અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અવ્વલ સ્વરોજગાર યોજના કાર્યક્રમ હેઠળ સંસ્થા એ જરૂરિયાતમંદ ખાસ કરી ને મહિલા તેમજ દિવ્યાંગો માટે રોજગારી મળી રહે તેવું આયોજન કર્યું છે.
અવ્વલ સ્વરોજગાર યોજના ના પેહલા કાર્યક્રમ મુજબ નવેમ્બર 15 તારીખ ની આસપાસ 25 ઈ-રીક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કોઈપણ નાત-જાત ના ભેદભાવ વગર કોઈ પણ જરૂરિયાતમંદ આ ઈ-રીક્ષા લેવા માટે અરજી કરી શકે છે.આ યોજનાની માહિતી મેળવવા માટે તમે અવ્વલ ફાઉન્ડેશન ના કોઈ પણ અધિકારીક વ્યક્તિનો સંપર્ક કરી શકો છો.
ઈ-રીક્ષા મેળવવા માટે ની અરજી ના ફોર્મ પણ તમે જાતે આધાર કાર્ડ ની કે ડ્રાઇવિંગ લાઇસન્સ ની કોપી આપી ને નીચેના એડ્રેસ પરથી લઇ શકશો.
અવ્વલ કન્યા ગૃહ
ગણેશ પ્લાઝા,
સુંદરવન ફ્લેટ ની બાજુમાં,
બલોલ નગર બ્રિજ ની નીચે,
રાણીપ, અમદાવાદ – 382480
-> ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સપ્ટેમ્બર 30 રહેશે.
-> ઉમેદવારની પસંદગી નો સંપૂર્ણ અધિકાર સંસ્થા નો રહેશે.
-> આ ફોર્મ માટે કે અન્ય કોઈ પણ વસ્તુ માટે સંસ્થા દ્વારા કોઈ પૈસા લેવામાં આવતા નથી.
આ મેસેજ ને વધારે માં વધારે લોકો સુધી પહોંચાડો કે જેથી કોઈને તમે રોજગાર અપાવીને એક રીતે મદદગાર બની શકો
More Stories
અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF) ના ઉદ્ઘાટનમાં કલા, સાહિત્ય અને સંસ્કૃતિનો સંગમ
“લિટરેચર અને સિનેમા” ના સંગમ સાથે અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 10મી ભવ્ય એડિશન 11-12 ઓક્ટોબરે યોજાશે
અમદાવાદમાં નવા બિઝનેસ સેન્ટર સાથે ક્વોન્ટમ એએમસી એ પોતાની હાજરીનું વિસ્તરણ કર્યું