અમદાવાદ, ઓગસ્ટ: બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સંચાલન હેઠળ અને યોનેક્સ-સનરાઇઝના સહયોગથી આયોજિત *ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025* સફળતાપૂર્વક પૂર્ણ થઈ.
આ ટુર્નામેન્ટ 19 ઓગસ્ટથી 24 ઓગસ્ટ, 2025 સુધી *બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડેમી* ખાતે યોજાઇ હતી અને રાજ્યભરના કુલ 448 ખેલાડીઓએ* ભાગ લીધો હતો.ચેમ્પિયનશિપમાં *અંડર 13, અંડર 15 અને અંડર 17* વય કેટેગરીમાં *સિંગલ્સ બોયઝ, સિંગલ્સ ગર્લ્સ અને મિક્સ ડબલ્સ* જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઇ. ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ તેમની પ્રતિભા સાથે આક્રમક રમત રજૂ કરી હતી.

શ્રી જીતેન્દ્ર યાદવ**, ઓનર – બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશનએ જણાવ્યું હતું કે: “અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ કે ગુજરાતની યુવા પ્રતિભાઓને આ સ્તરનું પ્લેટફોર્મ આપી શક્યા. અમારી સ્પોર્ટ્સ એકેડેમી સતત ખેલાડીઓ માટે આધુનિક સુવિધાઓ અને તકનીકીનો ઉપયોગ કરે છે જેથી તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધી શકે.”
આ ટુર્નામેન્ટે રાજ્યના યુવા બેડમિન્ટન ખેલાડીઓમાં ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવના પેદા કરી છે. ઈવેન્ટ દરમિયાન મોટી સંખ્યામાં દર્શકો, કોચિસ, પરિવારજનો અને રમતપ્રેમીઓએ હાજરી આપી હતી અને ટુર્નામેન્ટને વિશિષ્ટ સફળતા અપાવી હતી.

More Stories
એતિહાદ એરવેઝનો ઇતિહાસ: AirlineRatings.com ગ્લોબલ સેફ્ટી રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવનાર પ્રથમ ગલ્ફ કેરિયર
ACMA Automechanika New Delhi 2026: 19 દેશોના 800 થી વધુ એક્ઝિબિટર્સ સાથે અત્યાર સુધીની સૌથી મોટી એડિશન યોજાશે
દિનેશ હોલ, અમદાવાદ ખાતે સ્મરણિય સાંસ્કૃતિક સંધ્યા