December 23, 2024

બીએસએનએલ 24 વર્ષોની સેવા પૂર્ણ કરે છે અને તેની 25મી વર્ષગાંઠ પર ઉત્સાહ સભર નવી ઘોષણાઓ કરે છે

1 ઓક્ટોબર 2024, અમદાવાદ – ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ), ભારતમાં ટેલિકોમ પ્રદાતા તરીકે આજે તેની 25મી વર્ષગાંઠ ગૌરવપૂર્વક ઉજવે છે, જે કંપનીની સફરમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.  1 ઓક્ટોબર 2000 ના રોજ દૂરસંચાર વિભાગ (DoT) થી એક અલગ સંસ્થા તરીકે સ્થાપિત બીએસએનએલએ સમગ્ર દેશમાં વ્યાપક ટેલિકોમ સેવાઓ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને સરકારી તેમજ ખાનગી ઑપરેટરો વચ્ચે એક સમાન સ્પર્ધાની પરિસ્થિતિ ઊભી કરી છે. ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) એ સમુદાય-કેન્દ્રિત કાર્યક્રમોની શ્રેણી સાથે ગર્વપૂર્વક તેના સ્થાપના દિવસની ઉજવણી કરી. જનતાની સેવા કરવા માટેના નોંધપાત્ર પગલામાં, બીએસએનએલ ની તથા આધાર કાર્ડ સેવાઓની ગ્રાહકો સુધી સરળ પહોંચ ઉભી કરતી એક મોબાઈલ CSC/આધાર કાર્ડ વાનને બીએસએનએલ ટેલીફોન ભવન, સી.જી. રોડ ખાતે થી બીએસએનએલ ગુજરાત સર્કલ ના મુખ્ય મહાપ્રબંધક શ્રી સંદીપ સાવરકર દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બીએસએનએલ સર્કલ ઓફીસ ના મુખ્ય મહાપ્રબંધક શ્રી સંદીપ સાવરકર ની સાથે સાથે, પ્રધાન મહાપ્રબંધક (S&M) શ્રી આશુતોષ ગુપ્તા, પ્રધાન મહાપ્રબંધક (અમદાવાદ બીઝનેસ એરિયા)) શ્રી નીતિન મહાજન, UIDAI સ્ટેટ ઑફિસ ગુજરાત ના નિર્દેશક શ્રી રાજેશ કુમાર ગુપ્તા તથા અન્ય ઓફિસરો તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ આ મોબાઈલ CSC/આધાર કાર્ડ વાન ની સેવાઓ નો લાભ લીધો હતો.

બીએસએનએલ તેના 25મા વર્ષમાં પ્રવેશ કરે છે, ત્યારે પોતાની પ્રવૃત્તિઓની હારમાળાઓ અને પહેલોની દેશભરમાં, ખાસ કરીને ગુજરાતમાં, આ અવસરને યાદગાર બનાવવા માટે યોજવામાં આવી છે.

બીએસએનએલ ગુજરાતની પ્રવૃત્તિઓ: બીએસએનએલ સ્થાપના દિવસ ના અવસર પર, બીએસએનએલ ગુજરાતે P&T કોલોની, સેટેલાઈટ રોડ, શિવરંજની ખાતે સ્વચ્છતા અભિયાન નું આયોજન કર્યું હતું. બીએસએનએલ ના અધિકારીઓએ સંસ્થાની સ્વચ્છ ભારત મિશન પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવતા શ્રમદાન માં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

સંચાર રથનો પ્રારંભ- વધુમાં, બીએસએનએલ એ સંચાર રથ નો પ્રારંભ કર્યો, જે બીએસએનએલની સેવાઓને ગ્રાહકોની નજીક લાવવા માટે રચાયેલ છે. આ મોબાઈલ વાન વિવિધ સોસાયટીઓમાં જશે અને 4G/5G સિમ અપગ્રેડેશન, આધાર ચકાસણી, અને FTTH (ફાઇબર ટુ ધ હોમ) કનેક્શન જેવી સેવાઓ પૂરી પાડશે, જે બીએસએનએલના ગ્રાહક ના સંતોષ અને સુવિધા સુનિશ્ચિત કરવાના મિશન સાથે સુસંગત છે.

