ગુજરાતી સિનેમામાં ફરી એકવાર નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ‘દ્વાન પ્રોડક્શન’ (Dvaan Production) દ્વારા એક નવી ગુજરાતી ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે અને તેનું શુભ મુહૂર્ત યોજાયું હતું.
આ ફિલ્મ દક્ષ એ. વાસુ દ્વારા નિર્મિત કરવામાં આવી રહી છે, જ્યારે દીપ પટેલ આ પ્રોજેક્ટમાં કો-પ્રોડ્યુસર તરીકે જોડાયેલા છે. આ ફિલ્મ ‘ડ્રીમ યાત્રા ફિલ્મ્સ’ સાથેના એસોસિએશનમાં તૈયાર થઈ રહી છે. ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર કશ્યપ કપટા છે, જેઓ જાણીતા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે.

દ્વાન પ્રોડક્શનની આ નવી ગુજરાતી ફિલ્મનું દિગ્દર્શન ધ્રુવ ગોસ્વામી કરી રહ્યા છે, જેઓ પોતાની આગવી દ્રષ્ટિથી ફિલ્મને જીવંત બનાવશે. ફિલ્મની વાર્તા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જાણીતા લેખક અને અભિનેતા ચેતન દૈયા દ્વારા લખવામાં આવી છે, જેમના ધારદાર લેખનથી દર્શકોને એક મનોરંજક કથા માણવા મળશે. સ્ટારકાસ્ટની વાત કરીએ તો, આ ફિલ્મમાં શ્રુહદ ગોસ્વામી, કૃણાલ પંડિત, હેમિન ત્રિવેદી અને રીવા રાચ્છ જેવા પ્રતિભાશાળી કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સાથે જ, ફિલ્મની વિઝ્યુઅલ ટ્રીટ અને સિનેમેટોગ્રાફીની જવાબદારી બિભુ દાસ સંભાળી રહ્યા છે.
મુહૂર્ત સમયે ફિલ્મના કલાકારો અને ટેકનિકલ ટીમના સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફિલ્મના ટાઈટલ અને રિલીઝ ડેટ અંગેની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ગુજરાતી સિનેમામાં કંઈક નવું અને રસપ્રદ લઈને આવશે.

More Stories
શ્રીનિક પ્રોડક્શન દ્વારા આગામી ગુજરાતી ફિલ્મ માટે અમદાવાદમાં ભવ્ય ‘ઓપન ઓડિશન’નું આયોજન
E4U એન્ટરટેઈનમેન્ટ આગામી સમયમાં લાવશે મેગા ગુજરાતી ફિલ્મો, નવા કલાકારોને પણ મળશે તક
ડિજિટલ પ્લેટફોર્મ પર ‘મહારાણી’નો જાદુ, સિનેમાઘરો બાદ હવે JOJO એપ પર દર્શકોમાં ભારે આકર્ષણ