અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત આલ્ફા વન મોલના સિનેપોલિસ ખાતે યોજાયેલા ભવ્ય પ્રીમિયર શો સાથે સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર EForU એન્ટરટેઈનમેન્ટની નવી ગુજરાતી ફિલ્મ “ચોર નં. ૧” એ શરૂઆતથી જ દર્શકોમાં જોરદાર ક્રેઝ ઊભો કર્યો છે. રાકેશ શાહના સચોટ નિર્દેશન અને લિખિત આ ફિલ્મ એક પરફેક્ટ સસ્પેન્સ-કોમેડી ડ્રામા છે, જેણે રિલીઝના પહેલા જ દિવસે સિનેપ્રેમીઓ અને સમીક્ષકોનું દિલ જીતી લીધું છે.
પ્રિમીયર શો દરમિયાન થિયેટરમાં સેલિબ્રિટીઝ, કલાકારો અને આમંત્રિત મહેમાનોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. ફિલ્મ પૂરી થયા બાદ થિયેટરની બહાર આવેલા દર્શકોના ચહેરા પર સ્પષ્ટ ખુશી અને ઉત્સાહ નજરે પડતો હતો. પૈસાની હેરાફેરી, અણધાર્યા ટ્વિસ્ટ્સ અને બેક-ટુ-બેક કોમિક પંચલાઇન્સે પ્રેક્ષકોને સતત હસાવતા રાખ્યા હતા. દર્શકોએ એકસૂરે આ ફિલ્મને એક ક્લીન ફેમિલી એન્ટરટેઇનર ગણાવી છે, જેને પરિવારના દરેક વય જૂથના સભ્યો સાથે બેસીને માણી શકાય છે.

ફિલ્મની વાર્તામાં આવતા અણધાર્યા વળા્કો અને કલાકારોનું સહજ અભિનય ટાઈમિંગ આ ફિલ્મને અન્ય કોમેડી ફિલ્મો કરતાં અલગ પાડે છે. શ્રેય મારાડિયા, ઋષિ જાની અને પાર્થ મોદીની ત્રિપુટી તેમજ સહ-કલાકારોના કુદરતી અભિનયે સ્ક્રીન પર એક અનોખી ઊર્જા ભરી દીધી છે. કપિલ સાહેત્યાના ધારદાર સંવાદો પર થિયેટરમાં વારંવાર તાળીઓ અને ગાઢ હાસ્યનો ગુંજારવ સાંભળવા મળ્યો હતો.
પ્રીમિયર શોમાં મળેલો બમ્પર પબ્લિક રિસ્પોન્સ અને દર્શકો તરફથી મળી રહેલા ૪ સ્ટાર સુધીના રેટિંગ્સ એ વાત સાબિત કરે છે કે આ વીકેન્ડ માટે “ચોર નં. ૧” એ સૌથી પરફેક્ટ અને મનોરંજક ચોઈસ છે. જો તમે હાસ્ય, સસ્પેન્સ અને પારિવારિક મનોરંજનનો શાનદાર ડોઝ એકસાથે માણવા માંગતા હોવ, તો આ ફિલ્મને થિયેટરમાં જઈને માણવાનું ચૂકતા નહીં!
આ ફિલ્મને અમે 4/5 સ્ટાર્સ આપીએ છીએ.

More Stories
આસ્થા અને ભક્તિનો અદ્ભુત સંગમ, ‘કિંગ ઓફ સાળંગપુર’ નું ભવ્ય પોસ્ટર અને ટીઝર રિલીઝ
‘દ્વાન પ્રોડક્શન’ની નવી ગુજરાતી ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર એનાઉન્સમેન્ટ, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૭ના રોજ થશે રિલીઝ
સુપરહિટ ગુજરાતી રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘કરરસનદાસ પે એન્ડ યુઝ’ ૨૨ ઓક્ટોબરથી જોજો (JOJO) એપ પર સ્ટ્રીમ થશે