અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 9મી એડિશન 5 અને 6 ઓક્ટોબર 2024ના રોજ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન, થલતેજ ટેકરા, અમદાવાદ ખાતે યોજાઈ રહી છે. આ ફેસ્ટિવલના ફાઉન્ડર ડિરેક્ટર ઉમાશંકર યાદવ છે. આ ફેસ્ટિવલના પ્રથમ દિવસે ઘણાં બધા સેશન્સ યોજાયા. કાર્યક્રમની શરૂઆત રચના યાદવના કથક પરફોર્મન્સથી થઈ હતી. પ્રથમ સેશનમાં સ્ક્રીનરાઇટર અને લિરિસિસ્ટ નિરેન ભટ્ટ ઉપસ્થિત થયા હતા, જેમણે ઉમાશંકર યાદવ અને નૈષધ પુરાની સાથે કન્ટેન્ટના સબ્જેક્ટ પર ચર્ચા કરી હતી.ત્યારબાદ લિટરેચર, બુક લોન્ચ વગેરે કાર્યક્રમો પણ આવરી લેવામાં આવ્યાં હતા. મનોજ અગ્રવાલ, આઈએએસ તથા ઉમાશંકર યાદવ એ દિવંગત ડૉ. એસ.કે. નંદા IAS ને તેમની યાદમાં વિશેષ સેશનનું આયોજન કરીને શ્રદ્ધાંજલિ આપીને વારસાને ચાલુ રાખવા પર પણ ભાર મૂક્યો હતો.
ઉમાશંકર યાદવે માહિતી આપી હતી કે ભારતના તમામ ભાગો અને વિદેશમાંથી પચાસથી વધુ વક્તાઓ તમામ ક્ષેત્રના લોકોનું પ્રતિનિધિત્વ કરતા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ફિલ્મોના પોસ્ટર વિમોચન અને પુસ્તક વિમોચન સહિત આ બે દિવસમાં લગભગ વીસ સેશન યોજાઈ રહ્યાં છે.
બંને દિવસના વક્તાઓમાં જાણીતા સ્ક્રીન રાઇટર અને લિરિસિસ્ટ નિરેન ભટ્ટ, કવિ અને ડિપ્લોમેટ અભય કે., લિરિસિસ્ટ ડૉ. સાગર, એજ્યુપ્રિનર અને રાઇટર ડૉ. મંજુલા પૂજા શ્રોફ, લિરિસિસ્ટ ડૉ. સાગર, માઈથોલોજીકલ રાઇટર કવિતા કાણે, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, કવિ અને નવલકથાકાર મુકુલ કુમાર, હિન્દી બ્લોગર, રાઇટર અને બ્યુરોક્રેટ કૃષ્ણ કુમાર યાદવ, ડૉ.ઉપેન્દ્રનાથ રૈના, ડૉ હીરા લાલ IAS, અજય ચૌધરી IPS, નૈષધ પુરાણી અને અન્યનો સમાવેશ થાય છે.
ઉપરાંત સાંજે ગુજરાત નહિ દેખા તો ક્યા દેખા અંતર્ગત ગુજરાત ટુરિઝ્મનું સેશન યોજાયું હતું જેમાં, મેગ્નિફિસન્ટ ગુજરાત વિષય પર સોમરાજ સિંહ ઝાલા મનીષ વૈદ્ય અને રોનક રાણાએ ચર્ચા કરી હતી. સવારે 10-00 કલાકથી શરૂ થયેલ આ કાર્યક્રમની પૂર્ણાહૂતિ ઓથર શ્રદ્ધા રામાણીના પુસ્તક “સ્મૃતિ”ના વિમોચન સાથે થઈ હતી.
More Stories
અમદાવાદમાં સમારા આર્ટ ગેલેરી ખાતે 19થી 29 ડિસેમ્બર દરમિયાન યંગ આર્ટિસ્ટ્સ વિઆના અને વામિકાના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજાશે
સતપથ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રત્નકરંડ શ્રાવકાચાર ક્વિઝ સ્પર્ધાનું ગ્રાન્ડ ફિનાલે 22 થી 25 ડિસેમ્બર 2024 સુધી યોજાશે
અમદાવાદમાં 2 દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનો પ્રારંભ