ધાંગધ્રા : સુરેન્દ્રનગર ડિસ્ટ્રિકના ધાંગધ્રા શહેરમાં અંબિકા ઓઈલ મિલ વળી જગ્યા આવેલી છે. તે વિસ્તારમાં રહેનાર સીનિયર સિટીઝન મહિલાએ કૈલાસ સોસાયટીના મેમ્બરોએ એક સંપ કરી દબાણ અને ખોટા લોકેશનના આધારે અને ખોટા દસ્તાવેજના આધારે વેચાણ કર્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મહિલા તરફથી જણાવવામાં આવ્યું કે તેમણે તા. ૧૯-૩-૧૯૯૦ના રોજ દસ્તાવેજ દ્વારા ખરીદેલી હતી, જેનો કબજો પણ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. છતાં હાલમાં કૈલાસ સોસાયટીના કેટલાક સભ્યો અને પ્રમુખ દ્વારા તેમની જમીનમાં દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે જયારે દસ્તાવેજ કરેલ તત્યારે પાર્ટીએ પ્લાન મૂકી અમારી સીમા ક્યાં સુધી છે તે પણ બતાવ્યું હતું. અમારા હાલના હયાત ગોડાઉનના છાપરાના પાણી અમારા ખંચાળામાં પડે છે. આ પણ અમારો હક્ક હોવાનો સ્પષ્ટ છે. અમારી જગ્યામાં પણ લેન્ડ ગ્રેબીંગ કરેલ છે તેવું સરકારી જમીનમાં પણ કર્યું હોય તેવું જણાય છે. કારણ કે પહેલા ત્યાં જીનમાં જવાનો રસ્તો હતો.
સોસાયટીના પ્રમુખે અમારી જગ્યા પોતાની નહીં હોવા છતાં બીજાને દસ્તાવેજ કરેલ છે. તેમાં પોતાની સોસાયટી હોવાનો ખોટ ઉલ્લેખ કરેલ છે. જે ક્રીમીનલ ગુનો છે. તેમને વેચાણ જગ્યા ૪૬૨૧-૪૭ છે અને સીટી સર્વેમાં ૬૧૮૫-૪૭ કરાવેલ છે. ગવર્નમેન્ટ આ લેન્ડ ગ્રેબીંગ વાળા સાથે શું વ્યવહાર કરે તે જોવું રહ્યું. સોસાયટીના બધા મકાનો પ્લાન મુજબ છે કે નહિ તે તાપસવાની જરૂર છે. રશ્મીબેન લલીતભાઈ એ વધારેનું બહાર કામ કરેલ છે કે નહિ તે પણ તાપસવાની જરૂર છે.
જોકે કૈલાસ સોસાયટીના દસ્તાવેજ મુજબ માત્ર પ્લોટ નં. ૪૬૨૧-૪૭ જ ખરીદાયેલ હોવાનું જણાય છે, બાકીની જમીન ‘ફ્રીમાં’ આપવામાં આવી હોવાનું લખાયું છે, જે જમીનકબજાની શંકા ઊભી કરે છે. વિશેષ છે કે, કૈલાસ સોસાયટીનું અસ્તિત્વ વર્ષ ૧૯૮૨થી હોવાનું દર્શાવાયું છે, પણ ૨૦૧૨ સુધી એ સોસાયટીના કોઈ સભ્યના નામે જમીનની એન્ટ્રી કરાવવામાં આવી ન હતી. મતલબ કે કૈલાશ સોસાયટીની જગયા 1982માં લીધી અને 2012માં નામે ચઢાવી તો આ 30વર્ષના સમયગાળા દરમયાન 30 વર્ષનો ટેક્ષ કોના નામે ભરાતો હતો તે પણ તાપસનો વિસય છે.
પ્લાન પાસ કરાવતી વખતે પણ કેટલીક જમીનના દસ્તાવેજોને અવગણવામાં આવ્યા હોવાનું મહિલાનું દાવો છે. આમ, આવા બનાવોથી જમીન ખરીદનાર કાયદેસર નાગરિકો પર તણાવ સર્જાતો હોય છે અને સિનિયર સિટિઝન મહિલાએ સરકાર અને તંત્ર સમક્ષ ન્યાયની માંગ સાથે યોગ્ય કાર્યવાહી કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે. અંતે, તેઓએ જણાવ્યું કે, “અમે મહિલાઓ અને વડીલ નાગરિકો છીએ, આવા અસામાજીક તત્વો ખોટી કનડગત કરી જમીન કબજે કરવાનો પ્રયાસ કરે છે. આમ મહિલાએ ધાંગધ્રા નગરપલિકાના ચીફ ઓફિસરને ફરિયાદ કરી છે અને સાથે લેન્ડ ગ્રેબિંગની પણ ફરિયાદ કરી છે.
More Stories