Surat: હેસ્ટેકએનાલિટિક્સ દ્વારા પરફેક્ટ ડાયગ્નોસ્ટિક્સ, સુરત સાથે મળીને જીનોમિક સેન્ટર ઓફ એક્સેલન્સ (જીસીઇ) ની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ તે ગુજરાતના આવા પ્રથમ કેન્દ્રોમાંનું એક બની ગયું છે. આ પહેલ રાજ્યમાં ચેપી રોગોના નેક્સ્ટ-જનરેશન સિક્વન્સિંગ-આધારિત નિદાનના એક નવા યુગની શરૂઆત કરે છે.
પરફેક્ટ ડાયગ્નોસ્ટિક્સના ડૉ. ફ્રેનિલે જણાવ્યું હતું કે, “હેલ્થકેર ક્ષેત્રે કામ કરતી ડાયગ્નોસ્ટિક લેબ તરીકે, અમારી જવાબદારી તબીબોને ઝડપી, સચોટ, ભરોસાપાત્ર અને પુનરાવર્તિત કરી શકાય તેવા રિપોર્ટ્સ પૂરા પાડવાની છે, જેથી સારવાર દરમિયાન ઊભી થતી અડચણોને વહેલી તકે ઉકેલી શકાય. ચેપી રોગોની જટિલતાઓને દૂર કરતું ચોક્કસ નિદાન દર્દી માટે યોગ્ય સારવાર સુનિશ્ચિત કરે છે અને તેના પરિણામોમાં સુધારો લાવે છે. અમારી લેબમાં infexn®-NGS હવે સંપૂર્ણપણે કાર્યરત છે. આ ક્લિનિકલ માઇક્રોબાયોલોજી પ્રોસેસનો એક ભાગ હોવાથી, અમે સમગ્ર વિસ્તારના તબીબોને ચેપી રોગોના નિદાન માટે આધુનિક ટેકનોલોજી દ્વારા સશક્ત બનાવી રહ્યા છીએ. દર્દીઓની સંભાળ અને સારવારમાં આ એક મોટો અને હકારાત્મક બદલાવ છે.”
શહેરમાં દર્દીઓની મોટી સંખ્યાને કારણે વિસ્તારમાં ઈન્ફેક્શનનો બોજ સતત વધી રહ્યો છે. યોગ્ય માહિતી મેળવવા, સચોટ બેક્ટેરિયા કે વાયરસ (Pathogen) ની ઓળખ કરવા અને સમયસર સાચી સારવાર શરૂ કરવા માટે પરંપરાગત ટેકનોલોજીથી આગળ વધવું એ સમયની માગ છે.
હેસ્ટેકએનાલિટિક્સના મેડિકલ અફેર્સ (ઈન્ફેક્શિયસ ડિસીઝ) ના ડાયરેક્ટર ડૉ. મહુઆ દાસગુપ્તાએ જણાવ્યું હતું કે, “ચેપી રોગોના નિદાનની વર્તમાન પદ્ધતિમાં દરેક વિલંબ અથવા ખોટું નિદાન દર્દીને ખૂબ ભારે પડે છે. રૂટિન ક્લિનિકલ કામગીરીમાં infexn®-NGS ટેકનોલોજી ઉમેરવાથી અંદાજિત સારવારના બદલે પુરાવા-આધારિત (સચોટ) સારવાર શક્ય બને છે. આ એક નાનો સુધારો નથી પરંતુ હેલ્થકેર ક્ષેત્રે ખરેખર ક્રાંતિકારી ફેરફાર છે.”
હેસ્ટેકએનાલિટિક્સ દેશભરના 40 થી વધુ GCEs (જેમાં ત્રિવેન્દ્રમ, કેરળની NIMS અને દિલ્હીની મેક્સ હેલ્થકેર જેવી અગ્રણી હોસ્પિટલો સામેલ છે) દ્વારા અત્યાર સુધીમાં 40,000 થી વધુ ક્લિનિકલ સેમ્પલ્સનું પ્રોસેસિંગ કરી ચૂક્યું છે. સુરતમાં શરૂ થયેલું આ નવું કેન્દ્ર ગુજરાતમાં તેની પહોંચ વધારે છે અને રાજ્યની હેલ્થકેર સિસ્ટમમાં આધુનિક નિદાન સેવાઓને વધુ મજબૂત બનાવે છે.

More Stories
ગુજરાત મેડિકલ એક્સ્પો 2026 અમદાવાદમાં ભારતના મેડિકલ અને હેલ્થકેર ઉદ્યોગને એકસાથે
અમદાવાદના ‘જીમ લોન્જ’ના કર્મચારી એ કર્યું રૂ. ૧.૬૬ કરોડનું કૌભાંડ: મેમ્બરશિપના નામે ગ્રાહકો અને માલિક સાથે છેતરપિંડી કરનાર કર્મચારીઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
ઈડીઆઈઆઈએ ‘ઇન્ડસ્ટ્રી 5.0 ટ્રાન્ઝિશનનું નેતૃત્વ કરવા માટે એમએસએમઈને સશક્ત બનાવવા’ વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું