અમદાવાદ, 7 ફેબ્રુઆરી 2026: અનંત નેશનલ યુનિવર્સિટીની ‘અનંત સ્કૂલ ફોર ક્લાયમેટ એક્શન’ (ASCA) દ્વારા કેનેડાની ‘યુનિવર્સિટી ઓફ વિન્ડસર’ સાથે એક એમઓયુ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેનો મુખ્ય હેતુ ક્લાઈમેટ એક્શન, રિસર્ચ અને એકેડેમિક એક્સચેન્જમાં પરસ્પર સહયોગને વધુ સુદ્રઢ બનાવવાનો છે. આ પાર્ટનરશીપ આગામી પાંચ વર્ષ દરમિયાન જોઈન્ટ રિસર્ચ ઇનિશિએટીવ્સ, સ્ટુડેન્ટ્સ એક્સચેન્જ અને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટેના વ્યવસ્થિત માર્ગો પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સહયોગમાં ખાસ કરીને ક્લાયમેટ ચેન્જ, સસ્ટેનેબિલિટી અને આંતરશાખાકીય ડિઝાઇન-આધારિત શિક્ષણને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે.
આ ભાગીદારી અનંત સ્કૂલ ફોર ક્લાયમેટ એક્શનના વ્યવહારુ અને વ્યાપક ક્લાયમેટ સોલ્યુશન્સ પરના અભિગમને યુનિવર્સિટી ઓફ વિન્ડસરની પર્યાવરણીય નવીનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે જોડે છે. નોંધનીય છે કે વિન્ડસરે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં અને સંશોધન ભંડોળમાં સતત વૃદ્ધિ કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ બંને સંસ્થાઓ સાથે મળીને કાર્બન કેપ્ચર, સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં પ્રભાવશાળી સંશોધનને વેગ આપવાનું લક્ષ્ય રાખે છે.
અનંત નેશનલ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ વિન્ડસર ફેકલ્ટીના નેતૃત્વ હેઠળના રિસર્ચ પ્રોજેક્ટ્સ, કોલેબોરેટીવ પબ્લિકેશન્સ અને ગ્રેજ્યુએટ પ્રોગ્રેશન પાથવે વિકસાવવા પર સાથે મળીને કામ કરશે, જેનાથી બંને સંસ્થાઓના વિદ્યાર્થીઓ સહયોગી યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરી શકશે. આ કરાર સહ-નિર્મિત અભ્યાસક્રમો, ટૂંકા ગાળાના ઇમર્સન પ્રોગ્રામ્સ અને વૈશ્વિક ટકાઉપણુંની પ્રાથમિકતાઓ સાથે સુસંગત હોય તેવા સહિયારા સંશોધન પ્લેટફોર્મ માટેનું એક માળખું પણ સ્થાપિત કરે છે.
આ MoU હસ્તાક્ષર સમારોહમાં યુનિવર્સિટી ઓફ વિન્ડસરના વરિષ્ઠ નેતૃત્વ ઉપસ્થિત રહ્યું હતું, જેમાં પ્રેસિડેન્ટ અને વાઇસ-ચાન્સેલર ડૉ. જે. જે. મેકમર્ટ્રી, ગ્લોબલ એન્ગેજમેન્ટ એન્ડ પાર્ટનરશિપના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. ક્રિસ બુશ, અને રિક્રુટમેન્ટ એન્ડ પાર્ટનરશિપના પ્રિન્સિપાલ એડવાઇઝર સુશ્રી નિહારિકા સહિત અનંત સ્કૂલ ફોર ક્લાયમેટ એક્શનના વરિષ્ઠ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
આ પાર્ટનરશીપ અંગે ડૉ. મેકમર્ટ્રીએ જણાવ્યું હતું કે, “અનંતના ડિઝાઇન-આધારિત અભિગમ અને વિન્ડસરની મજબૂત સંશોધન પ્રણાલીનો સમન્વય કરીને, આ સહયોગનો ઉદ્દેશ્ય એવા અર્થપૂર્ણ શૈક્ષણિક માર્ગો તૈયાર કરવાનો છે જે પ્રભાવશાળી સંશોધનને ટેકો આપે અને આબોહવા પરિવર્તનના ગંભીર વૈશ્વિક પડકારોનો ઉકેલ લાવે.”
