અમદાવાદ:અમદાવાદના સૌથી પ્રતિષ્ઠિત સિંધુ ભવન માર્ગ પર 92.5 સિલ્વર લક્ઝરી જ્વેલરીના એક્સક્લુઝિવ કલેક્શન સાથે ‘સેલ્વેરા સ્ટુડિયો’ (Selverra Studio) નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. 12 અને 13 જુલાઈના રોજ આયોજિત આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ઉદયપુરના મહારાજા અને હાઉસ ઓફ મેવાડના 77મા કસ્ટોડિયન, શ્રીજી હુઝુર ડો. લક્ષ્યરાજ સિંહ મેવાડ મુખ્ય અતિથિ (Chief Guest) તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા ડો. લક્ષ્યરાજ સિંહ મેવાડે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “શોરૂમમાં રહેલી વસ્તુઓ કરતાં પણ વધુ, રૂષભજીના પરિવારને અને અહીં એકત્રિત થયેલા તમામ લોકોને એકસાથે જોઈને મને અત્યંત આનંદ થયો છે. સેલ્વેરા (Selverra) નામથી શરૂ થયેલા તેમના આ પ્રથમ સિલ્વર સ્ટોર માટે હું તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.”

More Stories
રિજનલ પ્લેટફોર્મથી મિલિયન્સ વ્યુઝ સુધી: ધ્રુવિન શાહના વિઝનરી નેતૃત્વ હેઠળ ‘JOJO એપ’ એ ગ્લોબલ ગુજરાતી મનોરંજનમાં સર્જ્યો નવો ઈતિહાસ
ન્યુવોકો વિસ્ટાસે સુરતમાં લીમલા સિમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, પશ્ચિમ ભારતમાં પોતાની પકડ મજબૂત કરી
મહેસાણામાં ખુલ્યું ઉત્તર ગુજરાતનું સૌથી મોટું અને અત્યાધુનિક ‘ધ લૂક બુક’ સલોન: બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણના હસ્તે થયું ભવ્ય ઓપનિંગ