સેલ્ફ હેલ્પ માટેની મોટિવેશનલ બુક છે “રાઈસ ટૂ યોર ફૂલ પોટેન્શિયલ”
મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં 3થી વધુ દાયકાઓનો અનુભવ ધરાવતાં પ્રોફેશનલ જગદીપ પુનિયા દ્વારા લિખિત પુસ્તક “રાઈસ ટૂ યોર ફૂલ પોટેન્શિયલ”નું 18 જૂલાઇ, 2024ના રોજ અમદાવાદ બુક ક્લબના ઉપક્રમે અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે વિમોચન કરાયું હતું. ઉપરાંત અમદાવાદ બુક ક્લબના પ્રેસિડેન્ટ શ્રદ્ધા આહુજા રામાણી સાથે પોતાની બુક અને લેખનકાર્ય અંગે ચર્ચા કરી હતી, જેના અનેક લોકો સાક્ષી બન્યા હતા.
પંજાબમાં જન્મેલ અને અમદાવાદમાં મોટા થયેલ લેખક જગદીપ પુનિયા મહારાષ્ટ્ર, યુપી, દિલ્હી, હરિયાણા, દમણ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગણા જેવા ભારતના મોટાભાગના પ્રદેશોમાં કામ કરી ચૂક્યા છે. તેમના દ્વારા લિખિત પુસ્તક “રાઈસ ટૂ યોર ફૂલ પોટેન્શિયલ” એ સેલ્ફ હેલ્પ માટેની મોટિવેશનલ બુક છે, જે વ્યક્તિને આત્મશોધ કરવામાં મદદ કરશે.
પુસ્તક અંગે જણાવતાં લેખક જગદીપ પુનિયા કહે છે કે, “આ બુક ખાસ કરીને અપસ્કીલિંગ વિશે છે.તે શા માટે અને કેવી રીતે તમારી સંપૂર્ણ ક્ષમતામાં વધારો થાય તેનું વર્ણન કરે છે. તેમાં કૌશલ્યોની પસંદગી, આયોજન અને સંસાધનોની ફાળવણીથી માંડીને ડર અને નિષ્ફળતાને નિયંત્રિત કરવા માટે ભાવનાત્મક ગુણાંક સુધારવાથી લઈને પ્રગતિ માટેની સ્ટેપ- બાય- સ્ટેપ માર્ગદર્શિકા છે. તમને તમારી આસપાસના સંસાધનોની વિપુલતા શોધવામાં મદદ કરતી આ બુક છે.”
લેખક ના અનુસરે, આજની પેઢીને “નેવર સેટલ્ડ એટીટ્યુડ” અપનાવા ની જરૂર છે અને સતત મહેનત કરતા રહેવું જોઈએ. તેઓના ના અનુસરે, કોઈપણ એક વસ્તુમાં સ્થાયી ન થવું જઇયે, કમ્ફર્ટ ઝોનપસંદ ના કરવા ને બદલે તેઓ મને છે કે લોકો એ સતત નવી ટેક્નોલોજી, સ્કિલ, નોલેજ, અલગ અલગ ફિલ્ડ માં પોતાના કારકિર્દી ને આગળ વધારતા રહેવું જોઈએ.આ બુક એ મેસેજ આપે છે કે “સ્પીડની જગ્યાએ સાચી દિશા પસંદ કરો અને પર્ફેક્શનની જગ્યાએ પ્રગતિ પસંદ કરો.”
ઉલ્લેખનીય છે કે આ શ્રી જગદીપ પુનિયાનું પ્રથમ પુસ્તક છે. લેખકે અનુભવ્યું કે તેઓ તેમની આસપાસ રહેલ લોકોને મોટીવેટ કરી શકે છે, લોકોને કામ પ્રત્યે જાગૃત કરી શકે છે અને તેનાથી ઘણાં સફળ પરિણામો પણ તેમને જણાયા. તેઓએ પોતાના વિચારો અને મંતવ્ય કાગળ પર કંડાર્યા અને 8-10 મહિનાની મહેનત બાદ આ પુસ્તક તૈયાર થયું કે જે ચેન્નાઈના પ્રકાશક નોશન પ્રેસ દ્વારા પબ્લિશ કરવામાં આવ્યું છે.
શ્રધ્ધા આહુજા રામાણીએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે લેખક જગદીપ પુનિયાનો તેમની પ્રેરણાદાયી ઉપસ્થિતિ માટે અને આ કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવવા માટે યોગદાન આપનાર તમામનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.અમદાવાદ બુક ક્લબ લોકોને પ્રેરિત કરતાં પુસ્તકોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં આવા વધુ સમૃદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવા આતુર છીએ.”
More Stories
અમદાવાદમાં સમારા આર્ટ ગેલેરી ખાતે 19થી 29 ડિસેમ્બર દરમિયાન યંગ આર્ટિસ્ટ્સ વિઆના અને વામિકાના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજાશે
સતપથ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રત્નકરંડ શ્રાવકાચાર ક્વિઝ સ્પર્ધાનું ગ્રાન્ડ ફિનાલે 22 થી 25 ડિસેમ્બર 2024 સુધી યોજાશે
અમદાવાદમાં 2 દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનો પ્રારંભ