July 5, 2025

દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે રાખો ખાસ ધ્યાન, થોડી બેદરકારી છીનવી શકે છે તમારી ઘ્વનિ

આપણા શરીરનું નાજુક અંગ હોય તો તે કાન છે. ઇએનટી સર્જન ડો. નીરજ સુરી જણાવે છે કે, દિવાળી જેવા તેહવારમાં કાનની જાળવણી કેવી રીતે કરવી જોઈએ..

કાનમાં ઇજા થાય છે તો ઈલાજ કરાવો જો કાનમાં નાનામાં નાની ઇજા થાય તો પણ નજર અંદાજ ન કરવું જોઈએ, જેનાથી કાનનો પડદો ફાટી શકે છે. ઇજા થયા બાદ કાનમાં ચેપ અને એલર્જીનું જોખમ પણ વધી જાય છે. આ માટે કાનની કાળજી લેવી જરૂરી છે. કાનના પડદામાં થયેલી નાની ઈજા એકથી બે અઠવાડિયામાં રૂઝાઈ જાય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં, કાનના પડદાની ઇજાઓને સુધારવા માટે સર્જરીની પણ જરૂર પડી શકે છે. કાનમાં થયેલી ઈજાની ગંભીરતાને આધારે ડૉક્ટરો દર્દીની સારવાર કરે છે.

કાનમાં ઇજા ન થાય તેનું રાખો ધ્યાન કાનમાં ઇજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. રમત-ગમત તેમજ ફટાકડા ફોડતા દરમિયાન અથવા કાન સાફ કરતી વખતે ઈજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કાન સ્વસ્થ રહે તે માટે સંગીત સાંભળતી વખતે પણ વોલ્યુમ ઓછું રાખવું જોઈએ. આજના સમયમાં મોટા અવાજને કારણે સમગ્ર વિશ્વમાં બહેરાશનો રોગ ઝડપથી વધી રહ્યો છે.

તેલ નાખવાથી વધુ મેલ થાય છે જે લોકોને દુખાવાની કે સાંભળવાની તકલીફ હોય તો કાનમાં તેલ નાખવાથી કાનના પડદાને નુકસાન થાય છે ને બહેરાશનું જોખમ વધી શકે છે. ડો. નીરજ સુરી કહે છે કે કાનમાં તેલ નાખવાથી ઓટો માયકોસિસ રોગ થઈ શકે છે, જેના કારણે સાંભળવામાંસમસ્યા થઈ શકે છે. કાનનો મેલ કાઢવા માટે કાનમાં તેલ નાખવામાં આવે છે, પરંતુ ધૂળ અને ગંદકીને કારણે કાનમાં ગંદકી જામે છે, જેના કારણે મેલ બહાર નીકળવાની બદલે વધે છે.

અમેરિકાના ફિલાડેલ્ફિયાના મોનેલ સંસ્થાના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, એશિયાઈ અને નોન એશિયાઈ લોકોના કાનમાં અલગ-અલગ મેલ હોય છે. રંગસૂત્ર 16 ‘ભીના’ અથવા ‘સૂકા’ મેલ માટે જવાબદાર છે.

કાનનો મેલ પણ છે કામનો :કાનને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.ધૂળ અને પાણીથી કાનના પડદાનું રક્ષણ કાનના ઉપરના ભાગને સુરક્ષિત રાખે છે.ઇન્ફેક્શનને રોકવામાં મદદ કરે છે.કાનની સફાઈ કરી લે છે.કાનનો મેલ કયારે સમસ્યા બને છે જ્યારે આપણે જમતી વખતે જડબાને હલાવીએ છીએ, ત્યારે મેલ અને ચામડીના કોષો ધીમે ધીમે કાનના પડદામાંથી બહારના છિદ્ર તરફ જાય છે. કાનનો મેલ કોઈ સમસ્યા નથી, પરંતુ જો કાનમાં વધુ મેલ થઇ જાય તો સમસ્યા થઇ શકે છે. જેનાથી કાનમાં દુખાવો અને સાંભળવામાં સમસ્યા થઇ શકે છે.

તો આ વર્ષે જયારે તમે ફટાકડા ફોડતા હોવો તો ચોક્કસથી જાળવીને ફોડજો અને તમારી ઘ્વનિને નુકસાન ના થાય તેનું દયાન રાખજો.