બીએસએનએલ એન્ટરપ્રાઇઝ બિઝનેસ ટીમની સ્થાપના દિવસ નિમિત્તે પહેલ- બીએસએનએલ સ્થાપના દિવસ ના અવસર પર, એન્ટરપ્રાઇઝ બિઝનેસ (EB) વર્ટિકલ એ 30 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર સુધી EB ગ્રાહક કનેક્ટ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પહેલ હેઠળ, તમામ મુખ્ય હિતધારકોને બોલાવવામાં આવ્યા છે કે જેથી તેઓ મૂલ્યવાન ગ્રાહકો સાથે સંબંધોને મજબૂત કરે. બીએસએનએલ ની ટિમો એન્ટરપ્રાઇઝ ગ્રાહકો સાથે મુલાકાત કરશે, વર્કશોપનું આયોજન કરશે, અને નવીનતમ ટેલીસોલ્યુશન્સ પર કેન્દ્રિત ગ્રાહક મિટિંગનું આયોજન કરશે. આ સોલ્યુશન્સ હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને સ્માર્ટ એન્વાયરમેન્ટ માં બદલવાનો ઉદ્દેશ્ય ધરાવે છે  જેમકે, સ્માર્ટ હોમ, સ્માર્ટ સ્કુલ, સ્માર્ટ સીટી, સ્માર્ટ ટ્રાફિક કંટ્રોલ અને સ્માર્ટ પાર્કિંગ.

બીએસએનએલ 4G નેટવર્ક લૉન્ચ – સ્વદેશી ટેકનોલોજીમાં એક મોટી છલાંગ- બીએસએનએલ ગર્વ સાથે C-DOT અને TCS સાથે સહકારમાં સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાના 4G નેટવર્ક ના લૉન્ચની જાહેરાત કરે છે, જે ભારત સરકારની આત્મનિર્ભર ભારત પહેલના અનુસંધાનમાં છે. ગુજરાતમાં, બીએસએનએલએ પહેલેથી જ 1500 BTS (બેઝ ટ્રાન્સિવર સ્ટેશન) ને 2G/3G થી 4G માં અપગ્રેડ કરી દીધા છે, અને આવનારા મહિનાઓમાં તમામ શહેરોમાં 6000 BTS ને 4G માં અપગ્રેડ કરવાની યોજના છે. આ નવું નેટવર્ક 700 MHz સ્પેક્ટ્રમનો સુચારુ ઉપયોગ કરશે, કોઈ કોલ ડ્રોપ નહીં અને 45 Mbps સુધીની ડાઉનલોડ સ્પીડ પૂરી પાડશે, જે બીએસએનએલનું અત્યાર સુધીનું સૌથી ઝડપી નેટવર્ક છે.

વધુ માં, બીએસએનએલ DBN (ડિજિટલ ભારત નિધિ) દ્વારા ભંડોળિત 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ નો અમલ પણ કરી રહ્યું છે, જેનાથી દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં 4G કવરેજનું વિસ્તરણ થશે. અત્યાર સુધી, 260 BTS ને દૂરના સ્થળોએ સ્થાપિત કરવામાં આવ્યા છે, અને આગામી મહિને 132 BTSની સ્થાપના કરવા માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ વર્ષના અંત સુધીમાં બીજા 379 નવા ટાવર ઉભા કરવાની યોજના છે, જેમાં BSF બોર્ડર આઉટપોસ્ટ (BoPs) પર 4G કવરેજ પણ સામેલ છે, જે રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદ વિસ્તારના ડિજિટલ સશક્તિકરણમાં યોગદાન આપશે.

ખાલી જમીનના મોનેટાઇઝેશનની યોજના-બીએસએનએલએ ખાનગી ક્ષેત્ર (PPP મોડેલ) સાથે ભાગીદારી કરીને તેની ખાલી જમીન વિસ્તારોનો વાણિજ્યિક ઉપયોગ કરવાની યોજના બનાવી છે. ગુજરાતમાં આ યોજના અંતર્ગત કોમર્શીયલ, રહેણાંક અને રીન્યુએબલ ઉર્જા ક્ષેત્રોમાં પ્રોજેક્ટ માટે 15 જમીન વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક પગલાનો ઉદ્દેશ અન્ડરટ્યુલાઇઝ્ડ એસેટ્સની વેલ્યુ અનલોક કરવાનો છે.

