8 જાન્યુઆરી 2026ની સાંજે, અમદાવાદના ઐતિહાસિક દિનેશ હોલમાં સાંસ્કૃતિક ભાવનાઓની અદભુત સરવાણી વહેતી થઈ. સ્પોર્ટ્સ , યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત સરકારના સૌજન્યપૂર્ણ સહયોગથી આયોજિત આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં કળાત્મક એકતા અને રાષ્ટ્રીય ગૌરવની સાચી ભાવના ઉજાગર થઈ.
આ કાર્યક્રમનું સુંદર પ્રસ્તુતિકરણ મિરાયા ક્રિએશન્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું સુવ્યવસ્થિત સંચાલન આર્ક ઇવેન્ટ્સ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમની દિશા અને દ્રષ્ટિમાં ડૉ. મિતાલી નાગનું આગવું નેતૃત્વ રહ્યું, જેમની સુક્ષ્મ કલાત્મક સંવેદનશીલતાએ આ સાંજને અત્યંત યાદગાર અને આત્મસ્પર્શી બનાવી.
કાર્યક્રમના કેન્દ્રમાં રહ્યા ડૉ. મિતાલી નાગ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અને બહુમુખી કલાકાર. તેમના ભાવસભર, ઊંડાણભર્રી પ્રસ્તુતીઓએ સમગ્ર હોલને મંત્રમુગ્ધ કરી દીધો. દરેક રજૂઆતમાં તેમની કલા પરની પકડ અને શ્રોતાઓ સાથે ઊંડો ભાવનાત્મક સંબંધ બાંધવાની અદભુત ક્ષમતા સ્પષ્ટ દેખાઈ.
તેમની સાથે મંચને ઉજાગર કર્યો ચેતન રાણા, મુંબઈના પ્રતિભાશાળી પ્લેબેક કલાકાર, જેમની શક્તિશાળી અને સંવેદનસભર પ્રસ્તુતિઓ એ કાર્યક્રમમાં ઉત્સાહ અને ઉર્જાનો ઉમેરો કર્યો.
કાર્યક્રમને સૌમ્ય આભા આપનાર રહ્યા મસૂદ અલી, બેંગલુરુના બહુમુખી કલાકાર, જેમની કલાત્મક રજૂઆતએ સાંજના સાંસ્કૃતિક રંગોને વધુ ગાઢ બનાવ્યા.
રાષ્ટ્રપ્રેમને સમર્પિત એક ભાવુક ક્ષણે ડૉ. મિતાલી નાગ અને તેમની ટીમે “હર કરમ અપના કરેગે” સહિતના દેશભક્તિ ગીતોની રજૂઆત કરી, જેનાથી આવનારા ભારતના ગણતંત્ર દિવસની ભાવના જીવંત બની.
આ સમગ્ર કાર્યક્રમનું સુઘડ અને અસરકારક સંચાલન હિરેન રુઘાણી દ્વારા કરવામાં આવ્યું, જેમણે શ્રોતાઓને શરૂઆતથી અંત સુધી જોડીને રાખ્યા. કાર્યક્રમ ને વધુ સમૃદ્ધ બનાવવામાં મિતેશ દેસાઈ અને તેમની પ્રતિભાશાળી ટીમએ મહત્વની ભૂમિકા ભજવી.

More Stories
ACMA Automechanika New Delhi 2026: 19 દેશોના 800 થી વધુ એક્ઝિબિટર્સ સાથે અત્યાર સુધીની સૌથી મોટી એડિશન યોજાશે
ગુજરાત મીડિયા એવોર્ડ્સ (GMA) 2026 માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ
કચ્છના રણમાં સર્જાશે ઇતિહાસ: ભારતમાં પ્રથમ વખત 50 ટોયોટા હાઈલક્સ ગાડીઓનો વિશાળ કોન્વોય ‘રોડ ટુ હેવન’ ગજવશે