અનંત નેશનલ યુનિવર્સિટીની અનંત સ્કૂલ ફોર ક્લાયમેટ એક્શનના એસોસિયેટ પ્રોફેસર અને ડાયરેક્ટર ડૉ. રોહન દત્તાએ ઉમેર્યું હતું કે, “અનંતમાં અમે માનીએ છીએ કે ક્લાયમેટ એક્શન આંતરશાખાકીય વિચારસરણી પર આધારિત હોવા જોઈએ અને તેને વાસ્તવિક દુનિયાના સંશોધન તથા આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા મજબૂત બનાવવા જોઈએ. યુનિવર્સિટી ઓફ વિન્ડસર સાથેની ભાગીદારી અમારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને આબોહવા સંબંધિત વિવિધ પરિસ્થિતિઓ સાથે જોડાવા, પ્રાયોગિક સંશોધનને વધુ ઊંડું બનાવવા અને સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે સુસંગત હોય તેવા ઉકેલો સહ-નિર્મિત કરવામાં સક્ષમ બનાવશે.”
આ ભાગીદારી અનંતના એવા વિઝન સાથે સુસંગત છે જે ડિઝાઇન, સસ્ટેનેબિલિટી અને ઈન્ટરડિસિપ્લિનરી થિન્કિંગ દ્વારા વૈશ્વિક પડકારોને ઉકેલવા માટે સક્ષમ અને ભવિષ્ય માટે સજ્જ એવા લીડર્સ તૈયાર કરવા પર ભાર મૂકે છે. અનંત નેશનલ યુનિવર્સિટીએ અગાઉ પણ અગ્રણી શૈક્ષણિક અને ઔદ્યોગિક સંસ્થાઓ સાથે મજબૂત વૈશ્વિક જોડાણો સ્થાપિત કર્યા છે, જેમાં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા (USA), સાયન્સિસ પો (ફ્રાન્સ), ધ વિલાર્સ ઇન્સ્ટિટ્યૂટ (સ્વિટ્ઝર્લેન્ડ), કોમનવેલ્થ સેક્રેટરિયેટ (UK), સસ્ટેન લેબ પેરિસ (UAE), ઇનિશિયેટિવ્સ ઓફ ચેન્જ, યુનિસેફ (UNICEF) અને EarthDay.org નો સમાવેશ થાય છે.
***
About Anant National University
Anant National University, India’s premier design university, is dedicated to training students to devise solutions for global problems. Anant follows the DesignX pedagogy, where ‘X’ is the symbol drawn from mathematics, representing enhancement. This new learning approach multiplies traditional design pedagogy with liberal arts disciplines, emerging technologies and knowledge drawn from hands-on community experiences to help understand our world better and to devise impactful solutions.
Our multidisciplinary undergraduate, postgraduate and doctoral programmes in design, architecture, climate action and visual arts harness knowledge from various disciplines and traditional practices to integrate it with cutting-edge technology to address diverse challenges. We train our designers to become solutionaries — revolutionary thinkers with a solution-oriented mindset.
Anant National University has been recognised as the Centre of Excellence by the Government of Gujarat, highlighting our efforts to provide our students with world-class education, innovative pedagogy, high employability and enhanced entrepreneurial and research opportunities. Anant has also received the prestigious ‘5-Star Rating’ in the category of Architecture and a ‘4-Star Rating’ in the University category in the Gujarat State Institutional Rating Framework (GSIRF) 2023-24. These recognitions reinforce our commitment to creating a world-class institution of great eminence and excellence.

More Stories
આરઆર કાબેલ ફાઉન્ડેશનના ‘રોશની’ ઇનિશિએટિવ’ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન: વડોદરામાં સ્કૂલ બિલ્ડીંગનું નિર્માણ
ઇન્ડસ યુનિવર્સિટીમાં “ઇન્ડસ કપ 2K26”નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો
પ્રીમિયર સ્કુલ્સ એક્ઝિબિશનની 22મી એડિશન : અમદાવાદમાં આ વર્ષે પણ ભારતની ટોપ લાઈન સ્કૂલ્સ સાથે આવી ગયું છે 2 દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન