December 22, 2024

ગ્લોબલ મ્યુઝીક લવર્સ ગૃપનો થેરાપી સાથે અદભૂત સમન્વય

માત્ર સેવાના હેતુ પર વિસ્તરતા અમદાવાદના આ ગાયન-વાદનના ચાહક સમુહની પ્રતિષ્ઠાનો વ્યાપ જામનગરથી ગાંધીનગર સુધી તંદુરસ્ત તરંગો પ્રસરાવે છે

પ્રાચીન વિજ્ઞાન કહે છે કે સંગીત સપ્તકની માનવ દેહના ચક્રો સાથે અનેરી સંવાદીતતા છે, લયબદ્ધ સંગીત કાનને સુખ આપે છે સાથે સાથે આર.એ.એસ.(રેટીક્યુલર એક્ટીવેટીવ સીસ્ટમ જે ચેતાતંત્ર સાથે જોડાયેલ છે)ને એક એવી ગતિશીલતા આપે છે કે શરીરના સમગ્ર તંત્રને આ તરંગોથી ઉર્જા પ્રાપ્તિ થાય છે આમેય સમસ્ત બ્રહ્માંડની એક લય છે સાધના અને સંગીત અથવા સાધનામય સંગીત તે લય સાથે સંવાદીતતા સાધે છે માટે સૌ ને રીધમીક મ્યુઝીક એક્ટીવ કરે છે આ પાયાને જાણે ચરીતાર્થ કરતા હોય તેમ અમદાવાદનું ગ્લોબલ મ્યુઝીક લવર્સ ગૃપ સંગીતના કાર્યક્રમ પર્ફોર્મ કરવાની સાથે મ્યુઝીક થેરાપીનું કામ પણ કરે છે

આ ગ્લોબલ  મ્યુઝીક લવર્સ ગૃપ અંગે સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાન જે અમદાવાદની દિવ્યાંગો માટે વરસોથી કાર્યરત અનેક વખત પુરસ્કૃત  એવી  સંસ્થાના વડા રીતુ સીંઘ જણાવે છે કે આ મ્યુઝીકલ ગૃપની શરૂઆત ફાર્માકંપનીના અધીકારી અને બાદમાં ઓનર એવા દીપક જી. ભટ્ટના વિચારમાંથી થઇ છે  તેમને સંગીતનો અગાધ શોખ છે અને તેમના મીત્રો પણ સંગીતનો શોખ ધરાવે છે ત્યારે  તેમને એક ઉમદા વિચાર આવ્યો કે આપણને સૌ ને સંગીતમાં મજા આવે છે ,આપણે ગાયન,વાદન દ્વારા અદભૂત અાનંદ  મેળવીએ છીએ તેમજ તણાવ,આઘાત,વ્યથા,વ્ગ્રતા,બેચેનીમાં સંગીત રાહત આપે છે તો આ જે મજા છે તેનો વ્યાપ વધારીએ તો મોટી સંખ્યામાં સૌ ને ફાયદો થશે આનંદ આપશે અને ખાસ કરીને કોરોનાકાળ અને ત્યારબાદની કુદરતી થપાટમાં જે નુકસાની થઇ જે ખોટ પડી હોય તેવા પરીવારજનોને કંઇક અંશે દુખ અને વરવી યાદોના જખમને ભરવામાં સંગીત મદદરૂપ પણ થશે.આ સદભાવ સાથેના વિચારમાંથી સંગીતપ્રેમી સૌ નું ગૃપ બન્યુ અને આ ગૃપનો લાભ સોસાયટીને મળવા લાગ્યો અને આ સેવાભાવનો વ્યાપ વધતો જ રહ્યો છે.

કોરોનાકાળ કેવો કપરો સમય હતો જેમાં અનેક પરીવારો એ તેમના નીકટના સ્વજન કે અનેકએ કોઇ ને કોઇ પરીવારજન ગુમાવ્યા હતા એ કાળ દરમ્યાન અને બાદમાં અનેક પ્રકારે સરકાર અને સંસ્થાઓએ જનસમુદાય માટે જહેમત ઉઠાવી હતી હવે કોઇપણ ટ્રોમા વખતે ફીઝીકલ રીહેબીલીટેશન અને મેન્ટલ રીહેબીલીટેશન બંને મહત્વના હોય છે એ  વખતના આઘાત કે વસમાં ઘા સમય જતા ભલે ઓછા યાદ આવે પરંતુ મનની ગ્લાની તાજી રહે છે ત્યારે ૨૦૨૨માં દીપકજી એ જેઓ સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાનના ટ્રસ્ટી પણ છે તેમણે એક મ્યુઝીકલ ગૃપ શરૂ કર્યુ જેમાં મનોભાવ સાથે સંવાદ સાધવાનો હેતુ અને ધીમે ધીમે ગાયન અને વાદનમાં રૂચી રાખનારા જાણીતા-અજાણ્યા સૌ જોડાવવા લાગ્યા અને સંગીતની પ્રસ્તુતિ પોતાના માટે અને સૌ ના માટે પણ કરવાના હેતુથી અત્યાર સુધી અનેક કાર્યક્રમ કરી ને  સંગીતના સથવારે સભ્યો અનોખી મૌજ લે છે સાથે આ પ્રસ્તુતી સાંભળનારાઓ પણ અનેરા સુખદ અનુભવ કરે છે અને કોરોનાકાળ વખતની કે ત્યારબાદની પીડાનો જાણે ઉપચાર મળ્યો હોય તેવી અનુભૂતિ સંગીત દ્વારા કરે છે અને ગૃપના સૌ સભ્યો વારાફરથી ગાયન,વાદન,સંચાલનની પોતાની આવડત અને શોખ મુજબ સંગીતના આયામો સમયાંતરે પર્ફોર્મ કરી રહ્યા છે

