આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે અર્જુન મિશ્રા દ્વારા ગાંધીજીના સ્મરણાર્થે તેઓને વંદન કરી સ્મરણાંજલિ અર્પણ કરી. દિલ્લી ખાતે કોંગ્રેસ મુખ્યાલયમાં જોડાયા બાદ તેઓના પ્રથમ આગમન અમદાવાદ થયું જેમાં તેઓ એમની ટીમ સાથે અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા.
અર્જુન મિશ્રા છેલ્લા એક મહિનાથી દિલ્લીમાં હતા અને તેઓ યુવા હલ્લા બોલના સંસ્થાપક અનુપમ સાથે દિલ્લી કોંગ્રેસ ભવનમાં રાષ્ટ્રીય મહાસચિવ શ્રી કે સી વેણુગોપાલ, રાષ્ટ્રીય મીડિયા ચેરમેન શ્રી પવન ખેરા અને રાજ્યસભા સાંસદ અખિલેશ પ્રસાદ સિંહની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા.
ગત સપ્ટેમ્બરમાં તેઓ દેશના વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી જોડે પણ દિલ્લી ખાતે મુલાકાત કરી ચૂક્યા છે અને યુવાનોને ગાંધીના રસ્તે રાજકારણમાં લાવવા કટિબદ્ધ થયા છે. બેરોજગારી પર સતત લડત આપતા સમૂહની રીતે ઓળખાતા યુવા હલ્લા બોલના રાષ્ટ્રીય કમિટીમાં અર્જુન મિશ્રા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે ત્યારે સાંસદમાં રાહુલ ગાંધીએ ગુજરાત ચુંટણી માટે હુંકાર ભરેલ છે તો આ જોવું રહ્યું કે ગુજરાતમાં યુવાનો કોંગ્રેસ તરફી આકર્ષાય છે કે કેમ.
અર્જુન મિશ્રા એ વાત કરતાં જણાવ્યું હતું કે,:- “અનુપમ દેશ વ્યાપી યુવા ખેડૂત અને વિવિધ આંદોલનો માટે વર્ષોથી લડત આપી રહ્યાં છે અને હું પણ એ ટીમમાં વર્ષોથી કામ કરી રહ્યો છુ, પરંતુ હવે જરૂર છે પરિવર્તનની. અમારો લક્ષ્યાંક હતો પઢાઈ કમાઈ અને દવાઈનો જેના માટે અત્યારે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ કોંગ્રેસ પાર્ટી છે જેથી અમે સૌ કોંગ્રેસ સાથે જોડાઈ ગયા અને હવે પાર્ટી જે જવાબદારી આપશે એ પ્રમાણે કામ કરવા કટિબદ્ધ છીએ.”
More Stories
અમદાવાદમાં 15 થી 17 નવેમ્બર દરમિયાન “જવેલરી વર્લ્ડ એક્ઝિબિશન”નું આયોજન
સતત કામમાં પણ સમય કાઢી પોતાની નેચર ફોટોગ્રાફી ના કૌશલ્ય ને નીખારતી શહેરની ત્રણ મહિલાઓના ચિત્રો નું પ્રદર્શન
રિયલ એસ્ટેટ એજન્ટો માટે ગેમ ચેન્જર પગલું, મહારેરા અને એનએઆર-ઇન્ડિયા દ્વારા પારદર્શિતા અને વાજબી વળતરને આગળ વધારવું