બીએસએનએલ દિવસ માટે પ્રમોશનલ ઓફર- બીએસએનએલ દિવસ નિમિત્તે, કંપની GSM પ્રીપેડ ગ્રાહકો માટે એક ખાસ પ્રમોશનલ ઓફર રજૂ કરી રહી છે. 1 ઓક્ટોબર થી 24 ઓક્ટોબર 2024 સુધી, જે ગ્રાહકો Rs. 500 થી વધુ ના અમુક સિલેક્ટેડ પ્રીપેડ વાઉચર (PV/STV) રિચાર્જ કરશે, તેઓને 24 દિવસની વેલિડિટી સાથે 24 GB વધારાનો ડેટા મળશે, જે બીએસએનએલના સ્વદેશી 4G અનુભવ ને પ્રોત્સાહિત કરશે.

અનલિમિટેડ ભારત ફાઇબર (FTTH) બ્રોડબેન્ડ સેવાઓ- બીએસએનએલ અનલિમિટેડ ભારત ફાઇબર (FTTH) બ્રોડબેન્ડ પ્લાન્સ ની વિશાળ શ્રેણી ની ઓફર ચાલુ રાખે છે, જેમાં 25 Mbps થી 300 Mbps ની ઝડપ હોય છે અને માસિક ચાર્જિસ Rs. 329 થી શરૂ થાય છે. ગ્રાહકોને મફત ઇન્સ્ટોલેશન, Wi-Fi ONTs, 24/7 અનલિમિટેડ કૉલિંગ અને જાણીતા OTT સબ્સ્ક્રિપ્શન જેવી સુવિધાઓ આપવામાં આવે છે, અને તે પણ કોઈ વધારાના ખર્ચ વિના.

ગુજરાતના સૌથી વધુ લોકપ્રિય પ્લાન્સ :

•         ફાઇબર બેસિક @ Rs. 499 (60 Mbps)

•         ફાઇબર બેસિક પ્લસ @ Rs. 599 (100 Mbps)

•         ફાઇબર સુપર સ્ટાર પ્રિમિયમ પ્લસ @ Rs. 999 (200 Mbps + OTT સબ્સ્ક્રિપ્શન)

ગ્રાહકોને વાર્ષિક, અર્ધવાર્ષિક અથવા ત્રિમાસિક ચુકવણી વિકલ્પ પર 1 થી 4 મહિના ની વધારાની સેવા મળશે.

વધુ માં, બીએસએનએલએ 1800-4444 પર WhatsApp ચેટબોટ પણ લોન્ચ કરેલ છે. જેમાં, ગ્રાહકો દ્વારા આ નંબર પર “Hi” મેસેજ મોકલવા થી નવા કનેક્શન બુકિંગ, પ્લાન અપગ્રેડ, ફરિયાદ નોંધણી, બિલ પેમેન્ટ વગેરે જેવી સુવિધાઓનો લાભ મળશે.

નિષ્કર્ષ- જેમ બીએસએનએલ તેના 25મા વર્ષમાં પ્રવેશ કરે છે, તેમ કંપની અત્યાધુનિક ટેલિકોમ સેવાઓ પૂરી પાડવા, દેશના ડિજિટલ સશક્તિકરણમાં યોગદાન આપવા અને વ્યક્તિગત તેમજ વ્યાવસાયિક ગ્રાહકો માટે એક વિશ્વસનીય ટેલિકોમ ભાગીદાર તરીકે તેના સ્ટેટસને જાળવવા માટે પ્રતિબદ્ધ છે. સ્વદેશી 4G ના લૉન્ચ, રોમાંચક પ્રમોશનલ ઓફરો અને મજબૂત એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સ સાથે, બીએસએનએલ ભારતની  ટેલિકોમ લેન્ડસ્કેપમાં એક મહત્વની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.