ગ્લોબલ મ્યુઝિક લવર્સ એક એવું ગ્રૂપ છે જ્યાં સંગીત દ્વારા આવું પ્લેટફોર્મ આપવામાં આવે છે જ્યાં આપણી આસપાસ એવા ઘણા લોકો છે જેમને સંગીતમાં રસ હોય છે પરંતુ કોઈને કોઈ સંકોચના કારણે, પ્લેટફોર્મના અભાવે તેઓ પોતાના માટે સ્થાન બનાવી શક્યા નથી અને આ ગૃપ માત્ર સમગ્ર લોકો માટે જ નહીં, પરંતુ આ સંસ્થાને આગળ લઈ જવા માટે સુશીલ અને માયાળુ એવા દીપકજી અને સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાનએ પહેલ કરી રહી છે

ગત બીજી ઓક્ટોબર ના રોજ, આ ગૃપની બીજી વર્ષગાંઠ હતી, આ પ્રસંગે, જીવનથી નિરાશ થયેલા તેમજ દિવ્યાંગ તેમજ વડીલો સહિતના  લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું ભવિષ્યમાં પણ તેમના પ્રોત્સાહનને સતત વધતું રાખવાનો પ્રયાસ રહેશે તે ચોક્કસ વાત છે  અને આ ગ્રુપમાં જોડાયા પછી દરેક વ્યક્તિની રુચિ, શાંતિ, આત્મવિશ્વાસ અને ઉત્સાહ સાથે વધતી રહે છે અને તમામ ધર્મના લોકોએ સાથે આવીને પ્રોત્સાહિત કરીને આગળ વધવાનું ધ્યેય રખાયુ છે.  આ બિલકુલ ફ્રી છે, કોઈ ફી લેવામાં આવતી નથી અને ગ્લોબલ મ્યુઝિક લવર્સ ગ્રૂપ તરફથી જે પણ સામાજિક સહયોગ કરી શકાય છે તે પણ કરવામાં આવે છે આ ગ્રુપ સતત આગળ વધે અને લોકોનો સંગીત અને સંગીત પ્રત્યેનો આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે તેવી શુભેચ્છાઓ પાઠવાઇ રહી છે તેઓને સમાજમાં પોતાનું સ્થાન બનાવવા માટે સક્ષમ બનાવવું જોઈએ તેમ જાણકારોનો અભિપ્રાય છે

આ ગ્લોબલ મ્યુઝીકલ ગૃપનો હેતુ સેવાનો છે અને કોમર્શીયલના બદલે નિ:સ્વાર્થ સેવાના  હેતુ સાથે જામનગરથી માંડી ગાંધીનગર સુધી પ્રતિષ્ઠાનો વ્યાપ વિસ્તર્યો છે અને એકસરખા ભાવ સાથે લોકો જાડાતા રહ્યાને સમગ્ર વૃંદ બનતુ રહ્યુ છે અને આ  ગૃપ દ્વારા પ્રસ્તુત મ્યુઝીકલ પર્ફોમન્સ આનંદ આપે છે સાથે થેરાપીનું પણ કામ કરે છે સંગીત(ગાયન,વાદન,નૃત્ય)એક પ્રકારે બોડીમાં સુક્ષ્મ હીલીંગની સાથે માનસીક શાંતિનો સુખદ અનુભવ કરાવે છે તે આ ગૃપએ વધુ એક વખત કોરોના સમયના અને બાદના ગ્રસીતો માટે મેન્ટલ હેલ્થ ફુલફીલ કરવાનુ કામ કર્યુ છે અને અવિરત મૌજ સાથે ગૃપના સભ્યો માટે અને પ્રસ્તુતિનો લાભ લેનાર સૌ માટે  મનોસ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવી મ્યુઝીકલ ગૃપનો મસ્ત થેરાપી સાથે અનેરો સમન્વય કરી રહ્યા છે.