‘વિશ્વગુરુ’થી ગુજરાતી ફિલ્મે મેળવી નવી ઊંચાઈ, ગૌરવ પાસવાલા -રૉકી તરીકે તેજસ્વી અભિનયમાં
અમદાવાદ — ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અપેક્ષિત ફિલ્મ ‘વિશ્વગુરુ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રજૂ થવા જઈ રહી છે. એક વિશિષ્ટ વિચારધારાને આધારિત આ ફિલ્મમાં જાણીતા અને પ્રતિભાશાળી અભિનેતા ગૌરવ પસવાલા ‘રૉકી’ તરીકે મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે.
‘વિશ્વગુરુ’ માત્ર એક સિનેમેટિક અનુભવ નથી, પણ આજના યુવાનોના પ્રશ્નો, વિચારધારા અને જીવનમૂલ્યોને પડકારતી કથાવસ્તું છે. ગૌરવ પાસવાલાનું પાત્ર ‘રૉકી’ એ એવી યુવા પેઢીની અવાજ છે જે સત્ય માટે લડે છે, અને જટિલ પરિસ્થિતિઓ સામે મજબૂત મૂલ્યોથી ઊભો રહે છે.
ફિલ્મના નિર્માતાઓએ જણાવ્યું કે, “વિશ્વગુરુ એ એક એવું દર્પણ છે જે સમાજના વિવિધ મંતવ્યોને રજૂ કરે છે અને અંતે દર્શકોને વિચારવુ મજબૂર કરે છે.”
ગૌરવ પાસવાલાએ પોતાના પાત્ર વિશે વાત કરતા જણાવ્યું, “રૉકી એ સામાન્ય યુવક છે, પણ જ્યારે પ્રશ્ન મૂલ્યો અને સત્યના આવે છે, ત્યારે તે અસામાન્ય બની જાય છે. આ પાત્ર માટે મને ખૂબ જ ગાઢ તૈયારીઓ કરવી પડી હતી.”
ફિલ્મનું પોસ્ટર અને મ્યુઝિક પહેલેથી જ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, અને હવે દર્શકો ફિલ્મ રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
વિશ્વગુરુ ફિલ્મ ટૂંક સમયમાં દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
More Stories
શ્રદ્ધા ડાંગરનો સંસ્કાર ભર્યો અવતાર ‘ચિત્રા’ રૂપે, વિશ્વગુરુ 1 ઓગસ્ટે થશે રિલીઝ
ધીરજ, ધર્મ અને દેશ માટે સમર્પિત: મચ- અવેઇટેડ ફિલ્મ “વિશ્વગુરુ”માં કૃષ્ણ ભારદ્વાજ “રુદ્ર”ની ભૂમિકામાં
બહુ પ્રતિક્ષિત સોશિયલ કોમેડી ગુજરાતી ફિલ્મ “મહારાણી” નું ટીઝર થયું રિલીઝ