December 4, 2025

યુકેમાં ભારતીય સમુદાયના સાંસ્કૃતિક પ્રતિનિધી તરીકે માનનીય શ્રી રાજરાજેશ્વર ગુરુજી આજે અમદાવાદના જગન્નાથ મંદિરે દર્શન માટે પધાર્યા

Ahmedabad -આ પ્રસંગે નિઓન નેચરલના ડિરેક્ટર શ્રી નીમેશ સંઘાણીએ ગુરુજીનું આત્મીય સ્વાગત કર્યું. વલસાડ નજીકના ગામમાં જન્મેલા ગુરુજી વર્ષોથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહિત કરવા માટે કાર્યરત છે. તેઓ યુકેમાં દિવાળી, હોળી, નવરાત્રી અને મહાશિવરાત્રી જેવા મુખ્ય હિંદુ તહેવારોનું આયોજન કરે છે, જેથી ત્યાં રહેતા ભારતીયો પોતાના મૂળ અને પરંપરાઓ સાથે જોડાયેલા રહી શકે. 14 વર્ષની વયે તેમણે સાધગુરુદેવ પરમહંસ સ્વામી નિખિલેશ્વરાનંદજી પાસેથી પ્રથમ ગુરુદીક્ષા મેળવી હતી.

શ્રી રાજરાજેશ્વર ગુરુજીને અનેક આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયા છે, જેમાં વર્લ્ડ યોગા કોમ્યુનિટીના એડવાઈઝર અને ગ્લોબલ કાઉન્સિલ મેમ્બર, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સના પીસ એમ્બેસેડર, તથા હેરો, લંડનના મેયર ચેપ્લિન (ધર્મ ગુરુ) તરીકેની સેવા શામેલ છે.

જગન્નાથ મંદિરે તેમના આજના દર્શન દરમિયાન ગુરુજીએ વિશેષ પ્રાર્થના કરી.