટનો સમાવેશ થાય છે. વડરાજ સિમેન્ટ પાસે કચ્છમાં ઉચ્ચ ગુણવત્તાવાળો પોતાનો ચૂનાના પત્થરનો અનામત જથ્થો અને ખાનગી જેટી પણ છે, જે લોજિસ્ટિક્સની કાર્યક્ષમતામાં વધારો કરે છે. આ અસ્કયામતો હસ્તગત કર્યા પછી, ન્યુવોકો એ બંને સ્થળોએ નવીનીકરણ અને વિસ્તરણની કામગીરી હાથ ધરી છે, જેના પરિણામે આજે લીમલા સુવિધાની શરૂઆત થઈ છે.
આ સીમાચિહ્નરૂપ સિદ્ધિની ઉજવણી કરતા, ન્યુવોકો વિસ્ટાસ કોર્પ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયકુમાર કૃષ્ણસ્વામીએ જણાવ્યું હતું કે: “લીમલા ગ્રાઇન્ડિંગ યુનિટ (સુરત) નું ઉદ્ઘાટન ન્યુવોકો ની વિકાસ યાત્રામાં એક નિર્ણાયક સીમાચિહ્નરૂપ છે અને તે શિસ્તબદ્ધ, મૂલ્ય-વર્ધક વિસ્તરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. ગુજરાત એ ન્યુવોકો માટે વ્યાપારીક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ બજાર છે, જે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ઔદ્યોગિક વિસ્તરણ, ઝડપી શહેરીકરણ અને હાઉસિંગ તેમજ કન્સ્ટ્રક્શન સેક્ટરમાં સતત રહેલી માંગને કારણે વિકાસની પ્રચંડ તકો પુરી પાડે છે. આ સિદ્ધિ આપણી પકડ મજબૂત કરે છે, આપણી કાર્યક્ષમતા વધારે છે અને ઉત્તર તેમજ પશ્ચિમ બજારના ગ્રાહકોને વધુ વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા સાથે સેવા આપવાની આપણી ક્ષમતાનો વિસ્તાર કરે છે.”

લીમલા સિમેન્ટ પ્લાન્ટના ગ્રાઇન્ડિંગ યુનિટે નિર્ધારિત સમય કરતાં વહેલા પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે, જેમાં 2 ગ્રાઇન્ડિંગ ક્ષમતાનું સફળ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે ન્યુવોકો ના સ્કેલ અને બજારની પહોંચને વધુ વિસ્તૃત કરે છે. વડરાજ સિમેન્ટની અસ્કયામતો સંપૂર્ણપણે કાર્યરત થતાં જ, ન્યુવોકો ની કુલ સિમેન્ટ ક્ષમતામાં ઉત્તર અને પશ્ચિમ ક્ષેત્રોમાં આવેલા તેના સિમેન્ટ પ્લાન્ટ્સ આશરે 40% યોગદાન આપશે. આનાથી કંપનીનું મેન્યુફેક્ચરિંગ નેટવર્ક મજબૂત થશે, ઝડપથી વિકસતા બજારો સુધી પહોંચ સુધરશે અને ન્યુવોકો નાણાકીય વર્ષ 2028 સુધીમાં તેની કુલ સિમેન્ટ ક્ષમતાને 35 એમએમટીપીએ સુધી એકીકૃત કરવા માટે સક્ષમ બનશે, જે તેના લાંબા ગાળાના વિકાસના લક્ષ્યોને વધુ મજબૂત બનાવે છે.

લીમલા સિમેન્ટ પ્લાન્ટ ગુજરાતમાં તબક્કાવાર વોલ્યુમ વધારવામાં મુખ્ય આધાર બનવાની અપેક્ષા છે. આ પ્લાન્ટ ન્યુવોકો ને પશ્ચિમ મહારાષ્ટ્રના નજીકના બજારોમાં સેવા આપવા માટે પણ સક્ષમ બનાવશે, જ્યારે કંપનીના ઉત્તર ભારતના પ્લાન્ટ્સમાંથી અગાઉ સપ્લાય કરવામાં આવતી સિમેન્ટની ક્ષમતા હવે સંપૂર્ણપણે ઉત્તર ભારતના બજારો માટે ફાળવી શકાશે. આ સુવિધા ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ, પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ, પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ અને પોર્ટલેન્ડ કમ્પોઝિટ સિમેન્ટ સહિતના સિમેન્ટ ઉત્પાદનોના સંપૂર્ણ પોર્ટફોલિયોનું ઉત્પાદન કરશે. આ ઉપરાંત, તે ન્યુવોકો દુરગાર્ડ શ્રેણીના તમામ ઉત્પાદનો ઓફર કરશે, જેમાં તેના પ્રીમિયમ ઉત્પાદન ‘ન્યુવોકો દુરગાર્ડ માઇક્રોફાઇબર’ નો પણ સમાવેશ થાય છે. આ સોદાથી રાજસ્થાનમાં નિમ્બોલ અને ચિત્તોડગઢ ખાતે ન્યુવોકો ની હાલની ઉત્પાદન સુવિધાઓ સાથે સારો તાલમેલ સર્જાવાની અપેક્ષા છે, જે મુખ્ય પ્રદેશોમાં લોજિસ્ટિક્સના સુધારા અને બજારની પહોંચને મજબૂત બનાવશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “વડરાજ સિમેન્ટના સંપાદનના ભાગરૂપે, અમે એક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અસ્કયામતનું સફળતાપૂર્વક નવીનીકરણ અને પુનઃજીવિતકરણ કર્યું છે, જેને તમામ ટીમોના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને સહયોગ દ્વારા રેકોર્ડ સમયમાં ફરીથી કાર્યરત કરવામાં આવી છે. આ સિદ્ધિએ હસ્તગત કરેલી અસ્કયામતોમાંથી મૂલ્ય ઊભું કરવાની, અમારી પ્રતિબદ્ધતાઓ પૂરી કરવાની અને અમારા હિતધારકોનો વિશ્વાસ જીતવાનું ચાલુ રાખવાની અમારી ક્ષમતા દર્શાવી છે. આ સીમાચિહ્નરૂપ સફળતા અમારા પ્રોજેક્ટ અમલીકરણની મજબૂત ક્ષમતાઓ અને લાંબા ગાળાના ટકાઉ નફાકારક વિકાસ પરના અમારા ધ્યાનને પ્રતિબિંબિત કરે છે.”

More Stories
મહેસાણામાં ખુલ્યું ઉત્તર ગુજરાતનું સૌથી મોટું અને અત્યાધુનિક ‘ધ લૂક બુક’ સલોન: બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણના હસ્તે થયું ભવ્ય ઓપનિંગ
સન મોબિલિટી (SUN Mobility) HEV બિઝનેસે પ્રવાસ 5.0 (Prawaas 5.0) માં ટાટા સ્ટારબસ EV પ્લેટફોર્મ સાથે વિશ્વનું સૌપ્રથમ મોડ્યુલર મલ્ટી-બેટરી સ્વેપબલ સોલ્યુશન પ્રદર્શિત કર્યું
જ્વેલરી વર્લ્ડ ફરી એકવાર અમદાવાદમાં: 10 થી 12 જુલાઈ 2026 દરમિયાન વાયએમસીએ ખાતે એક્ઝિબિશન યોજાશે