December 22, 2024

50 થી 60 વર્ષની ઉંમર પછી સામાન્ય રીતે ઑસ્ટિયોઆર્થરાઇટિસ થવાની શક્યતાઓ વધી જાય છે : ડૉ. ઉમંગ શિહોરા

શિયાળાની શુરુઆત આમ તો સ્વાસ્થ્ય વર્ધા હોય છે. પરંતુ આર્થરાઈટિસ (હાડકા સાંધાનો ઘસારો) ના દર્દીઓ માટે તે મોટા ભાગે પીડારૂપ બની રહે છે.આ અંગે વધુ માહિતી આપતાં વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ડૉ. ઉમંગ શિહોરા (સિનિયર કન્સલ્ટન્ટ- ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન) એ વધુ માહિતી આપી.

ડૉ. ઉમંગ શિહોરા (સિનિયર કન્સલ્ટન્ટ- ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ) એ જણાવ્યું હતું કે, આર્થરાઇટિસ ના ઘણા બધા પ્રકારોમાં ઓસ્ટીયોઆર્થરાઇટિસ વધતી ઉંમરનો એક પ્રકાર છે જે વચ્છઓ વ્રધ્ધ વ્યક્તિઓ જેવી કે 60-70 વર્ષની ઉમર ઉપરના દર્દીઓને વધુ પરેશાન કરે છે.

આ ઓસ્ટીયોઆર્થરાઇટિસ ને ૪ ગ્રેડ માં વિભાજીત કરવામાં આવે છે જેમાં મોટા ભાગે ત્રીજા તથા ચોથા ગ્રેડના આર્થરાઇટિસ ને સર્જરી કરીને સારવાર કરી શકાય છે પરંતુ પ્રથમ તથા બીજા સ્ટેજના દર્દીઓને ઓપેરશન ની જરૂરિયાત રહેલી નથી, પરંતુ આ પ્રથમ અને બીજા ગ્રેડના આર્થરાઇટિસના દર્દીઓ માટે GFC (ગ્રોથ ફેક્ટર કોન્સનટ્રેટ) થતી ઓપેરશન વગર ની સારવાર આશીર્વાદ રૂપ સાબિત થતી જેવા મળી રહા છે.